________________
શારદા સુધસ
ર૭૯ લીન બની જવું જોઈએ. સાગરને તરવા માટે જેમ સ્ટીમર સહાયક છે તેમ સંસાર સમુદ્રને પાર કરવા માટે જિનભક્તિ પરમ આલંબન છે. એક ન્યાય આપીને સમજાવું.
એક રાજાને ચાર રાણીઓ હતી. એક વખત રાજા છ મહિના માટે બહારગામ ફરવા ગયા. રાજાને ગયા ચાર પાંચ મહિના થયા પણ રાજાના તરફથી કેઈ સમાચાર ન આવ્યા તેથી રાણીઓ ચિંતાતુર બની ગઈ. સ્વામીનાથ ભલે બહારગામ ગયા પણ તેમના તરફથી કંઈ સમાચાર કેમ આવતા નથી? શું થયું હશે? એ કયાં ગયા હશે? એમ રાણીઓને અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા, અને નક્કી કર્યું કે મહારાજાની તપાસ કરવા માટે એક દૂતને એકલીએ. રાણીઓએ એક દૂતને તૈયાર કર્યો. દૂત રાજાની શોધમાં જાય છે તે આપણે પત્ર લખીને આપીએ એમ વિચાર કરીને સૌથી મોટી રાણીએ પત્ર લખે. એમાં લખ્યું કે સ્વામીનાથ ! આપને ગયા પાંચ પાંચ મહિના પૂરા થયા પણ આપના તરફથી કંઈ જ સમાચાર નથી તે શું અમારે કેઈ અપરાધ થયો છે? અપરાધ થયેલ હોય તે ક્ષમા માંગું છું. આપ ક્ષેમકુશળ હશે. એમ સારા શબ્દોમાં પત્ર લખે. અંતમાં લખ્યું કે આપ જલદી આવે અને મારે માટે કિંમતી મેતીની એક માળા લેતા આવજે. બીજી રાણીએ રાજાને ક્ષેમકુશળના સમાચાર પૂછયા અને લખ્યું કે નાથ! આપના વિના મહેલ સૂનકાર લાગે છે. આપ વહેલા પધારે. વિગેરે લખીને અંતમાં લખ્યું કે આપ આવે ત્યારે મારે માટે ભારે મૂલી સાડી લેતા આવજે. આ બીજી રાણીને પત્ર છે. ત્રીજી રાણીએ પણ રાજાના સ્વાથ્યના સમાચાર પૂછયા ને લખ્યું કે હવે આપના વિરહનું દુખ બહુ સાલે છે. ચાતક જેમ મેઘની રાહ જુએ તેમ અમે તમારી રાહ જોઈએ છીએ. આપ ક્ષેમકુશળ આપના રાજ્યમાં પધારે, આપ આવે ત્યારે મારા માટે નવામાં નવી જાતના કિંમતી કંકણ લેતા આવજે. ત્રણ રાણીએ આ પ્રમાણે પત્ર લખ્યો ત્યારે સૌથી નાની ચેથી રાણીએ પત્રમાં ફક્ત “એક” આ શબ્દ લખીને કવરમાં પત્ર બીડી દીધે.
ચારેય રાણીઓના પગે લઈને દુત રાજાની શોધ કરવા માટે ચાલ્યો. તપાસ કરતાં કરતાં તેને રાજાની ભાળ મળી, જે શોધવા માટે નીકળે છે તેને તે અવશ્ય મળે છે. પણ જે શોધ કરતું નથી તેને શું મળે? તમે સંસારનું સુખ શું છે, વહેપાર ધંધા શેઠે છે, કઈ ચીજ વાઈ ગઈ હોય તે શું છે પણ આત્માની ચેતનાશક્તિ ખવાઈ ગઈ છે તેને કદી શું છે? પૈસા મેળવવાનો પ્રયાસ કરે છે, પેઢીને વિકસાવવાને પ્રયત્ન કરે છે પણ અનંત સુખનું સ્થાન એવા મેક્ષમાં જવાને કઈ પ્રયાસ કરે છે ખરા? બહારગામ જવાનું હોય ત્યારે બધી તૈયારી કરે છે પણ આ જીવને જવાનું છે તેના માટે શી તૈયારી? અનંત સુખને સ્વામી આત્મા અને અનંત સુખની પ્રાપ્તિ કરાવનાર ધર્મ એ બે ચીજો તમારાથી ભૂલાઈ ગઈ છે. તેને શોધવાને પ્રયત્ન કર્યો છે?