________________
શારદા સુવાસ
૨૫૯
આ
કારા ને કાશ રહ્યો. મગને પલાળે ત્યારે કારડુ' કારુ' જ રહે તેમ જીવ કેવળી ભગવાન પાસે ગયા પણ અંતરથી કારે જ રહ્યો. જેમને ભગવાનના વચનામૃતા ઉપર શ્રદ્ધા છે તેવા જીવા વહેલા કે મેાડા સંસાર સાગરને તરી જવાના છે. કારણ કે સદ્ગુરૂના કે સમાગમથી એમને ભાન થાય છે તેથી તે વિચારે છે કે “ મૈં હૂં કોન, કહાં સે આયા, સુઝે કહાં પર જાના હૈ ” હું કોણ છું ? કયાંથી આવ્યો છું ને અહીંથી મરીને મારે કયાં જવાનું છે? મેાક્ષ મેળવવા માટે મારે શુ કરવુ જોઇએ ?
36
બંધુએ ! તમને આવા વિચાર આવે છે? તમે રાજ પૈસાના, પુત્રને, પત્નીના, ઘરના બધા વિચાર કરતા હશે પણ આવા વિચાર કરે છે ખરા ? “ મૈં કાચા ” આત્મા એક જ છે. આત્મા એકલા આવ્યા છે ને એકલા જવાના છે. આન્યા ત્યારે પુણ્ય અને પાપ સિવાય ખીજું કંઈ સાથે લાવ્યે ન હતા ને જશે ત્યારે પણ સાથે પુણ્ય અને પાપ સિવાય કંઈ જ લઈ જવાના નથી. માટે વિચાર કરો કે આ જગતમાં જો કોઇ શાશ્વત ચીજ હાય તા
एगो मे सासओ अप्पा, नाणदंसण संजुओ । सेसा मे बाहिराभावा, सव्व संजोग लक्खणा ॥
જ્ઞાન દશનથી યુક્ત એવા મારા આત્મા શાશ્વત છે, ખાકી જેની પાછળ જગતના જીવા માઢુ પામે છે તેવા તન, ધન, યૌવન બધું જ અશાશ્વત છે. આ વચના સજ્ઞ ભગવતના છે. સવજ્ઞ પ્રભુના વચના સત્ય છે, પ્રમાણભૂત છે એમ સમજીને જે શ્રદ્ધા કરશે તે તરી જશે. આપણા સદ્ભાગ્યે સદ્ગુરૂએ મળ્યા છે. તેમની પાસેથી જે ક ઇ સાંભળે તે હૃદયમાં ઉતારીને એકાંતમાં એસીને ચિંતન કરો અને વિચારો કે વીતરાગ પ્રભુની વાણી ભવરાગ નાબૂદ કરનારી જડીબુટ્ટી છે, પણ આ જડીબુટ્ટી પ્રાપ્ત કરવા માટે માન, માયા આદિ કષાયેાના કચરા દૂર કરવા પડશે. જ્યાં સુધી અંતરમાં અભિમાનના કાંટા ભર્યાં ત્યાં સુધી આપણી જીવનનૈયા તરી શકશે નિહ. એક ન્યાય આપુ.
લાઢાના ટુકડાને જો સીધા પાણીમાં ફેંકીએ તે તે ડૂબી જાય છે પણ એ જ લેખડના ટુકડાને લાકડા ઉપર જડીને પાણીમાં મૂકવામાં આવશે તે તે તરશે. સંતપુરુષા લાકડા સમાન છે. લાકડું' પોતે તરે છે ને તેના આશ્રય લેનારને પણ તારે છે, તેમ સતપુરુષા પોતે તરે છે ને તેમના શરણે આવનારને પણ તારે છે. પણ ક્યારે ? અંતરમાં રહેલું અભિમાન છેડીને સંતની સાથે તમારે જડાઇ જવું પડશે. સ ંતેાની સાથે જડાઈ જવુ' એટલે શુ' ? તે તમે સમજ્યા ? સંતા જેવુ જીવન જીવે છે તેના જેવું જીવન જીવવુ. સાધુના જીવનમાં જે ગુણા રહેલા છે તે ગુણાને જેટલા બને તેટલા જીવનમાં અપનાવવા. સાધુ તે ક્ષણે ક્ષણે પાપથી ડરે છે, પાતે એક પણ પાપકમ કરતા નથી તે તમે પાપ કરતી વખતે વિચાર કરો કે હું જેમના