________________
શારદા સુવાસ બોધ કુમારે રાજા-રાણીને પ્રણામ કર્યા એટલે રાજા-રાણી તેને પણ પ્રેમથી ભેટી પડયા. ત્યાર બાદ બધી વહુઓ સાસુ-સસરાના ચરણમાં નમી એટલે વિમલબેધકુમારે બધાને પરિચય આપે. બધી પુત્રવધૂઓને જોઈને રાણીને ખૂબ આનંદ થયે, પછી વિમલબેધની પત્નીને જોઈને રાણીએ પૂછ્યું કે આ કેણ છે? ત્યારે પ્રીતિમતીએ કહ્યું. એ મારા પિતાના પ્રધાનની પુત્રી અને વિમલબેધની પત્ની છે. દરેકને મળ્યા પછી મહારાણુએ પુત્રવધૂઓ તથા વિમવની પત્ની બધાને માથે હાથ મૂકીને અખંડ સૌભાગ્યવંતા રહે એવા અંતરને આશીર્વાદ આપ્યા, અને અપરાજિત કુમારની સાથે આવેલા બધા રાજાઓ તથા સૈન્યને હરિનંદી રાજાએ સત્કાર કર્યો ને મહેલમાં ઉતાર્યા, પછી વિમલબોધ કુમાર પણ પિતાની પત્નીની સાથે પોતાને ઘેર આવ્યું. પ્રધાન પિતાના પુત્રને પ્રેમથી ભેટી પડે, અને માતાએ પુત્રવધૂને ખોળામાં બેસાડીને આશીર્વાદ આપ્યા. આ રીતે સૌ આનંદથી રહેવા લાગ્યા. રાજાઓ તથા સૈન્ય સૌ રજા લઈને ત્યાંથી ગયા.
અપરાજિત કુમારના માતા-પિતાએ પૂછ્યું. દીરા ! તમે બંને અહીંથી ઘેડ ખેલાવવા માટે ગયા પછી શું શું બન્યું તે અમને કહે. એટલે કુમારે સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને માતા-પિતાને ખૂબ આનંદ થયે. અપરાજિત કુમારને સૂર અને સેમ નામના બે નાના ભાઈઓ હતા. જે પૂર્વભવમાં પણ મને ગતિ અને ચપલગતિ નામના બે ભાઈઓ હતાં. તે નાના ભાઈઓને પણ મોટાભાઈના આવવાથી આનંદનો પાર ન રહ્યો.
હવે હરિનંદી રાજાને લાગ્યું કે અપરાજિત કુમાર રાજ્યને કારભાર સંભાળે તે હોંશિયાર ને બહેશ બની ગયું છે, માટે મારે આમાનું કલ્યાણ કરવા દીક્ષા લેવી જોઈએ. એમ વિચાર કરીને રાજાએ પ્રધાનને બેલાવીને કહ્યું–હવે મારે દીક્ષા લેવી છે તે આપણે અપરાજિત કુમારને ગાદીએ બેસાડીએ, ત્યારે પ્રધાને કહ્યું કે સાહેબ ! હું પણ આપની સાથે દીક્ષા લઈશ. રાજાએ કહ્યું-ભલે, તે અપરાજિત રાજા બનશે અને વિમલબોધ એને પ્રધાન બનશે. આ રીતે નકકી કરીને રાજા અને પ્રધાને પિતાના પુત્રોને બેલાવ્યા, અને દીક્ષા લેવાની ઈચ્છા પ્રદર્શિત કરી. બંને પુત્રોએ કહ્યું–પિતાજી ! અમે આટલાં વર્ષો તે બહાર રહી આવ્યા. અમને આવ્યા છેડા વર્ષ થયા ત્યાં આપ દીક્ષા લેવાની ક્યાં વાત કરે છે? હમણાં નહિ. થડા વખત પછી દીક્ષા લેજે, ત્યારે રાજા અને પ્રધાને કહ્યું- હે પુત્રે ! કાલની કેને ખબર છે? અમે જે નિર્ણય કર્યો છે તે બરાબર છે. બંનેએ પુત્રને ખૂબ સમજાવીને દીક્ષા લીધી. હરિનંદી રાજા ખૂબ સુંદર સંયમની સાધના કરીને મેક્ષમાં ગયા ને પ્રધાન દેવકમાં ગયે.
આ તરફ અપરાજિતકુમાર રાજા બન્યા અને પ્રીતિમતી તેની પટ્ટરાણી બની. વિમલબેધ એનો મંત્રી બન્યા. અપરાજિત કુમાર ખૂબ સુંદર રીતે રાજપને વહીવટ સંભાળવા લાગ્યા. પિતાના બે નાના ભાઈએ સેમ અને સૂરને પણ અપરાજિત રાજાએ ઘણા ગામે