________________
૨૮૨
શારદા સુવાણ
વ્યાખ્યાન નં. ૩૨ શ્રાવણ સુદ ૧૪ ને ગુરૂવાર
તા. ૧૭-૮-૭૮ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, ત્રિકાળદશ, સર્વજ્ઞ ભગવંતની જે વાણી તેનું નામ આગમ. આગમની વાણ ઝીલવા માટે સૌથી પ્રથમ જીવનમાં નમ્રતા લાવવાની જરૂર છે. છેક નિશાળે જાય છે ત્યારે તેના ટીચર પહેલા પાટી સાફ કરાવે છે ને પછી લખવા શીખવાડે છે તેમ તમે પણ ઘર છોડીને અહીં વીતરાગ વાણી સાંભળવા આવ્યા છે તે સૌથી પહેલાં હૃદયરૂપી પાટી ઉપર ચૂંટેલી મલીનતાને દૂર કરી સ્વચ્છ બને તે વીતરાગ વાણી તમારા હૃદય ઉપર બરાબર અંકિત થઈ જશે, ને તમને ધર્મને રંગ લાગશે. વીતરાગવાણીના ભાવને બરાબર સમજવા હોય તે કાને પાતળા પાડવા પડશે, કારણ કે જીવને સંસારમાં રઝળાવનાર કોઈ હોય તે ચાર કષાય છે. ભગવાન કહે છે હે ! “અમે જત્તર હોતો, રૂત્તો દિયમપૂજો ” જે તમે તમારા આત્માનું હિત ચાહતા હે તે ચાર દેનું વમન કરે એટલે ત્યાગ કરો. જ્યાં સુધી કષાને ત્યાગ નહિ કરે ત્યાં સુધી આત્મા વિશુદ્ધ બનશે નહિ, અને ભવભ્રમણ ટળશે નહિ. ચાર કષાયે કઈ છે એના નામ તે તમે જાણે છે ને? બેલે (સભામાંથી અવાજ : ક્રોધ, માન, માયા અને લેભ) નામ તે બરાબર આવડ્યા. આ ચાર કષાયમાં ક્રોધ એ તે. ખુલ્લી કષાય છે. કેઈને ક્રોધ આવે તે આપણે જોઈ શકીએ છીએ કે આ માણસ ક્રોધી છે. ક્રોધ કષાય વ્યક્ત છે. માન-માયા અને લેભ એ પણ કષાય છે. માન અને માયા એ બંને મીઠા પોઈઝન છે. ઝેરની ગેળી ઉપર સાકરનું પડ ચઢાવી દે તેથી કંઈઝેર મટી ગયું ? “ના.” ઉપરથી મીઠાશ છે પણ અંદર તે ઝેર જ છે ને? ભલે ખાવામાં મીઠું લાગ્યું પણ ઝેર એટલે ઝેર જ છે. એને ખાધા પછી કઈ જીવતું રહે નહિ. માન-માયા, અને લેભ ભલે દેખાય કે ન દેખાય પણ એ કષાય જ છે. જ્ઞાની પુરૂષે કહે છે કે
शभांबुभिः क्रोध शिखी निवार्यर्ता, नियम्पतां मानमुदारमा ।
इयं च मायाऽऽर्जवतः प्रतिक्षणं निरिहतां चाश्रय लोभशान्तये ॥
હે આત્મન ! શાંત ભાવ રૂપી જળથી ક્રોધરૂપી અગ્નિને તું ઠારી નાખ તથા ઉદાર મૃદુપણાથી માનને તું નિયમમાં રાખ, આર્જવતાથી કપટને નાશ કર અને લેભની શાંતિ માટે તું નિર્લોભતાને આશ્રય કર. તે તું જરૂર શુદ્ધ, સ્વચ્છ અને પવિત્ર બની જઈશ.
કષના કચરાને દૂર કરવા માટે મહાન પુરૂષએ આપણને કેવા સુંદર ઉપાય બતાવ્યા છે, પણ જીવને કચરો સાફ કરવાની જિજ્ઞાસા જાગી નથી એક વાત તે તમે સમજે છે ને કે ઉંચે જવા માટે હળવું બનવું જોઈએ. ટ્રેઈનમાં મુસાફરી કરનારને જેટલું વજન લઈ જવું હોય તેટલું લઈ જવાય છે પણ પ્લેનમાં મુસાફરી કરનારને વજન લઈ જવાની