________________
૨૩૧
શારદા સુવાસ જી કહે. એટલે કહે છે ભાઈ વાત એમ બની છે કે અમારા રાજાને કેઈએ છળકપટથી છરી મારી છે. તેણે મારી તેની ખૂબ તપાસ કરી પણ પકડાતું નથી ને રાજા તે. બેભાન થઈને પડયા છે. બીજી વાત એ છે કે રાજાને પુત્ર નથી. રંભા નામની એક પુત્રી છે, અને રાજા ભાનમાં આવતા નથી તેથી આખી નગરીમાં શેક છવાઈ ગયે છે, ત્યારે બંને કુમારે કહે છે શું આટલી મેટી નગરીમાં કઈ હોંશિયાર વદ નથી કે રાજાને ઘા રૂઝવીને બચાવી શકે? કામલતાએ કહ્યું-વૈદે તે ઘણું છે પણ બધા નિષ્ફળ ગયા. તમે અમારા રાજાને મટાડી શકે તેમ છે. કુમારે કહે-હા. તે મારી સાથે ચાલે. હવે ગણિકાની સાથે બંને કુમારે જશે ને શું બનશે તેના ભાવ અવસરે. થોડી વાર ચરિત્ર લઈએ.
ચરિત્ર - “જિનસેનાને આનંદને રત્નાવતીને ઉદાસીનતા" – મંગલ રાજા રત્નાવતીને પરણીને આવ્યા છે તેથી સારી નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયે. જિનસેના પટરાણીને પણ ખૂબ આનંદ થયે. આ રાણું ખૂબ ધર્મિષ્ઠ અને સંસ્કારી હતી. એટલે એના મનમાં એમ ન થયું કે મારે શક્ય ક્યાંથી આવી? બાકી સ્ત્રીઓને એવું સ્વપ્ન આવે કે એને પતિ બીજી સ્ત્રી પરણ્યો તે પણ એને ન ગમે. સ્ત્રીઓને સ્વપ્નમાં પણ શક્ય જેવી ગમતી નથી. અહીં તે જિનસેનાને આનંદ થયે. એના મનમાં એવા ભાવ આવ્યા કે મારી નાની બહેન આવી છે. એ રાજાની સેવા કરશે, રાજા પાસે રહેશે એટલે સમય મને ધર્મારાધના કરવાને વધુ મળશે. એમ હરખાતી હરખાતી આવીને તેને વળગી પડી પણ રનવતી તે અભિમાનનું પૂતળું છે. નહિતર વ્યવહારિક દષ્ટિએ તે નાની રાણીએ મેટી રાણીને પગે લાગવું જોઈએ પણ આ તે જિનસેનાને પગે પણ લાગી નહિ અને પ્રેમથી બોલાવે છે છતાં તેના સામું પણ જતી નથી. કારણ કે એને તે જ્યાં રાણીને જોઈ ત્યાં છાતીમાં તીરની જેમ શક્યનું સાલ ખટક્યું પણ હવે પરણુને આવી છે એટલે શું કરે? હજુ નવી પરણીને આવી છે એટલે કંઈ બોલી શકતી નથી પણ આવતાવેંત એનું મન ઉદાસ બની ગયું.
પહેલે દિવસે રત્નાવતી જિનસેને સાથે ન બેલી કે પગે પણ ન લાગી ત્યારે જિનસેનાના મનમાં થયું કે હજુ નવી છે ને નાની છે એટલે મારાથી શરમાય છે. પછી વાં નહિ આવે. એટલે જિનસેન બીજે દિવસે રત્નાવતીને કહે છે-બહેન! આવ. તું મારી પાસે બેસ. આપણે પ્રેમથી વાત કરીએ. તું મારાથી બિલકુલ સંકેચ ન રાખીશ. આપણે બંને સગી બહેને છીએ. એમ કહીને પાસે ગઈ તે પણ રત્નાવતી ઉચું જતી નથી. છતાં જિનસેનાના દિલમાં એમ થાય છે કે એને હજુ મારી શરમ આવે છે.. બંધુઓ : જેના દિલમાં જેવું હોય છે તેવું તેને જગત દેખાય છે. જિનસેનાનું દિલ વિશાળ છે, એના નયનમાં નેહ છે અને હૈયામાં સ્નેહની સરવાણું છે ત્યારે રનવતીનું દિલ સંકુચિત