________________
૨૬૩
શારદા સુવાસ આયુષ્ય પૂરું થતાં જ્યારે આ દુનિયામાંથી વિદાય થાય છે ત્યારે તેનું મુખ હસતું હોય છે ને બીજા કે તેની પાછળ રડતા હોય છે. જગતમાંથી વિદાય થવા છતાં જે સુકૃત્યેની સૌરભથી અમર બની જાય છે તેનું નામ જીવન છે.
કુબડાના મુખેથી જવાબ સાંભળીને દરેકને ખૂબ આનંદ થયે. પ્રીતિમતીએ કહ્યુંતમારા બીજા પ્રશ્નનો જવાબ પણ સાચે છે. આ તરફ બધા રાજાઓ આપસઆપસમાં વાત કરવા લાગ્યા કે અરે, આ તે આપણને આવડે તેવું હતું. કુબડાના વેશમાં અપરાજિત કુમારે બે પ્રશ્નોના જવાબ આપ્યા. હવે ત્રીજો પ્રશ્ન પૂછશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર – “રાજાની જિનસેના પ્રત્યે અખૂટ શ્રદ્ધા” :-રત્નાવતી જયમંગલ રાજાને કહે છે નાથ! જિનસેના રાણ આપની ખૂબ નિંદા કરે છે. આપના અવર્ણવાદ બેલે છે. રાણીની વાત સાંભળીને રાજાએ કહ્યું–હે રણ! તું જિનસેના માટે જે વાત કરે છે તે હું માનવા તૈયાર નથી, કારણ કે જિનસેના ખૂબ પવિત્ર છે. એના જીવનમાં ઘણાં ગુણે છે. એ કદી કેઈન ઉપર દ્વેષ કરતી નથી. કેઈની નિંદા કરતી નથી તે મારી નિંદા ક્યાંથી કરે? ને તારા ઉપર ઠેષ પણ કેમ કરે ! એક કીડીને પણ એણે કદી દુભવી નથી તે શું તને દુભાવે ખરી ? ત્યારે રાણું શું કહે છે?
નારી ચરિત્રકા આપ નહીં જાને, સચ કહતી હું સ્વામી,
સન્મુખ બુલા કે કશે પરીક્ષા, યદિ બાતમેં ખામી. હે સ્વામીનાથ ! આપ તે ઘણાં સરળ છે, ભદ્રિક છે એટલે શું ખબર પડે? હું આપને જે કહું છું તે સત્ય કહું છું આ જિનસેના તે બધું સ્ત્રી ચરિત્ર ભજવે છે. આપને ભલે ધમષ્ઠ લાગતી હોય પણ એ ધર્મના નામે ધતીંગ કરે છે. તમે એની પાસે જાઓ એટલે એ પ્રેમ બતાવે છે પણ એને આપના પ્રત્યેનો પ્રેમ સાચો પ્રેમ નથી. એ તે બધે ઉપલક પ્રેમ બતાવે છે. આપ એને જેટલી સરળ ને પવિત્ર માને છે એવી એ નથી. હું તે આપને સત્ય વાત કહું છું પણ સ્વામીનાથ ! જે આપને મારો વિશ્વાસ ન આવતું હોય તે સામે બેલાવીને પરીક્ષા કરે. હું એમ નથી કહેતી કે એની પરીક્ષા કરે. એની પહેલાં મારી પરીક્ષા કરે, પછી એની કરજે. હું એક અક્ષર પણ અસત્ય બેલતી નથી મારા દિલમાં તે એના પ્રત્યે કે આપના પ્રત્યે બિલકુલ દ્વેષભાવ નથી. હું આપના ચરણની દાસી છું. આપના હાથ–માથું જરા દુઃખે તે મને કંઈક થઈ જાય છે. ભલે, હું ધર્મ કરતી નથી પણ એના જેવી કુબુદ્ધિવાળી નથી, અને એ તે ઉપરથી ખૂબ ધર્મ કરે છે એટલે તમને એમ થાય કે શું મારી રાણી ધમષ્ઠ છે! પણ ધર્મને ટૅગ કરીને આપના દિલમાં એવી છાપ પાડી દીધી છે, જાણે એના જેવું દુનિયામાં કઈ પવિત્ર નથી, પણ હું તે કહું છું કે આ પૂરી ધૂતારી છે. જેમ સરેવર કાઠે બગલા ધ્યાન ધરીને ઉભા રહે છે પણ એનું ધ્યાન કંઈ સાચું ધ્યાન હોતું નથી. એ તે માછલાને પકડવાનું ધ્યાન હેય છે, તેમ આ મીઠું મીઠું બોલીને તમને રાજી કરી દેતી હોય પણ અંતે તે મારું ને તમારું કાસળ કાઢવાને એને ઈરાદે છે. માટે નાથ ! આપ એના ઉપર બહુ વિશ્વાસ ન કરે. બહુ ભેળા ન થઈ જાઓ. તમે બંનેની પરીક્ષા