________________
શારદા સુવાસ
૨૦૪
માતાના પ્રેમ ન મળતા હાય ! એમ લાગ્યુ. બહેને સમજાવીને કહ્યું, બેટા! તુ... ચિંતા ન કરીશ. તને તેડવા જરૂર તારા ખાપુજી આવશે. વેકેશન પડવાનો સમય થતાં પિતાએ કહ્યું. અરૂણાને મહિના લઈ આવું, ત્યારે એની પત્ની શીલા કહે છે એ અભાગણી મારા ઘરમાં ન જોઈએ. શેઠ કહે છે અરેરે....તુ વિચાર કર એ છેકરી એકલી રહી છે. અકળાઈ ગઈ હશે. તેને રજામાં આવવાનું મન થાય ને! ત્યાં તે વાઘ હૂકે તેમ પત્ની ધડૂકી.
છેવટે પિતા અરૂણા પાસે આવે છે. અરૂણા બાપને જોતાં કેટે વળગી પડી છે. ખાપુજી આવ્યા ! મારી મમ્મી, માખા, એબી બધા મઝામાં છે ને? એમને ન લાવ્યા? ભલે, હું આવીશ. બાપુજી ! મને મારી મમ્મી બહુ યાદ આવે છે. દીકરીના શબ્દો સાંભળતાં ખાપ પ્રૂમ રડે છે. ચાર દિવસ રહી દીકરીને બધું લાવી આપ્યું ને ચાર દિવસ ફરવા લઇ ગયા ને પછી મિત્રના ઘરે મુકી અને વેકેશન પૂરુ થતાં પોતાના ઘરે નેાકરડી સાથે રહેવા લાગી. હવે તા ભણીગણીને ખૂબ તૈયાર થઇ છે. સમજણી ખૂખ છે. પેાતાના ક્રર્માના દોષ કાઢતી ધર્મધ્યાન પણ કરે છે. આમ કરતા આ વર્ષે પૂરુ' થયું. પરીક્ષાનુ' છેલ્લું. પેપર લખીને ઘેર આવી ત્યાં પિતાનો પત્ર આવ્યા કે બેટા અરૂણા ! તારી પરીક્ષા પૂરી થાય એટલે તરત જ તુ ત્યાંથી નીકળીને ઘેર આવી જજે, હું' તને હૅવા સ્ટેશને આવીશ, પણ તું આવવામાં વિલંબ કરીશ નહિ કારણ કે તારી મમ્મીને ખૂબ જ ભારે માતાજી નીકળ્યા છે, તે હાસ્પિતાલમાં છે. આ સાંભળીને એનુ હૈયુ. ભરાઇ આવ્યું, અડે। મમ્મી ! તું માંદી થઈ ગઈ! મારા ભાઈ બહેન શુ' કરતા હશે ? જલ્દી જાઉં, તરત જ જે ટ્રેઈન મળી તેમાં રવાના થઈને ઘેર આવી, ઘરનું. બધુ... કામકાજ કરવા લાગી એના પિતાજીને પૂછે છે કે હું... હાસ્પિતાલમાં જાઉં ? એના પિતાએ કહ્યું. બેટા ! જવામાં મઝા નથી ત્યારે કહે છે કે પિતાજી! મારી ખા આટલી બધી ડેશન થતી હોય ને હુ" ખબર કાઢવા પણ ન જાઉ તા કેવું લાગે? મને જવા દો, એમ કહીને હાસ્પિતાલમાં ગઇ.
માતા તે। પડખુ વાળીને સૂતી હતી. એનું માઢું આખું ખળીયામાં રસી થવાથી જોવાય નહિ તેવું થઈ ગયુ` હતુ. અરૂણા કહે. ખા ! હું આવી ગઈ છું. તું ચિંતા ન કરીશ. ખા ! તને ખૂબ પીડા છે પણ માતા તા ખેલતી જ નથી, ત્યારે છેવટે અણ્ણા ધ્રુજતી ધ્રુજતી તેની પાસે ગઈ ને કહ્યું મા ! ત્યારે કહે છે જોને....મારુ માતુ કેવું કદરૂપુ' બની ગયું છે! પણ એમ નથી કહેતી કે બેટા ! તુ આવી ? આટલી ખબી વેદનામાં પણ એને પાતે કેવી કદરૂપી થઈ ગઈ છે તેનું દુ:ખ થાય છે. એટલે મરૂણાએ ધીમે રહીને કહ્યું. ખા ! તું ભલેને કદરૂપી બની ગઈ પણ તારી ખા તારો ત્યાગ નહિ કરે.
બંધુએ ! આ શબ્દોમાં અરૂણાએ એની માતાને કંઈ કહ્યુ ? સમજે તો ઘણુ ક્ડી દીધુ. આ શબ્દે કોઈ જાદુ કર્યું. અહા ! મેં મારા રૂપના અભિમાનમાં આ દીકરીને
શા. સુ. ૧૯