________________
શારા સુવાસ વિમલબોધ અને આવી પહોંચ્યા. નગરમાં આ બધી ધમાલ, ઉત્સાહ અને આનંદ જોઈને કેઈને પૂછયું–ભાઈ ! આ નગરમાં આટલી બધી ધમાલ શેની છે? તેણે કહ્યું આ નગરના રાજાને પ્રીતિમતી નામે એક કુંવરી છે. એને સ્વયંવર છે. તે માટે જુદા જુદા દેશના ઘણાં રાજાઓ આવ્યા છે. પ્રીતિમતીની એક શરત છે કે “જે રાજકુમાર વિદ્યાકાળમાં તેને જીતશે તેની સાથે તે પરણશે.” આ પ્રમાણે કહીને તે માણસ રવાના થઈ ગયા.
વેશ પરિવર્તન કરી સ્વયંવરમાં આવેલ અપરાજિત તથા વિમલબોધઅપરાજિતકુમારે વિમલબોધને પૂછયું કેમ ભાઈ! આપણે સ્વયંવરમાં જવું છે ને? આપણે સમયસર પહોંચ્યા છીએ. આપણી કળાનું પારખું થશે. મિત્રે કહ્યું –ભાઈ ! ચાલે, હું તે તમારી સાથે આવવા તૈયાર જ છું. કુમારે કહ્યું-આપણને ઘણું રાજાએ ઓળખે છે માટે આ વેશે જઈશું તે ઓળખી જશે, એટલે આપણે પેલી ગુટિકા વડે વેશ પરિવર્તન કરીને જઈએ. કેવું રૂપ લેવું છે? બન્નેએ નક્કી કર્યું કે સાધારણ માણસનું રૂપ લઈને જઈએ. તેથી બન્ને જણા વેશ બદલીને સાધારણ માણસને વેશ લઈને સ્વયંવર મંડપમાં આવ્યા. મંડપ ખૂબ સુંદર બનાવ્યો હતો. સ્વયંવરમંડપની શેભા જોઈને આવેલા રાજાઓ અને પ્રજાજનો અંજાઈ જતા હતાં ને બેલતાં કે જેવા કુંવરીના તેજ છે એ જ મંડપ રચ્ચે છે. ઘણું રાજ્ય અને રાજકુમારે મંડપમાં આવીને બેસી ગયા છે. બધાના મનમાં એમ જ થતું કે રાજકુમારી અમને વરમાળા પહેરાવશે. અમને જ પ્રોતિમતી મળશે, કારણ કે સૌ પરણવાની ઈચ્છાથી આવ્યા હતા એટલે આશા તે રહે તે સ્વાભાવિક છે.
મંડપમાં પ્રીતિમતીના રૂપને થયેલો ચમત્કાર”: ડીવારમાં પ્રોતિમતી સેળ શણગાર સજીને રૂમઝુમ કરતી સ્વયંવરમંડ૫માં આવી પહોંચી. તેની આગળ પાછળ બે દાસીઓ ચામર વીંઝતી હતી, અને બીજી સખીઓ તેની સાથે ચાલતી હતી. ઘણાં રાજાઓ અને રાજકુમારે તે એનું અપૂર્વ રૂપ જોઈને ત્યાં ને ત્યાં બેભાન થઈ ગયા. કુમારે વિમલબેને કહ્યું-મિત્ર ! આ કન્યાનું રૂપ તે સ્વર્ગના દેવેને પણ લલચાવે એવું છે, ત્યારે વિમલબોધે હસીને કહ્યું-મિત્ર ! તમે જ એને પરણશે. મને નથી લાગતું કે આમાંથી કેઈ રાજા પ્રીતિમતીને જીતી શકે. બધા હમણાં જ એની આગળ પાણી ભરવા લાગી ગયા છે. જેને કેટલાક તે બેભાન બની ગયા છે ને કેટલાક એના સામું જોયા કરે છે. કુમારે કહ્યું કે જોઈએ શું થાય છે?
થડીવારમાં જિતશત્રુ રાજાએ ઉભા થઈને કહ્યું–અમારા આમંત્રણને માન આપીને જુદા જુદા દેશથી પધારેલા મહારાજાઓ અને રાજકુમારે ! મારી પુત્રી પ્રીતિમતીને સ્વયંવર થઈ રહ્યો છે. જે કોઈ રાજા કે રાજકુમાર એના પ્રશ્નનો જવાબ આપશે તેને જ એ પરણશે. હવે પ્રીતિમતી સ્વયંવરમંડપમાં આવેલા રાજાઓને કેવા પ્રશ્નો પૂછશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. સમય થ છે પણ છેડી વાર ચરિત્ર કહું છું.