________________
શારદા સુવાસ એક વખત એક શ્રીમંત માણસ અમદાવાદથી મુંબઈ જતું હતું. એ જાતિને મુસ્લિમ હતે પણ ખુબ સજજન હતું. એની પાસે ધન ઘણું હતું પણ એને શ્રીમંતાઈને ગર્વ ન હતું. ગાડીમાં બેઠેલા મુસાફરો સાથે વાતચીત કરતાં એની વાણુંમાં સૌજન્યતા અને નિખાલસતા દેખાતી હતી. પિતાની પાસે ભાતું હતું તે પિતે ખાતો ને નાતીલાને ખવડાવતે. હિન્દુઓને ફળ, ફૂટ પ્રેમથી ખવડાવે છે. આવી રીતે ઉદારતા, નમ્રતા અને સરળતાથી તેણે લેકેને પ્રેમ ખૂબ સંપાદન કર્યો હતો. એટલે આ શ્રીમંતને મળવા માટે દરેક સ્ટેશને માણસે એમનું સ્વાગત કરવા અને મળવા માટે આવતા. એમની જ્ઞાતિના બધા મુસ્લીમે એમને રિવાજ પ્રમાણે “સલામ આલેકુમ” એટલે નમસ્કાર કરતાં ત્યારે આ શ્રીમંત “આલેકુમ સલામ” (પ્રાંત નમસ્કાર) એમ કહેવાને બદલે એમને એમ કહેતાં “ તુમ્હારી સલામ જા કે પહુંચા દુંગા” આ પ્રમાણે કહેતાં. આ સાંભળીને એક માણસના મનમાં ખુબ આશ્ચર્ય થયું કે “આલેકુમ સલામ” એમ કહેવાને બદલે આમ શા માટે કહેતા હશે? એણે હિંમત કરીને શ્રીમંતને પૂછ્યું કે શેઠ! તમે સલામ જવાબ આમ કેમ આપે છે?
શ્રીમતે કહ્યું. ભાઈ આ બધા મારે સત્કાર કે સન્માન નથી કરતાં ને મને સલામ નથી કરતાં પણ મારા ધનને કરે છે. આજથી દશ વર્ષ પહેલાં હું ગરીબ હતા. મારે ખાવાના સાંસા હતા, રહેવા ઘર ન હતું, આવી કંગાલ સ્થિતિમાં કઈ મને સલામ તે નહતા કરતા પણ મારી સલામની પણ જરૂર ન હતી. કેઈ મને પૂછતું ન હતું કે તું ભૂખે છે કે તરસ્ય છે? આજે મારા પુણ્યને ઉદય છે ને કાલે મારું પુણ્ય ખલાસ થઈ જાય ને કદાચ મારી લક્ષ્મી ચાલી જાય પછી મને કેઈ સલામ ન કરે. આ બધા અત્યારે મને સલામ નથી ભરતા પણ મારા ધનને સલામ ભરે છે. એટલે હું એ બધાને કહું છું કે મુંબઈ જઈને તમારા બધાની સલામ મારા ધનને પહોંચાડી દઈશ. તિજોરીમાંથી નેટના બંડલ, હીરા, માણેક આદિ ઝવેરાત, દાગીના બધું બહાર કાઢીને કહીશ કે તમને બધાએ સલામ કરી છે. કારણ કે આજે સૌ લક્ષમીને મહત્વ આપે છે, સૌ લક્ષમીને પૂજે છે, ગુણેને પૂજતા નથી. આ વાતથી સૌનું મસ્તક ઝૂકી ગયું.
આપણે ચાલુ અધિકાર અપરાજિતકુમાર જ્યારે કુબડાના વેશમાં હતું ત્યારે સૌ તેમને તિરસ્કાર કરતા હતા પણ જ્યાં ખબર પડી કે આ તે હરિનંદી રાજાને પુત્ર છે અને તેનું પરાક્રમ ને બુદ્ધિ પ્રત્યક્ષ જોયા એટલે સૌ તેની પ્રશંસા કરવા લાગ્યા. આ સમયે એક દૂતે આવીને કહ્યું હે અપરાજિત કુમાર ! હવે આપણું સિંહપુર નગરમાં પધારે. આપના વિગથી માતા-પિતા રડી રડીને રાત દિવસ વીતાવે છે, અને આપ તે મહાસુખમાં પડીને માતા પિતાને તદ્દન વીસરી ગયા લાગે છે.