________________
શારદા સુવાસ માટે મેક્ષમાર્ગમાં ઉપાદાન અને નિમિત્ત બંનેની અવશ્ય જરૂર છે. એકલા ઉપાદાન કે એકલા નિમિત્તથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
ભાવ ડાયાબીટીસ કર્યો છે?”:- બંધુઓ! સદ્દગુરૂઓ ભવરોગ નાબૂદ કરનાર સ્પેશ્યાલિસ્ટ સર્જને છે. જે તમારે ભવરોગ નાબુદ કરવા હોય તે એમની આજ્ઞા પ્રમાણે ચાલવું પડશે. કેઈ પણ દર્દી ડેકટર પાસે જાય ત્યારે ડેકટર પહેલાં બધી તપાસ કરીને પછી રોગનું નિદાન કરે છે. કેઈ દર્દી ડોકટર પાસે આવીને કહે કે સાહેબ ! મને પેટમાં અસહા પીડા થાય છે. ડેકટર તેને તપાસીને નિદાન કરે કે ભાઈ ! પેટમાં ગાંઠ છે. ઓપરેશન કરવું પડશે, ત્યારે દર્દથી કંટાળેલે દર્દી કહેશે કે સાહેબ ! જલ્દી ઓપરેશન કરીને ગાંઠ કાઢી નાખે. હવે દર્દથી કંટાળી ગયે છું, ત્યારે ડોકટર કહેશે ભાઈ! એમ તરત ઓપરેશન ન કરાય. પહેલાં બધું ચેક કરવું પડશે કે તને ડાયાબીટીશ તે નથી ને? તપાસ કરતાં લેહીમાં કે યુરીનમાં ડાયાબીટીશ આવે તે ડેકટર કહેશે કે પહેલા ડાયાબીટીશ મટાડવાની દવા લે. ડાયાબીટીશ નર્મલ થયા વિના ઓપરેશન કરી શકાશે નહિ. આ તે તમારા અનુભવની વાત છે ને? કદાચ જાતે અનુભવેલું નહિ હોય તે બીજાનું જોયું પણ હશે.
જ્યાં સુધી ડાયાબીટીશ ન મટે ત્યાં સુધી એપરેશન કરી શકાતું નથી, અને કદાચ કઈ ડોકટર ભૂલથી ઓપરેશન કરે તે રૂઝ આવતી નથી. આવી જ રીતે કે શિષ્ય ગુરૂને પ્રશ્ન કર્યો કે ગુરૂદેવ ! મને ચિત્તની સમાધિ રહેતી નથી. મારું ચિત્ત ચંચળ બનીને જ્યાં ને ત્યાં ભટક્યા કરે છે. તેને માટે શું ઉપાય? ત્યારે ગુરૂએ કહ્યું-ચિત્તની ચંચળતાને નાબૂદ કરવા માટે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરતાં પહેલાં એ તપાસ કરવી પડશે કે તને ડાયાબીટીશ તે નથી ને? બંધુઓ ! આ ડાયાબીટીશ શરીરનું નથી. શરીરમાં ખાંડ વધી જાય ત્યારે ડાયાબીટીશ થાય છે. આ દ્રવ્ય ડાયાબીટીશ છે અને રાગ-દ્વેષ એ ભાવ ડાયાબીટીશ છે. જ્યારે રાગ અને દ્વેષરૂપી ડાયાબીટીશ વધી જાય છે ત્યારે ચિત્તની સમાધિ રહેતી નથી. ધર્મધ્યાન, તપ, દાન, શીયળ વિગેરે ધર્માનુષ્ઠાન કરવાનું જીવને મન થતું નથી. ગરએ શિષ્યને કહ્યું હે શિષ્ય ! જે તારે ચિત્તની સ્થિરતા લાવવી હોય અને આત્માને નિરોગી બનાવવા માટે આઠ કર્મરૂપી ગાંઠનું ઓપરેશન કરવું હોય તે પહેલા રાગ-દ્વેષને ડાયાબીટીશ મટાડે પડશે. રાગ-દ્વેષરૂપી ડાયાબીટીશ નર્મલ નહિ થાય ત્યાં સુધી આત્મા નિગી નહિ બને દ્રવ્ય ડાયાબીટીશથી માણસની આંખ ચાલી જાય છે, લકવા થાય છે, કીડની ફેઈલ થઈ જાય છે, બી-પી વધે છે ને હાર્ટએટેક આવે છે. દ્રવ્ય ડાયાબીટીશ પણ આટલું નુકશાન કરે છે તે જેને રાગ અને દ્વેષરૂપી ભાવ ડાયાબીટીશ લાગુ પડે હોય તે કેટલું મોટું નુકશાન કરે ? દેડનું દ્રવ્ય ડાયાબીટીશ એક જ ભવમાં હેરાન કરશે પણ ભાવ ડાયાબીટીશ તે જીવને ભવભવમાં રખડાવનાર છે. માટે જેમ બને તેમ રાગ-દ્વેષ રૂપી ડાયાબીટીશને દૂર કરવા માટે પ્રયત્ન કરશો તે જ આત્માને સાચી શાંતિ થશે, ને આત્મા કર્મોથી મુક્ત બની શકશે.