________________
૨૭૪
શારદા સુવાસ કેવા દુઃખ દીધા! એના સામું પણ ન જોયું. મેં તે એને ઘરમાંથી કાઢી મુકીને ઝુંપડીમાં રાખી છતાં એ મારી સેવા કરવા હાજર થઈ ગઈ હું તો એનાથી પણ કદરૂપી બની ગઈ છું. હવે મારી માતા માટે ત્યાગ કરી દે તે કેવું દુઃખ થાય ? એનું હૃદય પલ્ટાઈ ગયું ને દીકરી કહીને વળગી પડી. અરૂણા પ્રેમથી માતાની સેવા કરતી ને પ્રભુને પ્રાર્થના કરતી કે હે પ્રભુ! મારી માતાને બચાવી લેજે ને બધું મટાડી દેજે. એની અંતઃકરણપૂર્વકની સેવા અને પ્રાર્થના ફળી. માતાને રસી સૂકાઈ ગઈ ને એકદમ સાજી થઈ ગઈ ત્યારે અરૂણુએ માતાના મેળામાં માથું મૂકીને કહ્યું. બા! તારી સેવા કરતાં મારાથી તને કંઈ દુઃખ થયું હોય તે હું ક્ષમા યાચું છું. ત્યારે માતાએ કહ્યું. બેટા ! ક્ષમા તે મારે તારી માંગવાની છે. હું તને અભાગણી કહેતી હતી, તેને કાઢી મૂકતી હતી પણ ખરેખર અભાગણી તે હું જ છું. તું કાળી હતી તેથી તારી હું ધણ કરતી હતી. મેં તને સતાવીને કેવા કર્મો બાંધ્યા! તેનું ફળ મને અહીં જ મળી ગયું. મારા કર્મો મને તારાથી પણ ડબલ કદરૂપી બનાવી દીધી. હવે તે તું મને શ્વાસપ્રાણુ વહાલી છે. એમ કહીને દીકરીને ભેટી પડી. હવે બધા આનંદથી રહેવા લાગ્યા. અરૂણાના પિતાજીને પણ ખૂબ આનંદ થયે.
બંધુઓ ! આ દષ્ટાંતથી આપણે તે કર્મની વાત સમજવી છે. જુઓ, મનુષ્યભવમાં પણ કર્મરૂપી બ્રિટીશ જીવને કેવા ત્રાસ આપે છે ! ને જીવ કેવા દુઃખ ભોગવે છે. આપણા જૈનદર્શનમાં આત્માની સ્વતંત્રતાને મહત્વ આપવામાં આવ્યું છે. આત્માની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ તે જાણે છે? અવિરતિમાંથી વિરતીમાં આવવું જોઈએ. વિરતિ દ્વારા આવતા કર્મો અટકે છે અને જુના કર્મોને ક્ષય કરવા માટે છ પ્રકારે બાહા અને છ પ્રકારે આત્યંતર એમ બાર પ્રકારને ભગવંતે તપ કહ્યો છે. તેની આરાધના કરવી જોઈએ. તપશ્ચર્યા કરવાથી પુરાણું કર્મોને ક્ષય થાય છે. આ રીતે સંવર અને તપ રૂપી ધર્મની આરાધના કરવાથી અનંતકાળથી આત્મા ઉપર લાગેલા કમે દૂર થતાં જિનેશ્વર પ્રભુની આજ્ઞાનું પાલનથી આત્માને પિતાનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે, અને જન્મ મરણની ગુલામીની જંજીરે તૂટી જાય છે. આપણે ત્યાં કર્મની જંજીરેને તેડી આત્મિક આઝાદી મેળવવા માટે ઘણાં તપસ્વીઓ તૈયાર થયા છે. તમારે બધાને પણ સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હોય તે તપશ્ચર્યા કરવા તૈયાર થશે.
હવે મૂળ વાત અધિકારની કહું. કુબડાના રૂપમાં આવેલા અપરાજિતકુમારે બે પ્રશ્નોના જવાબ આપ્યા. હવે ત્રીજો પ્રશ્ન એ છે કે દુનિયા કઈ છે? એના જવાબમાં કહે છે કે દુનિયા તે જ્યાં દિલ એક છે ત્યાં છે. ઘરમાં પાંચ માણસે હોય પણ દરેકના વિચારે જુદા હાય, દિલમાં એક્તા ન હોય તે તે દુનિયામાં નથી પણ દુનિયાથી જુદા છે. જ્યાં દિલ એક છે ત્યાં દુનિયા છે. જેમ દૂધમાં સાકર ભળી જાય છે પછી જુદી પડતી નથી, દૂધમાં પાણી નાંખીને ચૂલે ચઢાવવામાં