________________
શારદા સુવાસ
૨૭૧ ભાઈ ખૂબ વહાલા છે. કયારેક મા બહાર જતી ત્યારે છાનીમાની ભાઈને રમાડી આવે. કેઈ વાર એની માતા જોઈ જાય તે એને લાત મારીને કાઢી મૂકતી. અભાગણી ! જે બાબાને અડીશ તે હાથ ભાંગી નાંખીશ. એટલે તે ચાલી જતી. ધીમે ધીમે બાબે અને બેબી સમજણ થયા. એમને પણ લાગતું કે આ અમારી બહેન છે પણ બા એને બોલાવતી નથી. આપણે જેમ એને બિચારીને મેળામાં બેસાડતી નથી ને જ્યારે એ આપણુ પાસે આવે છે ત્યારે એને મારે છે. આ બન્ને બાળકને બહેન ખૂબ વહાલી હતી. એટલે મમ્મી ન હોય ત્યારે એની પાસે જતાં અને બાએ કંઈ ખાવાનું આપ્યું હોય તે ખિસ્સામાં ભરી રાખતા ને છાનામાના બહેન પાસે જઈને કહેતા બહેન ! તને બા કંઈ ખાવાનું આપતી નથી ને એટલે અમારા ભાગમાંથી તારે માટે રાખ્યું છે. તું ખાઈ લે, ત્યારે અરૂણ કહેતી એ મારી વહાલી બહેન ! ને મારા વહાલા ભાઈ ! હું ખાવાની ભૂખી નથી પણ હું તે માતાના પ્રેમની ભૂખી છું. મમ્મી મને પ્રેમથી માથે હાથ ફેરવે, મને પ્રેમથી બેલાવે એવું મને જોઈએ છે. એમ કહીને રડી પડતી. અરૂણને રડતી જોઈને ભાઈ અને બહેન પણ રડી પડતા ને બા આવે તે પહેલાં છૂટા પડી જતા.
પિતાના કર્મોને દેષ દેતી અરૂણું": અરૂણાની ચામડી ભલે કાળી હતી પણ એને આત્મા ઉજજવળ હતું. એ કેઈને દોષ આપતી નથી. એ એક જ વિચાર કરતી કે મેં પાપ કર્યો છે તે મારે ભેગવવાના છે. એમાં માતાનો શું દેષ છે! પણ માતા આવી છે ને તેવી છે એ દોષ નહોતી જોતી. કર્મના સ્વરૂપને સમજે આત્મા દુઃખમાં પણ સમભાવ રાખી શકે છે. શ્રેણુક રાજાના પૂર્વ કર્મના ઉદયે પિતાને જ પુત્ર કેણિક કેવા દુઃખ આપતે હતે ! પિંજરામાં પૂરીને ખુલ્લા બરડા ઉપર મીઠાનું પાણી છાંટીને કેરડાના માર મારતે હતે. એણે નગરીમાં જાહેરાત કરાવી હતી કે જે કઈ શ્રેણીક રાજાને પાણી પીવડાવશે તેને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવશે. રાજગૃહીના રાજા, મગધ દેશના માલિક અને પ્રભુ મહાવીર સ્વામીના પરમ ભક્ત હતાં છતાં કર્મે કેવી દશા કરી ! છતાં શ્રેણુક રાજાની કેટલી સમતા ! એ તે એક જ વિચાર કરતાં કે મને કેણિક કેરડાના માર મારે છે પણ જાનથી મારી નાંખતે તે નથી ને? મેં તે કેટલાય જીને જીવતા મારી નાંખ્યા છે. સમક્તિ દૃષ્ટિ આત્મા પિતાના દેષ દેખે છે પણ પરાયા દેષ જોતા નથી.
અરૂણું પણ પિતાની માતાનો દોષ જેતી નથી. પિતાનો દોષ દેખે છે. હવે તે માતાને ત્રાસ-જુલ્મને વધી ગયું છે. પૂરું ખાવા પણ આપતી નથી. કપડા ફાટલા તૂટેલા પહેરાવે છે છતાં કંઈ બેલતી નથી. એક દિવસ શીલા એના પતિને કહે છે તમે તે વિમા કંપનીના એજન્ટ છે માટે ધારે તે બીજે બદલી કરી શકે તેમ છે. હવે મને આ અભાગણીને મારા ભેગી રાખવી ગમતી નથી. તે નોકરી બદલે ને એને અહીં એક નોકરડી રાખીને ભણવા મૂકી દે તે હું એનાથી છૂટું. પતિએ કહ્યું પણ એ તને શું નડે