________________
-
૨૧૯
શારદા સુવાસ નાખવા તૈયાર થયે હતું. તેથી તે કરૂણુસ્વરે બચાવો-બચાવોના પિકાર કરી રહી હતી. ત્યાં તમે અહીં પચી ગયા. જો તમે અહીં ન આવ્યા હતા તે હું આ રત્નમાલાને અગ્નિમાં નાંખીને બાળી મૂકવાનું પાપ કરત. આપે મને મહાન પાપમાંથી બચાવે છે.
હે પરોપકારી પુરૂષ! મેં આપને મારે વૃત્તાંત કહ્યો. હવે આપ કેણુ છે તે મને કહો. આ સમયે સાથે આવેલા મંત્રીપુત્રે કહ્યું–આ પતે જ હરિનંદી રાજાના પુત્ર અપરાજિત કુમાર છે. આ સાંભળીને રત્નમાલાને ખૂબ આનંદ થયે. જેને માટે આટલું કટ વેઠયું તેણે જ મને બચાવી. સૂર્યકાંતને પણ ખૂબ આનંદ થશે. એ જ વખતે રત્નમાલાના માતાપિતા કીર્તિમતી રાણી અને અમૃતસેન રાજા પણ પિતાની વહાલસોયી પુત્રીને શોધતાં શોધતાં ત્યાં આવ્યા ને તેમણે મંત્રીપુત્ર પાસેથી બધી વાત જાણી એટલે તેમને ખૂબ આનંદ થયે. અહો ! આપણું પુત્રી જેને પરણવા ઈચ્છે છે તે અપરાજિતકુમાર જ અહીં આવી પહોંચ્યા છે. તે આપણે કુંવરીને અહીં જ તેમની સાથે પરણાવીએ. રાજા-રાણી બે વિચાર કરીને નગરમાંથી લગ્નની સામગ્રી મંગાવી ત્યાં ને ત્યાં રતનમાલાના અપરાજિત કુમાર સાથે લગ્ન કર્યા. પેલા સૂર્યકાંત વિદ્યાધર ઉપર રાજાને ખૂબ ગુસ્સે આવ્યા. તેથી તેને મારવા ઉડ્યા પણ દયાળુ અપરાજિતકુમારે કહ્યું–માણસ માત્ર ભૂલને પાત્ર. તેણે ભૂલ કરી છે પણ હવે તેને ભૂલને ખૂબ પશ્ચાતાપ થયે છે. હવે એ ભૂલ નહિ કરે. માટે તમે એને મારશે નહિ.
જુએ, આનામાં કેટલી કરૂણા છે! પહેલાં ચેરને બચાળે પછી કન્યાને બચાવી અને ત્રીજા વિદ્યાધરને પણ બચાવે. રાજારાણીએ પિતાની પુત્રીને ઘણે કરિયાવર આપે. લગ્નવિધિ પૂરી થયા પછી
સાસુ સસુર કહે કુંવર સાહબ કે, ચલે હમારી લાર,
કહે કુમાર મૌકા હાને પર, આઉગા કઈ બાર, સાસુ સસરા અપરાજિતકુમારને કહે છે આપ હવે રથનુપૂરમાં અમારી સાથે પધારે, ત્યારે કુંવરે કહ્યું કે અત્યારે તે ઘણે દૂર દૂર જાવું છે માટે અત્યારે હું નહિ આવી શકું. અને આપની આ પુત્રીને પણ હમણું આપને ત્યાં જ લઈ જાવ. હું પર્યટન કરીને
જ્યારે મારી નગરીમાં પહોંચીને સંદેશ મોકલાવી ત્યારે આપ રત્નમાલાને લઈને આવજે ને હું પણ ફરીને કેઈ વાર આપને ત્યાં આવીશ. એમ કહીને બને કુમારે રાજાની રજા લઈને ત્યાંથી આગળ વધ્યા. તે વખતે સૂર્યકાંત વિદ્યાધરે રનમણી અને મૂળીયું અપરાજિત કુમારને આપ્યા ને તેમાં શું શું ગુણ છે, તેને પ્રવેગ કેવી રીતે કરે તે બધી વિધિ બતાવી, અને એક વેશ બદલવાની ગુટિકા પ્રધાનપુત્રને આપી, પછી સૌ એકબીજાની વિદાય લઈને ત્યાંથી છૂટા પડયા. રાજા, રાણી અને રત્નમાલા રથનુપૂર ગયા. વિદ્યાધર એના નગરમાં ગયે.