________________
શાખા સુવાણ ચોપડામાં જમાનું ખાતું જ ન મળે. જ્યારે જુઓ ત્યારે ઉધાર ને ઉધારની વાત, મનગમતા ભેજન મળે એટલે આરોગવા તૈયાર બધા રસોની ઉઘરાણું ચાલું રહે એની દુકાનને મૌનનું તાળુ તે ઉંઘ વખતે જ લાગે. જીભ તે ખાવાનું અને બેલવાનું બે કામ કરે છે. આ નાકની પણ આવી જ દશા છે. અત્તર કે ફુલની સુગંધ આવે તે નાક નાચી ઉઠે અને ન ગમે તેવી દુર્ગધ આવે તે નાક મચકોડાઈ જાય છે. પશેન્દ્રિયને પણ મનગમતા સ્પર્શ મળી જાય તે એની મઝા માણવા તૈયાર રહે છે. આ રીતે ઈન્દ્રિયોએ અત્યાર સુધીમાં અનંતા રૂપે જેયા, રસે ચાખ્યા, સુવર સાંભળ્યા, સુગંધ લીધી, ઈષ્ટ સ્પર્શ અનુભવ્યા તેમ છતાં સામે નજ વિષય ખડે થયે કે ઈન્દ્રિયે પેલી બકરીઓની જેમ એમાં મોઢું નાખ્યા સિવાય રહી શકતી નથી. માટે ઈન્દ્રિયોને જીતવા પ્રયત્ન કરે. ક્યાં સુધી ઇન્દ્રિયના વિષયના ગુલામ બનીને રહેશે? જે એના ગુલામ બનશે તે બકરીની જેમ સેટીના માર ખાવા પડશે. માટે સમજીને ઈન્દ્રિયોને આત્મા તરફ વાળો. ભવાંતરમાં આ જીવે પાંચ ઇન્દ્રિયના વિષયે ભેગવ્યા છે અને અત્યારે પણ જોગવી રહ્યો છે, છતાં તૃપ્તિ થતી નથી પણ યાદ રાખજો કે વિષ તરફથી નિવૃત્તિ લીધા વિના કલ્યાણ નહિ થાય.
આપણે તેમનાથ અને રાજેમતીના આગળના ભવની વાત ચાલે છે. ધનકુમારની સાથે ધનવંતીના લગ્ન થયા. બંને આનંદથી રહે છે. એમને ત્યાં સંસાર સુખની કમીના નથી. એક દિવસ ધનકુમાર ઘેડા ખેલાવતે ખેલાવતે અચલપુરની બહાર આવેલા ઉધાનમાં પહેચી ગયે. કેવળ ભગવાનનું આગમન -મુનિરાજ ઉપદેશ સુનાતે, વહાં પર દિયે દેખાઈ
નમસ્કાર કરી રાજકુંવર ભી, બેઠા સન્મુખ આઈ. ઉદ્યાનમાં ધનકુમારે એક પંચ મહાવ્રતધારી મુનિરાજને દેશના આપતાં જોયા. એ જઈને હૈયું હરખાઈ ગયું. અહો! કે ભાગ્યવાન છું કે આ જંગલમાં મને પવિત્ર સંતના દર્શન થયા. તરત ઘોડા ઉપરથી નીચે ઉતરીને જ્યાં મુનિ ઉપદેશ દેતા હતા ત્યાં પહોંચી ગયા ને વિનયપૂર્વક વંદન કરીને ઉપદેશ સાંભળવા બેસી ગયા. આ મુનિ કેવળી ભગવંત હતા. તેમનું નામ વસુંધર સ્વામી હતું. કેવળી ભગવંત ઉદ્યાનમાં પધાર્યાના સમાચાર વનપાલકે વિક્રમધન મહારાજાને આપ્યા. આ સમાચાર મળતાં રાજારાણીના હર્ષને પાર ન રહ્યો. વનપાલકને સારી ભેટ આપીને ખુશ કરીને વિદાય કર્યો, અને ગામમાં ઢંઢેરો પીટાવ્યું કે આપણું નગરની બહારના ઉદ્યાનમાં કેવળજ્ઞાની વસુંધર સ્વામી પધાર્યા છે. જેને તેમના દર્શન અને વાણીને લાભ લે હોય તે જલ્દી ચાલે. આ અવસર ફરી ફરીને નહિ મળે, એટલે નગરજને પણ કેવળી ભગવાનના દર્શને ઉમટયા. થોડી વારમાં વિક્રમધનરાજા, ધારિણી રાણી, અને ધનવંતી તેમજ પ્રજાજને બધા મેટા સમુદાય સાથે ત્યાં પહોંચી ગયા ને બધા એક ચિત્તે કેવળી પ્રભુની વાણી સાંભળવા બેસી ગયા,