________________
શારદા સુવાસ
૨૪૫ તેમ જિનસેનાના વચન સાંભળીને નવતીને સન્નિપાત વળે. એના મનમાં થયું કે રાણીની રગેરગમાં ધર્મ છે એટલે એ પતિ કરતાં પણ ધર્મ અને ધર્મગુરૂને વિશેષ માને છે. માટે હું તેનું બરાબર કાસળ કાઢીશ. એમ વિચાર કરતી ધૂંવાÉવા થઈ ધમપછાડા કરતી પિતાના મહેલે આવી. જિનસેનાએ તે તેને પ્રેમથી ધર્મને મર્મ સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો, એણે એમ કહ્યું ને કે બહેન ! તું મારી પાસે મારી ધર્મના કે ધર્મ. ગુરૂના અવર્ણવાદ બેલીશ નહિ. કેઈ મારું અપમાન કરશે તે સહન કરી લઈશ પણ મારા ધર્મનું કે મારા ધર્મગુરૂનું અપમાન હું સહન નહિ કરી શકું. આ શબ્દ તેને હાડહાડ લાગી આવ્યા કે હું તે રાજાની માનીતી છું મારા ઉપર રાજાના ચારે હાથ છે ને એ મને આવું કહેનારી કોણ? એને જિનસેના ઉપર ખૂબ ક્રોધ આવ્યો. આ લાલઘૂમ થઈ ગઈ.
આ રનવતી છોડાયેલી નાગણની જેમ વિફરી છે. હવે રાજા આવે એટલે બરાબર બનાવીને વાત કરવી છે, એટલે રાજા આવતાં પહેલાં ઉદાસ બનીને બેઠી છે. હવે રાજા એના મહેલે આવશે એટલે રત્નાવતીને રાજા પૂછશે કે તું આટલી બધી ઉદાસ કેમ છે ? તારું કેઈએ અપમાન કર્યું છે? વિગેરે વાત પૂછશે ત્યારે રત્નાવતી કેવા અંગારા ચાંપશે તેને ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૨૮ શ્રાવણ સુદ ૧૦ ને રવીવાર
તા. ૧૩-૮-૭૮ સગ્ન બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની અને અનંત સુખના સ્વામી જિનેશ્વર ભગવંતે એ જગતના જીના કલ્યાણ માટે જે વાણું પ્રકાશી તેનું નામ સિદ્ધાંત. જે આત્માઓ સિદ્ધાંતના સહારે ચાલે છે તે અવશ્ય સુખ મેળવે છે, કારણ કે આગમના અક્ષરે અક્ષરે અક્ષય શાંતિ ભરેલી છે ને શબ્દ શબ્દ શાશ્વત સુખ ભરેલું છે, પણ જે આગમનું મંથન કરે છે એને શાંતિ અને સુખ મળે છે. આપણને સુખ અને શાંતિને રાજમાર્ગ બતાવનાર ભગવંતે એ પહેલાં કઠિન સાધના કરી અને કઠેર દુઃખ સહન કર્યા પછી તેમને સુખની પ્રાપ્તિ થઈ, પણ આજે તે સંસારના જીવો સુખની ઈચ્છાથી મેના મૃગજળની પાછળ દેટ લગાવી રહ્યા છે. તેમને મહાનપુરૂષે સાદ કરીને કહે છે કે ભાન ભલેલા માનવ! તારી આંધળી દેટને અટકાવીને જરા ઊભો રહે, ને અમારી વાત તું સાંભળ. પિટના આંતરડા ઉંચા આવી જાય, મેંમાંથી ફીણ નીકળી જાય, શરીર પસીનાથી બિઝેબ બની જાય, એવી દોટ મૂકીશ તે પણ તને સુખનું એક બિંદુ નહિ મળે, કારણ