________________
૨૫b..
શારદા સુવા - કરીને કહે છે કે હે નાદાન કરા! મેં તારા માટે આટલું આટલું કર્યું છે છતાં પણ જે તને તારા પુણ્યને જ ભરે સો હોય તે તું જેઈલે જે કે તારી કેવી દશા કરું છું ! પછી તારા કર્મો તને સુખી અને સમૃદ્ધ બનાવશે.
પરમાનંદે હસીને કહ્યું-ભલે પિતાજી, આપને જેમ યેગ્ય લાગે તેમ કરજો. મને કઈ ચિંતા નથી. રાજાએ પરમાનંદ સૂઈ શકે તેવી એક લાકડાની સુંદર પેટી તૈયાર કરાવી. અંદર હવા જઈ શકે તે માટે પેટીને ફરતા નાના નાના કણ પડાવ્યા, અંદર મખમલની ગાદી પથરાવી. રાત્રે બધા સૂઈ ગયા પણ રાજાને ઉંઘ આવતી નથી. કારણ કે અંતરમાં અહંનો કીડ કેરી ખાતે હતા. બસ, એ છોકરે એના મનમાં શું સમજે છે? હું એને બતાવી દઉં. બંધુઓ! અભિમાન આત્માને દુર્મતિમાં લઈ જનાર છે. અભિમાન જીવને સત્ય વસ્તુનું ભાન થવા દેતું નથી. કહ્યું છે કે
- “અભિમાની કે હદયમેં, જ્ઞાન ન કરતા ધામ,
ફટી જેબમેં કયા કભી, રહ સકતે હૈ દામ, અભિમાની મનુષ્યને કઈ ગમે તેટલું સમજાવે, તેની પાસે સારી જ્ઞાનની વાત કરે પણ અડંભાવને કારણે તેના હૃદયમાં જ્ઞાનનો વાસ થતો નથી. જેમ કોઈ માણસના ઝમ્બાનું ખિસ્યું કાણું હોય તેમાં પૈસા મૂકે તે રહી શકે ખરા? “ના.” તમે મૂકે પણ નહિ ને? જેમ ઝમ્બાના ફાટેલા ખિસ્સામાં પૈસા રહી શકતા નથી તેમ અભિમાનીના અંતરમાં પણ જ્ઞાન ટકી શકતું નથી. આ રાજાને પરમાનંદ સત્ય વાત કરી પણ અંદરના અભિમાનને કારણે સાચી વાત સમજવાને બદલે ક્રોધ આવ્યું. એ પણ ક્યાં સુધીનો ક્રોધ... બસ, હવે એ છોકરાને જંગલમાં મૂકી આવું ને જોઉં કે એનું ભાગ્ય કેવું કામ કરે છે?
દુઃખમાં પણ નવકારમંત્ર ગણુતે પરમાનંદ” :- રાજાએ લાકડાની સુંદર પેટી તૈયાર કરાવી રાખી હતી. બધા ઉંઘી ગયા પરમાનંદ પણ ઘસઘસાટ ઉંઘતે હતે. તેને ઉંચકીને પેટીમાં સૂવાડીને પિટી બંધ કરી દીધી. માણસની પાસે પેટી ઉંચકાવીને ગાઢ . જંગલમાં લઈ ગયા. જંગલમાં એક ઝાડ નીચે પેટી મુકીને રાજા ત્યાંથી ચાલતા થઈ ગયા. આ તરફ સવાર પડતાં છોકરે જાગે એટલે એને એમ તે થયું કે મને કેઈએ પેટીમાં પૂર્યો છે પણ પિતે ક્યાં છે તે કયાંથી ખબર પડે? આ તે વિવેકી ને સમજુ આત્મા છે એટલે રડવા ન બેઠે કે હાય..હાય મને કે ણે પેટીમાં પૂર્યો? મને બાર કાઢો. આવું કંઈ ન કર્યું. એ તે નવકારમંત્ર જાપ કરવા લાગ્યા. પરમાનંદ પુણ્યનું પરમીશન લઈને આવે છે. હવે જો એનું પુણ્ય કેવું કામ કરે છે! અભિમાનના માંચડે ચઢેલા બાપને સાડા ત્રણ વર્ષના બાળકની દયા ન આવી. એકલા અટુલા બાળકને વગડામાં મૂકીને ચાલ્યા ગયા. બાળક જાગીને વિચાર કરે છે કે મને પેટીમાં પૂર્યો છે. હું ક્યાં છું તે કંઈ ખબર પડતી નથી પણ