________________
૨૮.
શારદા સુવાસ | મનગમતી વસ્તુની માંગણી કરતી રાણીઓ : રાણીઓએ મોકલેલે દત રાજાને શેધવા નીકળે. શોધતે શોધતે એ રાજા પાસે પહોંચી ગયે. રાજાના ચરણકમળમાં નમસ્કાર કરીને રાજાના ક્ષેમકુશળ પૂછીને ચારેય રાણીઓના ચાર પત્રે રાજાના કરકમલમાં અર્પણ કર્યા. આ સંસારમાં દરેક પુરૂષને પત્નીને અત્યંત મેહ ોય છે. આ રાજાને પણ એની રાણીઓ ખૂબ વહાલી હતી. એમનો પત્ર મળતાં રાજા ખુશ ખુશ થઈ ગયા. પહેલી રાણીએ મોતીનો હાર મંગાવ્યા છે, બીજીએ ભારેમૂલી સાડી મંગાવી છે ને ત્રીજીએ નવામાં નવી જાતના કંકણ મંગાવ્યા છે. આ બધું રાજા સમજી ગયા પણ સૌથી નાની રાણીના પત્રમાં “એક” આ સિવાય બીજું કંઈ લખ્યું જ નથી. એણે રાજાને ક્ષેમકુશળ પૂછયા નથી કે તમારા વિના મને ગમતું નથી એવું પણ નથી લખ્યું કે તમે વહેલા આવે એમ પણ નથી લખ્યું. “એક” આટલું જ લખ્યું છે તે એણે “એક” શું મંગાવ્યું હશે ? રાજાને આનો અર્થ સમજાય નહિ એટલે પ્રધાનને પૂછયું કે નાની રાણીએ પત્રમાં એક લખ્યું છે તેને ભાવ શું હશે? મને આમાં કંઈ સમજ પડતી નથી.
આપ એક જ મારે જોઈએ: પ્રધાન ખુબ ચતુર હતું. એ રાણીના પત્રને ભાવ તરત સમજી ગયો ને કહ્યું- મહારાજા ! ત્રણ રાણીઓના પત્ર કરતાં આ પત્રમાં વિશેષતા છે. અક્ષર બે છે ને શબ્દ એક જ છે પણ એમાં ભાવ ઘણાં ભર્યા છે. રાણીસાહેબે લખ્યું છે કે નાથ ! મારે આપ એક જ જોઈએ છે. આપના વિના આ મારું મનમંદિર સૂનું છે. મારું તન, મન અને ધન એ બધું આપ એક જ છે. આપ એક વહેલા પધારે ને મારા મનમંદિરને પાવન કરે. આપને સિવાય મારે બીજું કંઈ જોઈતું નથી. બધી રાણઓએ તે કંઈક ને કંઈક ભૌતિક સુખની માંગણી કરી છે પણ નાના કાણીસાહેબે “એક શબ્દ દ્વારા આપના સિવાય કંઈ જ માગણી કરી નથી. બસ, એક જ માંગણી કરી છે કે નાથ ! આપ પધારે જલદી પધારો ને મારા મન મંદિરીયામાં આપની પવિત્ર મૂર્તિની સ્થાપના કરી દાસીને પાવન કરે. ચાતક જેમ મેઘની રાહ જુએ તેમ હું આપની ૨હ જોઈ રહી છું. માટે આપ જલદી પધારી મારી વિરહ વેદનાને શાંત કરે.
રાણીના “એક” શબ્દના ગૂઢ રહસ્યને સાંભળીને રાજા રાણી ઉપર ખુશ થયા. અને તેના ઉપર પ્રેમના કુવારા ઉડવા લાગ્યા. હવે જલદી પિતાના નગરમાં જવા રાજાનું મન આતુર બન્યું, અને મનમાં વિચારવા લાગ્યા કે અહો ! નાની રાણીને મારા પ્રત્યે કેટલી બધી ભક્તિ છે. એની ભક્તિમાં કેટલી બધી નિખાલસતા છે કે કેઈ જાતની એણે માંગણી કરી નથી. રાજાએ ત્રણ રાણીઓએ જે ચીજો મંગાવી હતી તે બધી ખરીદી લીધી, તે સિવાય બીજી ઘણું ઘણું ચીજો ખરીદીને બધું કાર્ય સંકેલીને રાજા પિતાના નગર તરફ
જવા માટે ત્યાંથી રવાના થયા. છ મહિને પિતાના નગરમાં આવ્યા એટલે પ્રજાજનેએ રિજાનું ખુબ સારી રીતે ઠાઠમાઠથી સ્વાગત કર્યું. પ્રજાજનોને ખુબ આનંદ થયો. રાજા મહેલમાં