________________
૨૮૪
શારદા સુવાસ છે હે રત્નાવતી! જરા સંભાળીને બેલ. તું મારી નજર સમક્ષ મારા ધર્મના અવર્ણવાદ ન બેલ. મારાથી સંભળાતા નથી. શું ધર્મ માણસને દુઃખ આપે છે? બિલકુલ નહિ. મને મારા કર્મો દુઃખી બનાવી છે. ધર્મો નહિ. સમજીને? આ પ્રમાણે જિનસેના મગરૂરીથી બેલી એટલે રનવતી કહે છે ભિખારણ બનીને ભીખ માગવાનો વખત આવ્યો તે પણ સમજતી નથી. એનામાં કેટલે પાવર છે! મહારાજાની સામે કેવા અભિમાનભર્યા શબ્દોથી બેલે છે? બસ, હવે તે તારી દયા ખાવા જેવી જ નથી. આમ કહી રત્નાવતીએ પિતાની દાસીએને કહ્યું. હે દાસીઓ ! તમે આ જિનસેના રાણીના આભૂષણે ઉતારી લે. આ સારા વસ્ત્રો ઉતારીને ફાટેલા કપડા પહેરાવી દે અને આ મહેલમાંથી નીચે ઉતારીને જ્યાં કઈ માણસ ન હોય એવા ભયંકર જંગલમાં મૂકી આવે. આ પ્રમાણે કહ્યું એટલે એની દાસીએ જિનસેનાના શરીર ઉપરથી દાગીના ઉતારવા લાગી તે કઈ એના વસ્ત્રો ખેંચવા લાગી. એટલે જિનસેનાની દાસીઓ ને સખીઓ કાળે કલ્પાંત કરવા લાગી.
રાણુના વસ્ત્ર-દાગીના ખેંચતા દાસીઓએ કરેલ પોકાર" :-રાજમહેલમાં આનંદને બદલે હાહાકાર મચી ગયે. જિનસેનાની દાસીઓ, સખીઓ અને નોકરચાકરે - બધા મોટેથી રડવા લાગ્યા. ડે..દોડો..આ તે ધમષ્ઠ મહારાણી ઉપર કાળો કેર વર્તાઈ રહ્યો છે. રત્નાવતીની દાસીએ એના કપડા ને દાગીના ઉતારી લે છે. કેઈ તે એમને કે. માણસની આ કારમી ચીસે સાંભળીને ઘણાં માણસો દેડી આવ્યા ને મહેલ પાસે માણસનું મોટું ટેળું ભેગું થયું. જિનસેનાની દાસીઓ કહે છે અરેરે....મહારાજા ! આપ તે ખૂબ દયાળ છે ને આજે અમારા મહારાણી પ્રત્યે આટલા બધા નિર્દય કેમ બની ગયા છે? અત્યારે તમે આ નવતીને ચઢાવ્યા ચઢી ગયા છે પણ પછી તમને પસ્તાવો થશે આવી રાણી મળવી મુશ્કેલ છે. આ રાણી તમારા રાજ્યનું રત્ન છે. મહારાણી સાહેબ કેવા દયાળુ છે કે જે મારા નગરમાં કે મહેલમાં કઈ ભૂખ્યું તે નથી રહેતું ને? બધી તપાસ કરીને પછી જમે છે. એવા પવિત્ર રાણીને જંગલમાં મોકલીને પછી પસ્તાશે. આ પ્રમાણે જિનસેનાની દાસીએ, સખીઓ અને નગરજને બધા રાજાને કહે છે ત્યારે બીજી તરફ રતીની દાસીઓ જિનસેનાના વસ્ત્રો અને આભૂષણે ઉતારે છે.
જિનસેનાએ સ્વયં ઉતારેલા દાગીના ને વસ્ત્રો”: જિનસેના કહે છે બહેન! તમારે ઉતારવાની તકલીફ લેવાની જરૂર નથી. હું જાતે જ દાગીને ઉતારી આપું છું, એમ - કહીને રાણીએ એક પછી એક દાગીને ઉતારીને દાસીઓને આપ્યા ને કહ્યું- મને જનામાં જુના હલકા વસ્ત્રો આપે. એટલે દાસીઓ એ જુના ફાટેલા કપડા આપ્યા તે પહેરી લીધા ને સારા વસ્ત્રો આપી દીધા. પટ્ટરાણી પદની મુદ્રિકા બધું જ ઉતારીને આપી દીધું, પછી દાસીઓ કહે છે કે મહારાણી ! હવે આ મહેલ પણ છોડે પડશે. જિનસેના કહે છે હું મહેલ પણ છેડી દઈશ. છેલ્લે મહેલના પગથિયા ઉતરતાં મહારાજાને પ્રણામ કરીને કહે છે