________________
ર૭૬
શારદા સુવાસ કહ્યું આ મારે સગે ભાણેજ છે ને હરિનંદી રાજાને પુત્ર છે. તેનું નામ અપરાજિત કુમાર છે. એના નામ પ્રમાણે ગુણ છે. કેઈ એને જીતી શકતું નથી.
અપરાજિતકુમાર અને પ્રોતિમતીના લગ્ન - આ સ્વયંવરમાં પ્રશ્નોના ગ્ય જવાબ આપીને તેણે રાજકુમારીને જીતી લીધી છે અને પ્રીતિમતીએ તેને વરમાળા પહેરાવી છે. એવી જાણ થતાં બધા રાજા ખૂબ આનંદ પામ્યા અને જિતશત્રુ રાજાએ ખૂબ ધામધૂમથી અપરાજિતકુમાર સાથે પ્રીતિમતીના લગ્ન કર્યા. રાજાએ પિતાની લાડીલી પુત્રીને ઘણે કરિયાવર કર્યો અને જિતશત્રુ રાજાના મંત્રીએ પિતાની રૂપવંતી કન્યા વિમલબોધકુમાર સાથે પરણાવી. પછી જિતશત્રુ રાજાએ સ્વયંવરમાં આવેલા રાજાઓને ભેટ આપી તેમને સારે સાકાર કરીને વિદાય કર્યા. અપરાજિતકુમાર અને પ્રીતિમતી તથા વિમલબેધ અને તેની પત્ની જનાનંદ નગરમાં આનંદથી રહેવા લાગ્યા.
અપરાજિતકુમાર માતાપિતાને છેડીને ફરવા નીકળ્યા પછી પહેલ કરવામાં માતાપિતાને ભલ્ય હેતે પણ માતાપિતા તેમના વિચગમાં આંસુ સારતા હતા. જ્યારે ખબર પડી કે મારે પુત્ર હયાત છે અને તેના પરાક્રમથી બધે વિજય મેળવે છે. તેથી ખૂબ આનંદ થાતે પણ ઘણે સમય થવા છતાં દીકરે ન આવવાથી માતા-પિતાને અધીરાઈ આવી ગઈ કે હવે પુત્ર કયારે મળશે? એવામાં ખબર પડી કે અપરાજિતકુમાર સ્વયંવરમાં જીત મેળવીને પ્રીતિમતીને પર છે. એટલે કુમારને તેડવા માટે દૂતને જનાનંદ નગર મેક. દૂત ચાલતે ચાલતે જનાનંદ નગરમાં આવ્યું, અને અપરાજિતકુમારને જોઈને ભેટી પડયે. અપરાજિતકુમાર દૂતને ઓળખો ગમે એટલે માતા પિતાના કુશળ સમાચાર પૂછ્યા. દૂતે કહ્યું–જે દિવસથી તમે ગયા છે તે દિવસથી માંડીને આજ સુધી માતા-પિતાની આંખમાં આંસુ સુકાયા નથી. તમને મળવા માટે તેમનું મન તલસી રહ્યું છે. માટે હવે સિંહપુર જલ્દી ચાલે. હવે અપરાજિત કુમારને પણ માતા-પિતા ખૂબ યાદ આવ્યા. તેથી શું વિચારશે તેના ભાવ અવસરે.
ન ચરિત્ર – રત્નાવતીએ રાજાને ખૂબ ભંભેર્યો એટલે રાજા તેમની પરીક્ષા કરવા તૈયાર થયા. રાજાને જિનસેના ઉપર ખૂબ વિશ્વાસ હતું કે જિનસેના રાણી પવિત્ર ને ગુણવાન છે પણ ખૂબ ચઢાવ્યા એટલે રાજા ચઢી ગયા ને રત્નાવતીના મીઠા મીઠા વચન સાંભળીને ભરમાઈ ગયા. તેથી જિનસેનાને પૂછયું કે હે રાણીજી ! તમને જગતમાં કેણ વહાલું છે? ત્યારે રાણીએ કહ્યું–નાથ ! આ લેકમાં મને આપ વહાલા છે ને પરલેક માટે મારે ધર્મ મને વહાલે છે, ત્યારે રાજાએ ગુસ્સે થઈને કહ્યું કે જે તમને હું વહાલે હોઉં તે તમે આજથી ધર્મને છોડી દે. હું ધર્મ કર્મને માનતું નથી. તમે ધર્મના બહાને ધતીંગ કરી રહ્યા છે, ત્યારે રાણીએ કહ્યું-નાથ ! જે તમે કહે તે મારા પ્રાણ છોડી દઉં પણ આ લેકમાં ને પરલોકમાં હિતકારી એવા ધર્મને નહિ છોડું.