________________
રબં
શારદા સુવાસ
રાણી અધીરાઈથી કહે છે કે હે નાથ ! આપ પિતે જ ધમષ્ઠ છે. આપ જ મારી સાથે સામાયિક પ્રતિક્રમણ કરતા, અને કલાક સુધી આપ મારી સાથે ધર્મચર્ચા કરતા હતા ને આજે આપને આ શું થઈ ગયું છે? કે આપ જેવા ધર્મીષ્ઠ પુરૂષ અને ધર્મ છોડી દેવાનું કહે છે ! આપણે ધર્મ કરીએ ને કરાવીએ તે મહાન લાભ થાય છે, અને આપણે ધર્મ ન કરીએ ને બીજાને ધર્મ કરતા અંતરાય પાડીએ તે મહાન પાપના ભાગીદાર બનીએ છીએ. માટે આપ સમજે. રાજા ક્રોધ કરીને કહે છે કે હું તે બધું સમજે છું. હવે તમે સમજે તે સારી વાત છે.
રાણીજી કહે છે નાથ ! આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું મારા ધર્મને છેડીશ નહિ. ધર્મને છોડવા સિવાયની બીજી જે કંઈ આજ્ઞા કરશે તેનું પાલન કરવા માટે આ દાસી તૈયાર છે ત્યારે રાજા લાલ આંખ કરીને કહે છે તે રાણી! હવે હું વારંવાર તમને કંઈ કહેવાનું નથી. આ છેલ્લી વખત કહું છું કે જે તમારે મારા મહેલમાં સુખેથી રહેવું હોય તે તમારે ધર્મ છોડી દે ને જે ધર્મને ન છોડ હોય તે
નહીં તે મહેલાં કે છેડે, રાની વસ્ત્રાભૂષણ ઉતારો,
મહારાનીપદ કે છોડે, યહ હૈ હેકમ હમારો હે...શ્રોતા..... હવે આ મારા સુંદર મહેલમાં તમે રહી શકશે નહિ. આ મહેલમાંથી ઉતરી જાવ અને આ ઝરીની કિંમતી સાડી પહેરી છે તે ઉતારી નાંખે. મૂલ્યવાન દાગીના ઉતારી નાંખે ને આ પટ્ટરાણીપદને છોડી દે એ મારે તમને હકમ છે. પછી હું જોઉં છું કે જેને તું મારાથી ને તારા પ્રાણથી પણ અધિક વહાલે માને છે તે તારે ધર્મ તને કેવી રીતે સહાય કરે છે. તું ધર્મ ઉપર શ્રદ્ધા રાખીને બેઠી છે તે સાંભળ. તું મારી વાત નહિ માને તે તારા બૂરા હવાલ થશે. વનમાં ભટકી ભટકીને સિંહ-વાઘની દાઢ નીચે ચવાઈ જઈશ. ત્યાં તું ગમે તેટલી બૂમ પાડીશ તે પણ કઈ સાંભળશે નહિ. માટે તારી દયાને ખાતર કહું છું કે તું તારા ધર્મને છેડી દે અને જે ધર્મને ન છેડે હોય તે અહીંથી જંગલમાં ચાલી જા. હવે જિનસેના રાણી રાજાને શું જવાબ આપશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૩૧ શ્રાવણ સુદ ૧૩ ને બુધવાર
તા. ૧૬-૮-૭૮ અનંતજ્ઞાની પુરુષે કહે છે કે આ જૈનશાસન એ વડલે છે. એની છાયા એવી શીતળ છે કે તેની નીચે બેસનાર જીવ આધિ, વ્યાધિ અને ઉપાધિના દુઃખથી મુક્ત બને છે. તરસ્યા જેને માટે જ્ઞાની પુરૂએ ઠેકાણે ઠેકાણે જ્ઞાનની પરબે માંડી છે. આ ચાતુર્માસના પવિત્ર