________________
શારદા મુવાસ
૨૫૫
જનાનંદ નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને ધારિણી નામની રાણી હતી. ગતભવની રનવતી અને ભાવિમાં રાજેમતી બનવાની છે તેને જીવ દેવમાંથી ચવીને આ જિતશત્રુ રાજાને ત્યાં પ્રીતિમતી નામે પુત્રી તરીકે જન્મ લીધું છે. પ્રીતિમતી ધીમે ધીમે મોટી થઈ અને સ્ત્રીઓની ૬૪ કળામાં પારંગત થઈ. એનું રૂપ તે કઈ અદ્દભૂત હતું. એનું રૂપ જોઈને ભલભલા પુરૂષ પાગલ બની જતા રૂપ, ગુણ અને કળાથી પ્રીતિમતીનું જીવન સેળે કળાએ ખીલેલા ચંદ્રની માફક ખીલી ઉઠ્યું હતું.
પિતાને ચરણે આવેલી પ્રીતિમતી” – એક દિવસ પ્રીતિમતી સ્નાન કરી, સારા શણગાર સજીને પિતાજીને પગે લાગવા આવી. પ્રીતિમતીને જોઈને રાજાએ મનમાં વિચાર કર્યો કે મારી પુત્રી રૂપ, ગુણ અને કળામાં પ્રવીણ છે. એનામાં એકેય ગુણની ખામી નથી. એને ગ્ય વર મળી જાય તે સોનામાં સુગંધ ભળે અને એને જીવનબાગ ખીલી ઉઠે. પિતાએ પિતાની વહાલી પુત્રીને પાસે બેસાડીને કહ્યું-બેટા ! હવે તું યુવાન થઈ છે. તારા લગ્ન કરવા માટે હું તારા માટે યોગ્ય વરની શોધ કરું છું, ત્યારે પ્રીતિમતી એ કહ્યું–પિતાજી! મારે લગ્ન કરવા જ નથી. રાજાએ કહ્યું–બેટા ! એમ તે કંઈ ચાલે? તું કહે તેની સાથે તને પરણાવું, ત્યારે પ્રીતિમતીએ કહ્યું-પિતાજી! મારાથી ઉતરતા રૂપ, ગુણ અને કળાવાળા પુરૂષ સાથે લગ્ન કરવા એના કરતાં ન પરણવું શ્રેષ્ઠ છે. હા, મને મારી કળામાં જે જીતશે તેની સાથે હું લગ્ન કરીશ, ત્યારે રાજાએ કહ્યું –બેટા ! કયે રાજા કે હૈંશિયાર છે ને કેવી કળાઓને જાણકાર છે તે આપણને કેવી રીતે ખબર પડે? તેના કરતાં હું સ્વયંવર રચાવું તેમાં દેશદેશના રાજાઓને તેમના કુમારને સાથે લઈ આવવાનું આમંત્રણ આપું. તેમાં જે કુમાર તારી કળાને જીતે તેની સાથે તું પરણજે. આ વાત પ્રીતિમતીને ગમી એટલે તેણે પિતાજીને હા પાડી. રાજાએ પણ દેશદેશના રાજાઓને ખબર આપી કે જે મારી પુત્રીને કળામાં જીતશે તેને મારી પુત્રી પરણશે.
“સ્વયંવરમાં આવેલા અનેક રાજાઓ" : પિતાની પુત્રીને આવી હોંશિયાર જોઈને જિતશત્રુ રાજાને પણ ચિંતા થવા લાગી કે મારી પુત્રીની કળાને કોણ જીતી શકશે? મારે જમાઈ કેણુ થશે? બીજી તરફ પ્રીતિમતીના રૂપ, ગુવ અને કળ ની પ્રશંસા સાંભળીને રાજાએ તેને પરણવા માટે નવી નવી કળાઓ શીખવા લાગ્યા. થડા સમય બાદ જિતશત્રુ રાજાએ પ્રીતિમતીને સ્વયંવર રચ્યું. તેમાં દેશદેશના રાજાઓને આમંત્રણ આપીને તેડાવ્યા. આ સ્વયંવરમાં ભાગ લેવા માટે બધા રાજાઓ આવ્યા છે. માત્ર અપરાજિતકુમારના પિતા હરિનંદી રાજા નથી આવ્યા. હરિનંદી રાજા પિતાના પુત્રના વિવેગથી ઝરતા હતા, એટલે આવ્યા નથી. જનાનંદ નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો છે. હાથી ને ઘેડા દેડાડ કરી રહ્યા છે. નગર બહાર ઘણું તંબુઓ તાણેલા છે. આ સમયે અપરાજિતકુમાર અને