________________
શારદા સુવાસ
૨૧ તે હું એને દીક્ષા આપીશ. પરણશે તે સંસારના ખાડામાં પડશે ને દીક્ષા લેશે તે તરી જશે. કૃષ્ણ વાસુદેવ તેમની દીકરીઓ માટે આ વિચાર કરતા હતા. જ્યારે દીકરીઓ મેટી થાય ત્યારે કૃષ્ણવાસુદેવ પિતાની પાસે બેસાડીને પૂછતા હતા કે બેટા! તમારે દેવી બનવું છે કે દાસી? ત્યારે જે દીકરી એમ કહેતી કે પિતાજી ! મારે દેવી બનવું છે ત્યારે એમનું હૈયું થનથન નાચી ઉઠતું. એ દીકરીને મેળામાં બેસાડીને માથે હાથ ફેરવતા ને કહેતા ધન્ય છે દીકરી તારી જનેતાને! કે આવી પુત્રીને જન્મ આપે અને અમારા કુટુંબને ઉજજવળ બનાવ્યું. સંસારના કીચડમાં ખેંચે તેની કોઈ વિશેષતા નથી. વિશેષતા સંસાર ત્યાગીને સંયમ માર્ગે જાય તેની છે. સંસારમાં તે એકલી ગુલામી કરવાની છે ને ત્યાગ માર્ગમાં ગુરુ-ગુરુણીની આજ્ઞાનું પાલન કરીને આત્મકલ્યાણ કરવાનું છે, માટે સંયમ માર્ગ જે બીજે કઈ શ્રેષ્ઠ માર્ગ નથી. સમક્તિી ને આ વિચાર આવે. એ સંસારમાં વસ્યા હોય પણ અંતરથી સંસાર ખટકતે હોય છે.
સ્વયંવરમાં આવેલા બધા રાજાઓ પ્રીતિમતીનું રૂપ જોઈને મુગ્ધ બની ગયા છે, પણ પ્રશ્નને જવાબ આપે તે પ્રીતીમતી મળે ને? બધા રાજાઓના મોઢા ઉતરી ગયા ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ તે સાક્ષાત્ સરસ્વતીને અવતાર છે. આણે એકલીએ જ બધા રાજાઓને હરાવ્યા. આ પ્રમાણે દરેક રાજાઓના ઉતરી ગયેલા મુખ સામે જોઈને જિતશત્રુ રાજા વિચાર કરવા લાગ્યા કે શું મારી પુત્રીને લાયક કેઈવર નહિ મળે? બધા રાજાઓ તેની આગળ હારી ગયા! મારી પુત્રીથી હીનગુણવાળા રાજા સાથે મારી પુત્રીને પરણાવીને શું તેને ભવ બગાડે ? આવા અનેક વિચારોની હારમાળા ચાલવા લાગી. મહારાજાના મુખ ઉપરના ભાવ જોઈને પ્રધાને કહ્યું, મહારાજા ! આપ ચિંતા ન કરે. પૃથ્વી ઉપર ઘણાં ઉત્તમ પુરૂષે રહેલા છે. “બહુરના વસુંધરા ” માટે હિંમત ન હારે, આપ ફરીથી ઘેષણ કરો કે આ સવંયવર મંડપમાં જે કોઈ રાજા હોય કે રંક હોય, જે કંઈ પુરૂષ મારી પુત્રીના પ્રશ્નોને જવાબ આપશે તેને હું પ્રીતિમતીને પરણાવીશ.
પ્રધાનની વાત સાંભળીને રાજાના મનમાં થયું કે હું ઘેષણ તે કરૂં પણ જે કંઈ સામાન્ય પુરૂષ જવાબ આપે તે એને મારી પુત્રી પરણાવવી? પ્રધાને કહ્યું સાહેબ ! એ વિચાર ન કરે કારણ કે આટલા મોટા મોટા રાજાએ જે પ્રશ્નોના જવાબ આપી શકતા નથી તેનો જવાબ કોઈ પણ વ્યક્તિ આપશે તે એનામાં કંઈક તે હશે ને? જવાબ આપનારે સામાન્ય વેશમાં ભલે હોય પણ એ કે મહાન હશે. પ્રધાનના કહેવાથી રાજાને હિંમત આવી અને ફરીથી ઘેણું કરાવી. અત્યાર સુધી તે રાજાઓને પ્રશ્નોના જવાબ આપવાના હતા પણ હવે સામાન્ય માણસોને રજા મળી એટલે વેશ બદલીને આવેલે અપરાજિતકુમાર વિચાર કરે છે કે પ્રીતિમતીને હરાવવી એ કઈમેટી વાત નથી. જે કેઈ પુરુષ તેને હરાવશે નહિ તે આખી પુરૂષ જાતિને કલંક લાગશે કે આટલા બધા પુરૂષમાં