________________
૨૫૮
શારદા સુવાસ
પર જિનસેના મહારાની, કરતી મુઝસે દ્વેષ,
કભી પ્રેમસે નહી બેલતી, યહ લગતી મુઝે ઠેસ. હે સ્વામીનાથ ! હું શું વાત કરું? હું જિનસેના મહારાણીના મહેલે ઘણીવાર જાઉં છું. મોટી બહેન મોટી બહેન કહીને હું તેમના પગમાં પડું છું, પણ એ તે મારા સામું જેતા નથી. એ મને કદી એમ નથી કહેતી કે બહેન ! તું આવી ? મારી પાસે બેસ, પણ હું તે મારા વડીલ બહેન સમજીને જાઉં છું છતાં એ મારા ઉપર છેષ રાખે છે. હું એને નજરે દીડી પણ ગમતી નથી, અને એ મને મારી નાંખવાના કાવત્રા શેઠે છે. હે નાથ ! એ જિનસેના મને બહુ દુઃખ આપે છે. મને પરણીને આવ્યા આટલા વર્ષો થઈ ગયા પણ મેં કદી આપને આવી વાત કરી નથી પણ મૂંગે મેઢે બધું સહન કર્યું છે, પણ હમણાં હમણાં તે એણે મર્યાદા છોડી દીધી છે. મારે માટે જે કરે છે તે તે હું સહન કરું છું પણ જ્યારે જ્યારે હું એની પાસે જાઉં છું ત્યારે તે આપની નિંદા જ કરે છે. મારા શરીરના કદાચ બે ટુકડા કરી નાંખશે તે તે હું સહન કરી લઈશ, પણ આપના અવર્ણવાદ બોલે તે મારાથી સહન નહિ થાય. તમે તે કઈ દિવસ એનું વાંકું બોલતા નથી, પણ એ તે પેટ ભરીને આપનું વાંકું બેલ્યા કરે છે. કેણ જાણે એને શું થઈ ગયું છે તે જ મને તે સમજાતું નથી. ખૂબ વિચાર કરતાં મને એમ લાગે છે કે તમે મારા ઉપર આટલે બધે પ્રેમ રાખે છે તે એને ગમતું નથી. એ જ એને ઈર્ષ્યા આવી ગઈ છે. રત્નાવતીની વાત સાંભળીને રાજાએ કહ્યું કે હે રત્નાવતી ! તું જે કહે છે એવી જિનસેના નથી એ ખૂબ પવિત્ર છે ને પતિવ્રતા છે. મને આ તારી વાત માનવામાં આવતી નથી. આ પ્રમાણે રાજાએ કહ્યું હવે રનવતી રાજાને શું કહેશે ને રાજા શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૨૯ શ્રાવણ સુદ ૧૧ ને સોમવાર
તા. ૧૪-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની મહાન પુરૂષે કહે છે કે હે જીવાત્માઓ ! અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે છતાં તેને થાક લાગે છે ખરે?
જ્યાં સુધી જીવને કેઈ જાતનું જ્ઞાન ન હતું ત્યાં સુધી સંસારમાં અથડા ને પરિભ્રમણ કર્યું પણ હવે આર્યદેશ, ઉત્તમકુળ અને જૈન ધર્મ મળે, તેમાં પણ સદ્દગુરૂને યોગ મળે, ગુરૂના મુખેથી વીતરાગવાણું સાંભળવા મળી છતાં જીવને હું ને મારું છૂટતું નથી. વધુ શું કહું, અનંતકાળથી જીવ પરિભ્રમણ કરે છે તે શું કયારેક કેવળ ભગવાનને ભેટે નહિ થયે હોય? કેવળી ભગવાનની વાણી નહિ સાંભળી હોય? બધું જ કર્યું હશે. કેવળી ભગવાનના સસરણમાં ગયે, દર્શન કર્યા ને એમના મુખેથી વાણી સાંભળી છતાં