________________
શારદા સુવાસ
૨૬૭ આઝાદી કેવી રીતે મેળવશે?":- આજે પંદરમી ઓગષ્ટને દિન છે. આજના દિવસને તમે સ્વતંત્ર દિન માને છે. આજે નાના નાના બાળકે પણ ખુમારીથી બેલે છે કે આજે અમારે સ્વતંત્ર દિન છે. સારાયે ભારતમાં આજના દિવસને આઝાદીના દિન તરીકે માનવામાં આવે છે. આજના દિવસે ભારત અંગ્રેજોની પરતંત્રતામાંથી સ્વતંત્ર બન્યું છે એટલે ભારતવાસીઓ આનંદ ને ખુશી મનાવે છે, કારણ કે જેણે પરતંત્રતાના દુઃખને અનુભવ કર્યો હોય તેને સ્વતંત્રતા મળે છે અને આનંદ થાય છે. જેણે પરતંત્રતાને અનુભવ કર્યો હોય તે સ્વતંત્રતાની કિંમત આંકી શકે છે.
આજથી એકત્રીસ વર્ષ પહેલા દેઢ વર્ષ સુધી અંગ્રેજો આ ભારતની પવિત્ર ભૂમિ ઉપર રાજ્ય કરતા હતા. તેમણે એકત્રીશ વર્ષ પહેલા એ રાજસત્તા છોડી અને ભારત આઝાદ બન્યું. એ અંગ્રેજોએ ભારત ઉપર કેવી રીતે સત્તા જમાવી હતી એ વાત જાણવા જેવી છે. મેગલ સમ્રાટ જહાંગીરના સમયમાં સર થોમસ નામના એક અંગ્રેજે એક રાજકુમારીને માંદગીમાંથી વૈદિક સારવાર કરીને સાજી કરી. આથી બાદશાહે ખુશ થઈને તેને ઈનામ માંગવાનું કહ્યું ત્યારે તેણે અંગ્રેજોને ભારતમાં વહેપાર કરવા દેવાની પરવાનગી આપવા વિનંતી કરી. બાદશાહે એ વિનંતી માન્ય કરી. એ રીતે વહેપારના બહાને અંગ્રેજોએ ભારતમાં પગપેસારો કર્યો, અને સમય જતાં અંગ્રેજોએ વહેપારને બદલે રાજ્યની જમાવટ કરી. અંગ્રેજો ભારતવાસીઓને ખૂબ ત્રાસ આપવા લાગ્યા તેથી ભારતવાસીઓને આ પરતંત્રતા ખૂબ સાલવા લાગી, પણ અંગ્રેજ સરકારે એ અડ્ડો જમાવ્યો હતો કે તે કઈ રીતે જાય તેમ ન હતા, પણ જ્યારે ગાંધીજીએ મીઠાના બહાને અંગ્રેજો સામે ચળવળ ઉપાડી ત્યારે એમાં ઘણાં યુવાનોએ સાથ આપે. એ લડતમાં આઝાદી મેળવતાં કંઈક કલૈયા કુંવર જેવા યુવાનેના લેહી રેડાયા. આવા કંઈક શહીદ બન્યા ત્યારે ભારત સ્વતંત્ર બન્યું છે. તેની તમે આજે ખુશી મનાવે છે ને ધ્વજવંદન કરવા જાઓ છે.
બંધુઓ! બ્રિટીશ સરકારે ભારત ઉપર દેઢસે વર્ષ રાજ્ય કર્યું તેની ભારતને ગુલામી સાલી તે બ્રિટીશ સરકારને ઉડાવવા તમે લડત ચલાવી. આટલી ઝુંબેશ ઉઠાવીને બ્રિટીશ સરકારને ઉઠાવી મૂકી પણ કર્મરૂપી બ્રિટીશ સરકાર અનંતકાળથી આપણા આત્મા ઉપર રાજ્ય કરી રહી છે અને આત્માને હેરાન પરેશાન કરી રહી છે. તેની સામે ઝુંબેશ ઉઠાવવાનું મન થાય છે? કર્મરૂપી બ્રિટીશની ગુલામી આત્માને હજુ નથી સાલતી. આ અંગ્રેજોએ તે દેઢસો વર્ષ જ ભારતની પ્રજાને ત્રાસ આપે છે, પણ કર્મબ્રિટીશે તે અનંતકાળથી આત્માને ચતુર્ગતિ સંસારમાં રખડાવીને હેરાન પરેશાન કર્યો છે. કર્મ બ્રિટીશ આત્માને નરકમાં મોકલ્યું ત્યાં જઘન્ય દશ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમનું આયુષ્ય છે. જે જીવને જેટલી સ્થિતિ મળી એટલે સમય નરક ગતિના છેદન, ભેદન, દહન, ભૂખ-તરસ, ગરમી, ઠંડી વિગેરે દુઃખ સહન કર્યા. તિર્યંચગતિમાં પણ પરાધીનપણે