________________
શારદા સુવાસ
શરણે જાઉં છું તે બિલકુલ પાપ કરતાં નથી તે મારાથી આવા પાપકર્મનું આચરણ કરાય? એ ભવસાગરને તરવાને માર્ગ બતાવે છે ને હું બવાના કાર્ય કરી રહ્યો છું ! આવી રીતે વિચાર કરીને સંતના જીવનમાંથી કંઈક ગુણે અપને. એનું નામ સંતની સાથે જડાયા કહેવાય. બેલે, તમારે તરવું છે ને? “હા”. જે તમારે સંસાર સાગરને જલદી તો હોય તે ક્રોધ, લેભ, મોહ, અભિમાન વિગેરે દુર્ગુણેને ત્યાગ કરી આત્મા તરફ વળે. આત્મસ્વરૂપની પિછાણ કરે.
જેમને આત્મસ્વરૂપની પિછાણ થઈ છે તેવા આત્માની આપણે વાત કરીએ છીએ. જિતશત્રુ રાજાએ સ્વયંવરમંડપ રચે છે. અનેક દેશના રાજાએ પ્રીતિમતીને પરણવાના કેડથી સ્વયંવરમાં આવ્યા છે. તેમાં અપરાજિતકુમાર અને વિમલબેધકુમાર બંને જણ ગુટિકાના પ્રભાવથી વેશ પરિવર્તન કરીને આવ્યા છે. પ્રીતિમતી વંયવર મંડપમાં દાખલ થઈ. ઘણાં રાજકુમારે તે તેનું રૂપ જોઈને અંજાઈ ગયા. દાસીએ પ્રીતિમતીને એક પછી એક રાજાની ઓળખાણ આપવા માંડી. દરેક રાજાઓની ઓળખાણ કરાવ્યા પછી જિતશત્રુ રાજાએ ઊભા થઈને જાહેરાત કરી કે મારી પુત્રી તમને બધાને ચાર પ્રશ્નો પૂછશે. જે તેના પ્રશ્નોના ઉત્તર આપશે તેની સાથે પ્રીતિમતી પરણશે. આ પ્રમાણે જાહેર કર્યા પછી પ્રીતિમતીએ પ્રશ્નો પૂછ્યા.
તેમાં પહેલો પ્રશ્ન છે વસંત ક્યારે આવે? બીજો પ્રશ્ન જીવન કોને કહેવાય? ત્રીજો દુનિયા કઈ છે? અને ચે યૌવન શાથી ઓળખાય? પ્રીતિમતીના પ્રશ્નો સામાન્ય હતા અને મંડપમાં ઘણું મોટા મેટા દેશના પરાક્રમી અને બુદ્ધિશાળી રાજાઓ અને રાજકુમારે બેઠા હતા, પણ સૌ પ્રીતિમતીના પ્રભાવમાં એવા અંજાઈ ગયા હતા કે કેઈ એના એક પણ પ્રશ્નને જવાબ આપી શકતા નથી. દરેક રાજાઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે આપણે આવું મોટું રાજ્ય ચલાવીએ છીએ, જીવનમાં અનુભવ પણ ઘણું કર્યા છે પણ કયાંય આવા પ્રશ્નો આવ્યા નથી. અને જવાબ શું આપો? ઘણી વાર થઈ છતાં એક પણ રાજા એક પણ પ્રશ્નને હલ કરી શક્યા નહિ. જિતશત્રુ રાજાએ ફરીને કહ્યું હે રાજામહારાજાઓ ને રાજકુમારે! બધા કેમ મૌન લઈને બેસી ગયા છે? એક પ્રશ્નને તે જવાબ આપે. તે પણ કેઈએ જવાબ આપે નહિ એટલે જિતશત્રુ રાજાને મૂંઝવણ થવા લાગી કે શું થશે? શું એક પણ રાજા મારી પુત્રીના પ્રશ્નનો જવાબ નહિ આપી શકે? તે શું બધા સ્વંયવરમાંથી પાછા જશે? અરેરે.... તે તે મારી આબરૂ જશે ને દીકરી કુંવારી રહેશે. એને એગ્ય મુરતીયે નહિ જડે તે હું મારી પુત્રી તેની સાથે પરણાવીશ?
બંધુઓ ! જીવને સંસારને મોહ કેટલે મૂંઝવે છે! રાજાને ચિંતા થવા લાગી કે જે કઈ રાજા પ્રશ્નનો જવાબ નહિ આપે તે હું પુત્રીને માટે બીજે વર કયાં શોધવા જઈશ? પણ એ વિચાર ન કર્યો કે ભલે, દીકરીને વર નહિ મળે તે એની ઈચ્છા હશે