________________
શારદા સુવાસ કીજ વિગેરેમાં શાંતિ છે. રસદાર ટેસ્ટફુલ ખાનપાનમાં શાંતિ ભરેલી છે. વિશાળ કુટુંબ પરિવારમાં શાંતિ છે કે સત્તાની ખુરશીમાં શાંતિ છે. આ કેસમાં શાંતિ નથી, ત્યારે તમને થશે કે શાંતિ ક્યાં છે? અમારે શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી ? અનંતજ્ઞાની તીર્થકર ભગવંતોએ આખા જગતના સ્વભાવનું સ્વરૂપ નિહાળીને જગતવર્તી જીવોના કલ્યાણ માટે શાંતિનું સાચું સ્વરૂપ અને સાચી શાંતિ પ્રાપ્ત કરવા માટેના ઉપાયે આગમમાં બતાવેલા છે, પણ તે જેવાને તમને ટાઈમ કયાં છે? આત્માનું અસલી સ્વરૂપ શાંતિમય છે એટલે શાંતિ એ આત્માને ગુણ છે, અને જેને ગુણ હોય તેનામાં જ રહે. તે શાંતિને રહેવાનું પવિત્ર મંદિર હોય તે તે આત્મા છે. આત્મા સિવાય બીજે કયાંય જડ પદાર્થોમાં શાંતિ મળતી નથી. એ શાંતિદેવી કહે છે કે જેને મારી જરૂર હોય તે મારા પવિત્ર આત્મમંદિરમાં આ, અને મારી શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરે તો હું ઉપાસક ઉપર પ્રસન્ન થાઉં. બાકી જે અજ્ઞાની છ આત્મમંદિરને છોડીને બહાર જડ પદાર્થોમાં મારી શેધ કરશે તેને હું મળવાની નથી.
તમે ઉંડાણથી વિચાર કરશે તે સમજાશે કે જેને ત્યાં ધનના ઢગલા છે, સુંદર સ્ત્રી, પુત્ર પરિવાર છે, સમાજમાં જેનું ઘણું માન છે એવા માનવીઓના મનમાં પણ શાંત હેતી નથી, એનું મન સદા ઉદ્વિગ્ન રહ્યા કરે છે, રાત્રે ઉંઘ આવતી નથી; એને યાંય ચેન પડતું નથી. ચિંતારૂપી ચિતા એના હૃદયને સતત બાળ્યા કરે છે અને એનું અસ્વસ્થ મન હડકાયા કુતરાની જેમ અહીંથી ત્યાં ભમ્યા કરે છે. અહીં ધર્મસ્થાનકમાં આવીને વીતરાગ વાણી સાંભળવા બેઠા તે પણ મન તે સંસારની મેહમાયામાં ચાલ્યું જાય છે. નવકાર મંત્રનો જાપ કરવા બેસે તે પણ મન થિર નથી રહેતું. આ બધી અશાંતિનું મૂળ કારણ શું છે? તેને તમે કદી એકાંતમાં બેસીને વિચાર કર્યો છે ખરો ? શાંતિ આપણું ઘરની ચીજ છે. આપણા ઘરની ચીજ આપણને ન મળે એ કેમ બને ? આજ સુધી જીવે જગતના રાહે ચાલી જડ પદાર્થોમાં શાંતિની શોધ કરી છે. તે શાંતિ કયાંથી મળે? હવે જે સાચી શાંતિ જોઈતી હેય તે જગતના રાહે નહિ પણ જિનેશ્વર રેવના રાહે ચાલી આત્મામાં શાંતિની ખેજ કરો. અવશ્ય શાંતિ મળશે. ગીતામાં પણ
विहाय कामान् यः सर्वान् , पुमांश्चरति निःस्पृहः। - નિર્મનો નિવાર, શાંતિથિરિ | - જે વ્યક્તિ શબ્દાદિ સમસ્ત વિષને ત્યાગ કરીને નિસ્પૃહ રહે છે તથા મમત્વ અને અહંકાર રહિત છે તે શાંતિને પ્રાપ્ત કરી શકે છે. શાંતિ એ જ સુખનું સર્વથી અંદર સ્વરૂપ છે. માટે જે સાચી શાંતિ જોઈતી હોય તે શબ્દદિ વિષયોને ત્યાગ કરી મમત્વ અને અહંકારને જીવનમાંથી દૂર ફગાવીને આત્માને પવિત્ર બનાવે અને બને તેટલું સશાસ્ત્રોનું વાંચન, મનન અને શ્રવણ કરે.