________________
શારદા સુવાસ દિવસોમાં દરેક ક્ષેત્રમાં સાધુ સાધ્વીઓ ચાતુર્માસ બિરાજે છે. એ ભવ્ય જીવોને વીતરાગવાણીનું પાન કરાવે છે. તમને વીતરાગવાણ સાંભળવાની તરસ લાગી છે ને ? જેને સાંભળવાની બરાબર તરસ લાગી હોય એ ચિત્તને એકાગ્ર કરીને સાંભળે. અહીંયા તમારું ચિત્ત એકાગ્ર થાય છે ને? ચિત્તની સ્થિરતા હોય તે વીતરાગવાણી સાંભળવાની મઝા આવે, પણ અહીં વ્યાખ્યાન સાંભળતા હોય ને મનમાં તે ઘરના વિચારે ચાલતા હોય તે સાંભળવાની મઝા આવે ખરી ? “ના”. ઘર છોડીને તમે અહીં આવ્યા છે પણ ઘરની મમતા ભેગી લઈને તે નથી આવતા ને? કલાક, બે કલાક માટે જે ઘર છોડીને આવ્યા છે તે એની માયા-મમતાને પણ ભેગી મૂકીને આવે અને અહીં બે ઘડી, ચાર ઘડી જેની જેટલી સ્થિરતા હોય તે પ્રમાણે મમતાને ત્યાગ કરીને સમતારસનું પાન કરે.
- જે આત્માએ સુદેવ-સુગુરૂ અને સુધર્મને શરણે આવે છે એને શીવલમી વરે છે પણ હામીદેવીનું શરણ અંગીકાર કરનારને શીવલમી વરતી નથી. માટે ધનનો મેહ છેડીને ધર્મનું શરણું અંગીકાર કરે, અને જિનવચનમાં અનુરક્ત બને. જે આત્માઓ
"जिणवयणे अणुरत्ता, जिणवयण जे करेन्ति भावेणं ।
अमला असकिलिट्ठा, ते हंति परित्तसंसारी ॥ જિનેશ્વર ભગવંતના વચનમાં અનુરક્ત બને છે અને તે પ્રમાણે ભાવપૂર્વક આચરણ કરે છે તે આત્મા નિર્મળ અને કલેશરહિત બનીને પરિતસંસારી બની જાય છે. તમે જિનવચનમાં અનુરક્ત છે કે સંસારમાં અનુરક્ત બનેલા છે? અનંતકાળથી જીવ સંસારમાં અનુરક્ત બન્યા છે. તમે દુકાનેથી ઘેર આવતા હે ને બીજી તરફથી તમારે નાને બાબો સ્કુલેથી છૂટીને ઘેર આવતું હોય તે એને દેખીને તમે તરત ઉંચકી લેશે. મહિને બે મહિને તમે બહારગામથી ઘેર આવ્યા. ઘરમાં માતા, ભાભી, બહેન બધાં જ છે પણ તમારા શ્રીમતીજીને તમે ન જુઓ તે તરત મનમાં થશે કે બધા જ દેખાય છે ને એ કેમ દેખાતા નથી? ક્યાં ગયા હશે? આ બધે સંસારને અનુરાગ છે ને? સે રૂપિયાની નોટ ખવાઈ જાય તે જીવને આખો દિવસ ચેન પડતું નથી. મન એમાં ને એમાં રહે છે. આ બધું કરાવનાર સંસારની અનુરક્તતા છે, રાગ છે. સંસારનો રાગ તે જીવે ઘણે કર્યો, હવે જિનેશ્વર પ્રભુની વાણીનો અનુરાગ કરે. જિનવાણને અનુરાગ મેક્ષમાં લઈ જશે.
તમને મેક્ષ ગમે છે ને?. “હા”. જે મેક્ષ ગમે છે તે પછી મેક્ષનો માર્ગ પણ ગમે જોઈએ, અને મોક્ષનો માર્ગ ગમે તો વર્તમાનકાળે મોક્ષનો માર્ગ બતાવનારા સંતે પણ ગમવા જોઈએ ને? જેને મેક્ષ, મેક્ષનો માર્ગ અને મેક્ષનો માર્ગ બતાવનારા સંતે ગમે તેને મોક્ષ અવશ્ય મળે, યાદ રાખે. મોક્ષ માર્ગના બતાવનારા જે આજ્ઞા કરે તેનું યથાર્થ પાલન થવું જોઈએ, જિનવચનમાં બરાબર અનુરક્તતા જોઈએ, અને જિનેશ્વર પ્રભુની ભક્તિમાં