________________
૨૬૨
શારદા સુવાસ
કોઈ માઈના પૂત ન નીકળ્યે ! કોઇ એક સ્ત્રીના પ્રશ્નોના જવાબ ન આપી શકયા માટે હુ ઉભા થા.
આવે વિચાર કરીને કુબડાના વેશ લઇને અપરાજિતકુમાર ઊભા થઇ સ્વયંવરમંડપની વચ્ચે આવ્યેા. કુખડાને જોઈને બધા રાજાએના મનમાં થયું કે શું આ કુબડે પ્રશ્નના જવાબ આપશે ? એનામાં શુ દૈવત છે કે ઊભા થયા છે? રાજાના મનમાં થયુ` કે કદાચ આ કુબડો પ્રશ્નના જવાખ આપશે તે આવા કુબડાને મારી પુત્રી પરણાવવાની ? પણ પૂ ભવની પ્રીતિને કારણે પ્રીતિમતીને મુખડાને જોઈ ને એમ ન થયુ` કે આ શું જવાખ આપશે ? અગર જવાબ આપશે તે હું આવી રૂપવંતી અને મારે કુબડા સાથે પરણવું પડશે ! પણ એના મનમાં એવુ થયું કે આ પુરુષ મારા પ્રશ્નોના જવાખ આપશે. પ્રધાને કુબડાને પૂછ્યું' કે ભાઇ ! તમે પ્રશ્નના જવાબ ખાખર આપી શકશે? એણે હિંમતથી કહ્યું કે આ પ્રશ્નોના જવાબ આપવા એ મારે મન રમત વાત છે. બહુ સહેલા પ્રશ્નો છે. મને તે આશ્ચય લાગે છે કે આ બધા રાજાએ કેમ બેસી રહ્યા છે? પૂર્વના ચાર ચાર ભવની પ્રીતિ છે એટલે પ્રીતિમતી એને જોઇને સ્થિર થઈ ગઈ છે. મનમાં વિચાર કરી રહી છે કે આ પૂ`કમના ઉદયે કુખડા છે પણ એને આત્મા મહાન પવિત્ર છે. પ્રધાને કહ્યું ભાઈ ! તમે જવાબ આપે કે વસત કયારે આવે ?
કુબડાએ કહ્યું સાંભળેા, સંસારના રંગરાગમાં પડેલા મનુષ્યેાના દિલ વસતઋતુનુ આગમન થતાં હરખાય છે. વસંતઋતુની માજ માણવાના તેમને ખૂબ આનંદ હાય છે. વસંત ઋતુ આવતા જો પતિ હાય ને પત્ની ન હોય, અગર પત્ની ડાય ને પતિ ન હોય તે એમને વસંત ઋતુની મસ્તી માણવાની મઝા આવતી નથી. અનેમાંથી એક ન હેાય તે એમને મન વસત અને વગડે સરખા લાગે છે. આ દ્રવ્ય વસ'તની વાત થઈ. ભાવ વસંત કયારે આવે ? પૂર્ણાંકના ઉદયથી સ્ત્રી ભ`ર સંસારની ધૂંસરીએ જોડાય પણ તેમાં અલિપ્ત ભાવથી રહે. અમુક સમય પછી સંસારના ત્યાગ કરે તેા તેના જીવનમાં ભાવ વસ’ત ખીલી ઊઠે. કુખડાએ આ પ્રમાણે પ્રથમ પ્રશ્નને જવાબ આપ્યા. સૌને એના જવાબ સાચા લાગ્યા. કુવરીએ પણ કહ્યું કે આ જવાખ સત્ય છે. બધા રાજાએ અંદરઅંદર વાતો કરવા લાગ્યા કે શું આ કુબડો રૂપાળી કન્યાને પરણશે ? પ્રીતિમીએ કહ્યું તમારો જવાબ ખરાખર છે, હવે બીજા પ્રશ્નના જવાબ આપે કે જીવન કેને કહેવાય ? સૌ સાંભળવા માટે સ્થિર થઈ ગયા. મ`ડપમાં શાંતિ પથરાઈ ગઈ. કુબડાએ કહ્યું-જીવન તા એને જ કહેવાય કે જે જીવન જીવીને એવી ચૈાત ઝળકાવી ગયા છે કે તેમને મરણ પછી સૌ યાદ કરે છે, જે મહાન પુરૂષો આ પૃથ્વી ઉપર થયા તેમણે કઇક દુઃખીએાના દુ:ખ મટાડચા, જીવનમાં સત્ય, નીતિ અને સદાચારનું પાલન કર્યુ અને એમના મરણ પછી પણ એમના નામ ઉપર લેાકેાની આજીવિકા ચાલે છે, જે માસ આ મૃત્યુલેાકમાં જન્મીને ઉચ્ચ જીવન જીવીને