________________
શારદા સુવાસ
૨૫૭ ચરિત્ર “રાજાને ભેટી રીતે કાન ભંભેરતી રત્નાવતી” : રત્નાવતી રાણું જિનસેના રાણીના મહેલે ગઈ ત્યાં એણે ધર્મ સંબંધી વાત ઉપાડી, અને પછી ધર્મગુરૂનું અપમાન કરવા લાગી ત્યારે જિનસેનાએ કહ્યું કે હું મારા ધર્મગુરૂનું અને ધર્મનું અપમાન સહન નહિ કરી શકું. એટલે તેને બેટું લાગ્યું ને ક્રોધે ભરાઈને ધમધમ કરતી પિતાના મહેલે આવી. હવે એને કઈ પણ રીતે રાજાના કાન ભંભેરવા છે. પતિને કંઈક વાત કરવી હોય ત્યારે બહેનો પહેલાં શું કરે? આ તે તમારા સંસારની વાત છે. એટલે તમે બધા બરાબર સમજી ગયા હશે. ઘરમાં દિવાબત્તી બંધ કરી, ચૂલામાં પાણી રેડી શીતળા સાતમ કરીને રીસાઈને સૂઈ જાય. (હસાહસ). કેમ બરાબર છે ને? આ રાણીજી પણ જિનસેનાના મહેલેથી પિતાના મહેલે આવીને આંખે લાલચોળ કરી રીસાઈને પલંગમાં સૂઈ ગયા. સમય થતાં રાજા રાણીના મહેલે આવ્યા. રાણીને પલંગમાં સૂતેલા જોયા, દરરોજ રાજા આવે ત્યારે આ રત્નાવતી રાજાની સામે જઈને સ્વાગત કરતી હતી પણ આજે તે રાજા આવ્યા પણ રાણીજી ઉઠયા નહિ. રાજાએ આવીને જોયું તે રણજી ઉદાસ થઈ ગયા છે.
રાણીની આંખો કેટલુંય રડી હોય તેવી લાલચેળ થઈ ગઈ છે. મુખ ઉપર પારાવાર ગમગીની છવાઈ ગઈ છે. આ જોઈને રાજાએ પૂછયું- રાણીજી! આજે તમે આટલા બધા ઉદાસ કેમ છે? શું તમને કેઈએ કંઈ કહ્યું છે? કઈ એ તમારું અપમાન કર્યું છે ? તમને શું દુઃખ છે? રાજાએ રાણીને આ પ્રમાણે ખૂબ પૂછ્યું. હવે સાંભળજે. આ રાણી જિનસેનાને હલકી પાડવા શું કહે છે? જિનસેના તે કેટલી સરળ છે કે રત્નવતી જ્યારે
જ્યારે તેના મહેલે ગઈ ત્યારે ત્યારે જિનસેના તેના માટે કેવી અડધી થઈ ગઈ છે. રનવતી આવે ત્યારે પિતાની પાસે ભારે દાગીને, સ.ડી વિગેરે જે ચીજો હેય તે કાઢીને આપી દેતી હતી પણ કદી એણે રત્નપતીને એમ નથી પૂછયું કે બહેન ! તને સ્વામીનાથે શું શું આપ્યું છે? જરા બતાવ તે ખરી. એની પાસે લેવાની વાત ન હતી. બને તેટલું આપી છૂટતી હતી. તેના હિત માટે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું પણ રનવતીના અંતરમાં તે બધું વિષરૂપે પરિણમ્યું. જેમાં સ્વાતિ નક્ષત્રનું પાણી તે બધા ઉપર સરખું પડે છે પણ એ જ પાણી માછલી ઉછળીને ઝીલી લે તે તેના પેટમાં ખેતી પાકે છે. એ પાણી સર્પના મુખમાં પડે તે ઝેર બની જાય છે, મરચાના છેડવા ઉપર પડે તે તીખાશ રૂપે, લીમડા ઉપર પડે તે કડવાશ રૂપે અને આંબલી ઉપર પડે તે ખટાશ રૂપે પરિણમે છે તેમ જિનસેના રત્નવતીનું સારું કરવા ગઈ તેમ તેને માટે ઝેર રૂપે પરિણમ્યું. સર્પને ગમે તેટલું દુધ પીવડાવે પણ એ ઝેર જ બની જાય છે, તેમ રત્નાવતીએ જિનસેનાની કદર ન કરી પણ ઉપરથી ઠેષ વધે. રાજાએ પૂછ્યું કે તમે ઉદાસ કેમ છે? ત્યારે રત્નાવતી બરાબર વાત બનાવીને અત્યંત નમ્રતાપૂર્વક કહે છે તે પ્રાણનાથ ! આપની છત્રછાયામાં મને કોઈ જાતનું દુઃખ નથી. આપની મારા ઉપર અમીદષ્ટિ છે એટલે મને આનંદ છે. આપના તરફથી બધી રીતે સુખી છું, પણ એક દુઃખ છે.
શા સુ. ૧૭