________________
શારદા સુવાસ એ જ વિચારે છે કે જિનસેના રાણીને કેમ નીચે પાડવી ને હું પટરાણી બનું. એ માટે ઉપાયે શેલતી હતી. એનું નામ તે ઘણું સુંદર રવતી છે પણ કામ રત્ન જેવા ન હતાં. તે સદા જિનસેના ઉપર દ્વેષ કર્યા કરતી હતી. કુદરતને કરવું જિનસેના અને રવતી બંને સાથે ગર્ભવતી બની. એક દિવસ રત્નાવતી એની દાસીઓ તથા સખીઓને સાથે લઈને જિનસેના મહારાણના મહેલે આવી. ભલી ને ભેળી જિનસેનાએ તેમને બધાને ખૂબ પ્રેમથી આદર સત્કાર કર્યો. જિનસેના ધર્મિષ્ઠ હતી ત્યારે રત્નવતી બિલકુલ નાસ્તિક હતી. એને ધર્મ કર્મનું જ્ઞાન ન હતું, કારણ કે એ ધર્મની અજાણ હતી. એટલે એને ધર્મની વાતે ગમતી ન હતી, ત્યારે જિનસેનને ધર્મમાં ખૂબ રસ હતું. જે કંઈ એને ત્યાં આવે તેની સાથે સંસારની વાત ન કરતી. માત્ર ધર્મની વાત કરતી.
ધર્મને હંબગ માનતી રત્નાવતી – રાનવતીને જિનસેના કહે છે ! બહેન હું ને તે બંને ગર્ભવતી છીએ તે આપણે બીજી વાત છેડીને ધર્મચર્ચા કરીએ. ધર્મનું વાંચન કરીએ તે ગર્ભના જીવને સારા સંસ્કાર પડે, બહેન ! તું દરરોજ મારી પાસે આવજે. આપણે ધર્મની વાત કરીશું, પણ જેને ધર્મમાં રસ નથી એને આવી વાતે ગમે ખરી ? રવતીએ કહ્યું, મોટી બહેન ! તમને આ એક ધર્મની ઘેલછા છે આવું ઉત્તમ શરીર મળ્યું છે તે ખાઈ પીને મોજ ઉડાવે. ધર્મ કરવાની જરૂર નથી. રાણી આવું કહેવા લાગી ને ઉપરથી કહે છે બહેન ! તમે રોજ ઉડીને મે પટ્ટો લગાવીને સામાયિક કરે છે, સાંજે પ્રતિક્રમણ કરે છે, તિથિના દિવસે ઉપવાસ, પૌષધ કરે છે. તેમાં ભૂખ્યા રહીને આ દેહ તે સૂકવી નાંખ્યો છે, અને તમારું મોટું પણ કેવું કાળું પડી ગયું છે. જો તમે બહુ તપશ્ચર્યા કરશે, ધર્મના ઢીંગલા બનીને બેસી જશે તે જે સંતાન થશે તે એવું જ બનશે. તમે રોજ સાધુઓને બોલાવીને સારી સારી ચીજ આપી દે છે પણ એ સાધુડાએ કેવા છે?
એ તે મેલા ગંધાતા કપડા પહેરે છે. એ સ્નાન કરતા નથી. એવા મુંડકાઓને જોઈને મને તે સૂગ ચઢે છે અને આ હરવા ફરવાને કિંમતી સમય સામાયિક ને પિષધમાં ફેગટ બગાડે છે. મને તે આ બધા તમારા ધતીંગ બિલકુલ ગમતા નથી. હવે તમે આ બધું કરવાનું છોડી દે ને હું કહું તેમ કરે. રેજ સવારે ઉઠીને સ્નાન કરવું, નવા નવા શણગાર સજવા, માલ-મલીદો ખાવા, બાગ બગીચામાં ફરવા જવું. આ રીતે સંસારના સુખ ભેળવીને માનવભવને સાર્થક કરો. આમ કરીએ તે પુણ્ય થાય ને આમ કરીએ તે પાપ લાગે છે તે તમને પેટ ભ્રમ છે. સ્વર્ગ અને નરક છે. આ બધું કેણે જોયું ? એ મૂંડકા સાધુઓએ બધું તમારા મગજમાં ખોટું ભરાવી દીધું છે. જિંદગીભર આવું કર્યા કરશો તે સંસારનું સુખ કયારે ભગવશે ? માટે બહેન ! આ બધું છોડી દે, આ ધર્મ તે ધતીંગ છે.