________________
રહ૪
શારદા સુવાસ કરે એટલે આપને આપોઆપ સમજાઈ જશે, રાજાને જિનસેના ઉપર વિશ્વાસ હતો એટલે રનવતીની વાત માનવા તૈયાર ન હતા, પણ એણે રાજાના કાન ખૂબ ભંભેર્યા એટલે રાજાના મગજમાં વાત ઠસી ગઈ
જિનસેનાની પરીક્ષા કરતા જયમંગલ રાજા - જયમંગલ રાજાએ જિનસેના રાણુને બોલાવીને બંનેને ઉદ્દેશીને કહ્યું તમારા બંનેમાં મારા ઉપર કેને પ્રેમ વિશેષ છે તેની આજે મારે પરીક્ષા કરવી છે. બોલો, હું બેમાંથી કેને વધુ વહાલે શું ? ત્યારે રનવતી મીઠું મીઠું બોલતી કહે છે નાથ ! આપ તે મારા હૈયાના હાર છે, મારા જીવનના આધાર છે. આપ જે આજ્ઞા ફરમાવે તે અડધી રાત્રે પણ કરવા હું તૈયાર છું, કદાચ મારા આ શરીરના આ૫ હજાર ટુકડા કરી નાંખશે તે પણ મને રીસ નહિં ચઢે, કારણ કે આપ મારા સ્વામી છે. સ્વામી ગમે તે કરે એમાં મારે શું ? હું તે આપના ચરણકમલમાં અર્પણ થયેલી આપની એક દાસી છું. આપ જ મારું જીવન છે. સ્વામીનાથ ! ફરમાવે, આપની શું આજ્ઞા ? આપ ગમે ત્યારે જે આજ્ઞા ફરમાવશે તે કરવા હું તૈયાર છું. જેમ દિવસને સૂર્ય વહાલે છે ને રાત્રિને ચંદ્ર વહાલે છે તેમ નાથ ! આ જગતમાં મને આપના સિવાય બીજું કઈ વહાલું નથી. રત્નાવતીએ મીઠી મધુરી ભાષામાં આવે જવાબ આપે એટલે રાજાનું હૃદય પીગળી ગયું, અને બેલી ઉઠયા-હે રત્નતી! તું મડાન પવિત્ર અને પતિવ્રતા છે. તું ગુણગુણની ભંડાર છે. તું મારા માટે સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છે, હું તારા ઉપર ખુશ થ છું.
રત્નાવતીએ તે રાજાને જવાબ આપે પણ જિનસેના મૌન બેઠી હતી. તેને રાજાએ પૂછ્યું–હે જિનસેના ! તું મૌન કેમ બેઠી છે ? તને જગતમાં સૌથી વહાલું કેણ છે? તે મને જલદી કહે, ત્યારે જિનસેના શું કહે છે?
હે સ્વામી પરલેક કાજ, ધર્મ મહા સુખદાય,
યહ લોકમેં પતિ સેવા સમ, દુજા સમજું નાય. હે સ્વામીનાથ ! પરલેકમાં હિત માટે આ જગતમાં મને પહેલે મારે જિનધમ વહાલે છે અને આ લેક્માં સૌથી વહાલા મારા પતિદેવ છે. પતિ સિવાય બીજું કઈ મને વહાલું નથી. એક મારો ધર્મ અને બીજા મારા પતિ મને વહાલા છે, ત્યારે રાજાએ કહ્યું–હે પટ્ટરાણ ! તમે ધર્મના બહાને ઢગ કરે છે. હવે આ ટૅગ છેડી દે. જો મને રાખ હોય તે તમારે ધર્મ છોડ પડશે ને જે ધર્મને રાખવું હોય તે આજથી મને છોડે. જ્યાં ધર્મ ત્યાં હું નહિ ને હું ત્યાં ધર્મ નહિ. સમજ્યા ? ત્યારે રાણું કહે છે નાથ ! એ તે નહિ બને. જે આપ કહેશે તે પ્રાણ છેડીશ પણ ધર્મ નહિ છોડું. ધર્મ તે મને પ્રાણથી અધિક પગારે છે. ધર્મને માટે આ કાયા કુરબાન કરવા તૈયાર છું. આ શબ્દોથી રાજા કેવા ગુસ્સે થશે ને શું બનશે તેના ભાવ અવસરે.