________________
શારદા સુવાસ
૨૭૨
છે? તુ એને નથી ખેલાવતી તે એ કયાં તારી પાસે આવે છે? એક ખૂણામાં પડી રહે છે. પણ પત્ની માનતી નથી. રાજ કકળાટ થવા લાગ્યા. એટલે પિતાએ બદલી કરીને ખીજે જવાનું નક્કી કર્યુ. પિતાએ અરૂણુાને બાથમાં લઈને કહ્યું-બેટા ! તું મને બહુ વહાલી લાગે છે પણ શુ કરુ? તરી ખા આગળ મારું કઈ ચાલતુ નથી, અને ઘરમાં રાજ કકળાટ થાય છે માટે અમે કાલે ખીજે ગામ જવાના છીએ. તારી સાથે નોકરડી મુકુ છુ. તું અહીં રહેજે. બેટા ! રડીશ નહિ. હું તને પત્ર લખીશ તારા બધા ખર્ચ મોકલીશ, છોકરી ગળગળી થઈને કહે છે બાપુજી! શું મારે એકલીને જ રહેવાનું ? મને મારા ભાઈ બહેન કાઈ નહિ મળે ? પિતા કહે છે બેટા ! તને તારી સ્કુલમાં તારા જેવી ઘણી છેકરીએ મળી જશે.
ભગવાન પાસે પાકાર કરતી અરૂણા' : અરૂણા આ સાંભળીને ઢગલે થઈને ઢળી પડી. એ ભગવાન ! તું મને લઈ જા. શા માટે મને જીવાડે છે ? અરેરે.... મને ઘરમાં એકલી મૂકીને જાય છે તે કરતાં તારે ઘેર આવવું શું ખાટું ? બેલ ભગવાન ! તું તો રાખીશ ને ? તેનો કલ્પાંત જોઈને પિતાનું હૈયું તૂટી પડથુ બેટા ! આવુ' ન ખાય. ભગવાન તને સુખી કરશે. બેટા ! હવે તુ' કહે તેમ કરું. બાપુજી ! તમે રડશેા નહિ, હું રહીશ. ત્યાંની શિક્ષિકાષહેનને ભલામણ કરી કે મારી અરૂણાને ખુબ સાચવજો ને ભણવો એને માટે જે જોઈશે તે હું મેલાવીશ. એને ઘેર ન ગમે તા તમે તમારા ઘેર લઈ જજો. ત્યારબાદ મા—માપભાઈ બહેનો બધા ગયા. હવે અરૂણા રહે છે ને પિતાના પત્રની રાહુ જોવે છે. પણ પત્ર નથી આવડે તેથી વિચાર કરતી કે મારા બાપુજી તેા કહેતા હતા કે હુ' તને પત્ર લખીશ. એ પણ ભૂલી ગયા લાગે છે. સરનામું પણ આપ્યું નથી. એટલે હુ. કાં પત્ર લખુ` ! છ મહિને એના પિતાના પત્ર મળ્યે, તે વાંચીને ખુશ થઇ ગઇ. પિતાજીએ પત્રમાં લખ્યું હતુ` કે બેટા ! હું તને ભૂલ્યે નથી પણ તારી મમ્મીના કકળાટથી પત્ર લખ્યા નથી. બેટા! હું આવીશ ત્યારે તારે માટે બધુ લાર્વીશ તું મને પત્રના જવાખ ન લખીશ. તેથી અરૂણા પત્ર લખી શકતી નથી, અ.મ કરતા પરીક્ષાના દિવસેા આવ્યા. સૌ કહેવા લાગ્યા કે પરીક્ષા પતશે એટલે અમે ખાપુજીના ઘરે, મામાના ઘરે જશુ', કેાઈ કહે અમે ફરવા જશું. આથી મને થયુ· કે મારા માટે કોણ ?મને તેા સેાનાપુર લેવા આવે તે ભલે. આમ કરતાં ખૂબ રડે છે.
શિક્ષિકા બહેન કહે તારા મા બાપુજી છે ત્યાં તારે જવાનુ હશે કેમ ખરું ને? ત્યાં તેા હૈયાફાટ રડી બેભાન થઈને પડી ગઇ. બહેન સમજી ગયા કે આને ત્રાસ લાગે છે. તેથી બહેને એકાંતમાં બેસાડીને બધી વાત પૂછી પણ અરૂણા ખેલતી નથી. છેવટે ખૂબ સમજાવી ત્યારે દિલ ખોલીને બધી વાત કરી, અને બહેનના ખેાળામાં માથું મૂકીને ખૂબ રડી પડી. બહેને માતાની જેમ વડાલભર્યાં હાથ એના માથે મૂકયે ત્યારે એને જાણે