________________
શિારદા સુવાસ નાથ! અત્યાર સુધીમાં મારાથી આપને દુઃખ થયું હોય તે ક્ષમા માંગુ છું. આ દાસીને ક્ષમા કરે.
“ક્ષમા માંગતી મહારાણું અને આંસુ સારતા લકે”? પછી રત્નાવતી પાસે જઈને કહે છે તે મારી વહાલી બહેન ! તેં મને ધર્મારાધના કરવાનો મોકો આપે છે. હવે જંગલમાં જઈને સ્વતંત્રતાપૂર્વક વિશેષ ધર્મ કરીશ. બહેન ! તારે તે હું એટલે ઉપકાર માનું તેટલે ઓછો છે. બંધુઓ! સમ્યગૃષ્ટિ આત્મા કેઈને દેષ દેતા નથી. એની દષ્ટિ ગુણગ્રાહી હોય છે એટલે એ દુઃખમાંથી સુખ શોધે છે. સુખમાં તે સૌ સુખ શોધે છે પણ જે દુખમાંથી સુખ શોધે એ જ સાચે માનવ છે. આ બધું કરાવનારી રત્નાવતી છે એ જિનસેન જાણે છે છતાં એમ ન કહ્યું કે રનવતી ! તે જ આ બધું કરાવ્યું છે, પણ કેવા સુંદર શબ્દો કહ્યા ! કે તેં મને ધર્મ કરવાની તક આપી. બંને સારા રાજાઓની દીકરીઓ છે છતાં દષ્ટિમાં કેટલે ફરક છે! એક જ ખેતરમાં દાડમ, સંતરા, મોસંબી, સફરજન વિગેરે સ્વાદિષ્ટ ફળકુલ પાકે છે ને કાંદા-લસણ વિગેરે પણ પાકે છે, પણ બને ચીજોના ગુણમાં કેટલે ફેર હોય છે. તેમ આ બંને ખાનદાન કુળની રાજપુત્રીઓ છે છતાં બન્નેના સ્વભાવમાં કેટલે ફરક છે. એક ભૌતિક સુખની ભિખારણ છે અને એક આત્માના સુખની પ્યાસી છે. રાણી રાજાને નમસ્કાર કરીને રનવતીને ઉપકાર માનીને મહેલના પગથિયા ઉતર્યા. ત્યાં તે લેકેના ટોળાએ કકળ કરી મૂકી અને આડા હાથ ધર્યા. મહારાણી ! આપને નહિ જવા દઈએ. રાણીના શરીર ઉપર ફાટલ તૂટલા વસ્ત્રો જોઈને જનતાના હૃદય રડી ઉઠયા. અહે! આપણી માતાસમાન પવિત્ર રાણીની આ દશા ! એ પવિત્ર પિતાસમાન મહારાજા ! આપને આવી બુદ્ધિ કેમ સૂઝી? આવી પવિત્ર ગર્ભવતી રાણીને જંગલમાં એકલો છે? અરેરે. અમારા બધાની પુન્નાઈ ખૂટી ગઈ લાગે છે. નહિતર આ પવિત્ર માતાને જંગલમાં ન મેકલે. ખરેખર, આવા રાણીસાહેબ જગતમાં શેધ્યા નહિ મળે. આમ કહીને સૌ ધારા આંસુએ રડે છે.
જેમ જેમ જાણ થઈ તેમ ગામના લેકે આવવા લાગ્યા. તેમજ મોટા માણસે દોડતા પ્રધાન પાસે જઈને અરજ કરવા લાગ્યા કે હે પ્રધાનજી ! જલદી આવે. આપણું પવિત્ર મહારાણીના માથે બેટો અન્યાય થઈ રહ્યો છે. રાજા એમને જંગલમાં મોકલવા ઉઠયા છે. તે આપ જલ્દી ચાલે ને રાજાને આ કાર્ય કરતા અટકાવે. જુઓ, પ્રજાને પણ રાણી પ્રત્યે કેટલું માન છે! સૌ રાણીને માટે પ્રાણ આપવા તૈયાર થયા છે. બધા એકી અવાજે બેલે છે કે રાજા અમને ફાંસીની શિક્ષા આપશે તે અમે ફાંસીએ ચઢવા માટે તૈયાર છીએ પણ અમારી પવિત્ર માતા સમાન જિનસેના મહારાષ્ટ્રને અમે જંગલમાં નહિ જવા દઈએ. આ પ્રમાણે પ્રજાએ સત્યાગ્રહ કર્યો છે. હવે પ્રધાન પંચને લઈને આવશે ને રાજાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.