________________
રેલું
શારદા સુવાસ જઈને રાણીઓને મળ્યા. પિતાના પતિને જોઈને ચારેય રાણીઓના હૈયા હર્ષથી નાચી ઉઠયા. રાજાએ મેટી રાણીએ મંગાવેલ મોતીને હાર એને આપે. બીજીને સાડી અને ત્રીજીને કંકણ આપ્યા. પિતે મંગાવેલી ચીજો મળતાં રાણીઓ ખુશ ખુશ થઈ ગઈ અને નાની રાણે પિતાને પ્રણપ્રિય પતિ મળતાં ખુશ થઈ ગઈ રાજા મંગાવેલી ચીજો સિવાય બીજી ઘણી ચીજ લાવ્યા હતા તે બધી સૌથી નાની રાણુને અર્પણ કરી દીધી.
બંધુઓ! જુએ, જે રાણીઓએ ચીજની માંગણી કરી હતી તેમને તે માત્ર એમની મંગાવેલી એકેક ચીજ મળી પણ જેણે માત્ર એક પતિની જ માંગણી કરી હતી, પતિના દર્શન માટે એ તલસી રહી હતી, પતિ સિવાય એણે બીજી કઈ ચીજની માંગણી કરી ન હતી તે રાજાએ એને પ્રેમના પાણીથી છલકાવી દીધી ને હજારે કિંમતી ચીજે રાણીને અર્પણ કરી દીધી, અને રાણું ઉપર રાજાને પ્રેમ વધી ગયે, કારણ કે એને મન હાર, સાડી અને કંકણ જે કંઈ કહે તે એને પતિ જ હતો. પતિમાં જ એ પોતાનું સર્વસ્વ માનતી હતી. જે દિલથી ચાહે તેને વણમાંગી ચીજો મળે છે એમાં કાંઈ નવાઈ નથી. આપણે પણ જિનેશ્વર પ્રભુની ભક્તિમાં ઓતપ્રોત બની જઈએ, પ્રભુની આજ્ઞાનું પાલન અને એની ભક્તિ સિવાય બીજું કાંઈ જ ન માગીએ તે આપણે બેડે પાર થઈ જાય. ભક્તો પ્રભુ પાસે કેવી માંગણી કરે છે ?
જો એક વેળા દર્શન પામું, જન્મ સફળ બની જાયે, જુગજુગથી જે પાતક બાંધ્યા, ક્ષણભરમાં છૂટી જાયે,
આતમ હળવે થાયે, અદ્ધર ઉડવા જાયે, ફરી કદી ના નીચે આવું, એવી પદવી ધોનેધને ઘોને દર્શન પ્રભુ ! મને એક જ વખત જે આપના દર્શન થાય તે મારું જીવન સફળ બની જાય. મારા ભાભવના બાંધેલા પાપકર્મો ક્ષણવારમાં નષ્ટ થઈ જાય અને મારો આત્મા મેક્ષના સુખે જલદી પામે. નાની રાણીને તલસાટ હતું કે નાથ ! આપ આ દાસીને જલ્દી દર્શન આપે. આપના વિના મને મહેલ મશાન જે ને શણગાર અંગાર જેવા લાગે છે, અને વસ્ત્રો બંધનરૂપ લાગે છે. આપના દર્શનથી મારું જીવન સફળ બનશે, તેમ ભક્ત પણ કહે છે હે પ્રભુ ! આપની ભક્તિ વિનાનું ને આપના દર્શન વિનાનું જીવન પ્રાણ વિનાના કલેવર જેવું છે. તારી ભક્તિ અને તારા દર્શનથી મારા ભવને બેડો પાર થઈ જશે. તમે પણ જે કંઈ પ્રભુભક્તિ કરે, ધર્મારાધના કરે તેમાં ભૌતિક સુખની ઈચ્છા ન રાખશે. આત્મકલ્યાણની ભાવના રાખજો તે આત્માનું કલ્યાણ થશે. ભૌતિક સુખે તો આજે છે ને કાલે નથી. લક્ષ્મી ચંચળ છે. આજની દુનિયા પૈસા પાછળ પાગલ છે. આજે દુનિયામાં ધનની પૂજા થાય છે પણ ગુણની પૂજા થતી નથી