________________
શાશા સુવાસ
રાજાએ કહ્યું, બેટા! તે તે મને મરેલાને જીવાડે છે. હું તને શું આપું ? કુમારે કહ્યું, પિતાજી! આપને પ્રેમ છે તે ઘણું છે. મારે કઈ ચીજની જરૂર નથી. રાજાએ ઘણી નવીન ચીજો આપવા માંડી પણ કુમારે ન લીધી ત્યારે રાજાને વિચાર થયે કે મારે આ રંભા એક જ પુત્રી છે. તેને આની સાથે પરણાવી દઉં તે હું એના જણમાંથી મુક્ત બની શકું. આ વિચાર કરીને રાજાએ કુમારની પાસે પિતાની પુત્રીને પરણાવવાની ઈચ્છા વ્યક્ત કરી. કુમારે તે ઘણી ના પાડી પણ રાજાની ઇચ્છાને આધીન થઈને રંભા સાથે લગ્ન કરવાની હા પાડી, એટલે રાજાએ પિતાની પુત્રી રંભાના અપરજિત કુમાર સાથે ધામધૂમથી લગ્ન કર્યા ને બંને આનંદથી રહેવા લાગ્યા. થડા દિવસ
કાઈને બંને જણું કઈને કહ્યા વગર રાત્રે છાનામાના નગર બહાર નીકળી ગયા. ત્યાંથી ચાલતાં ચાલતાં અનેક નગર, વન વિગેરે જોતાં જોતાં તેઓ બંને કુંડનપુર નગરમાં આવ્યા. આ સમયે કુંડનપુરમાં કેવળી ભગવાન બિરાજમાન હતા
“કેવળી ભગવાનને કરેલી પૃછા :-બંધુઓ ! જીવના મહાન પુણ્યદય હેય ત્યારે કેવળી ભગવાનના દર્શનનો લાભ મળે છે. કેવળી ભગવંતના દર્શન થતાં બંનેના હૈયા હર્ષથી નાચી ઉઠયા બંનેએ તિકખુત્તોને પાઠ ભણી ભગવાનને વંદણા કરી. તે વખતે કેવળી ભગવાન દેશના આપી રહ્યા હતા. તે સાંભળવા બેસી ગયા. કેવજી ભગવંતની વાણી સાંભળતાં એમના મનને મોરલે નાચી ઉડે, ધન્ય ધન્ય પ્રભુ ! શું તમારી વાણી છે ! આવી વાણી તે અમે કદી સાંભળી નથી. આજે અમારે જન્મ સફળ થયે. ભગવાનની દેશના પૂરી થઈ ને પ્રખદા વિખરાઈ ગઈ પણ જેમને કંઈ જાણવાની જિજ્ઞાસા હેય છે તે સાંભળીને તરત જતા નથી રહેતા. આ બંને કુમારો ભગવાન પાસે ગયા ને ફરીને વંદણ કરીને અપરાજિતકુમારે ભગવાનને પૂછયું–અહે પ્રભુ! હું ભવી છું કે અભવો ? સમકિતી છું કે મિત્રી ? કેવળી ભગવંત કહે છે.
પ્રભુ કહે હૈ ભવી, ઓર તું પંચમ ભવ મોઝાર,
હેગા તીર્થંકર બાસવાં, એ મિત્ર તેરા ગણધરહે કુમાર ! તું ભવી છે, અભવી નથી. સમકિતી છે, મિથ્યાત્વી નથી. આજથી પાંચમા ભવે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ઘણા સમય બાદ બાવીસ તીર્થંકર થઈશ અને આ તારે મિત્ર વિમલબેધ તારે મુખ્ય ગણધર થશે. આ સાંભળીને બનેનું હૈયું હર્ષથી નાચી ઉઠયું, આ બંને કુમાર થડા દિવસ કુંડનપુર રોકાયા અને કેવળ ભગવંતની સેવા તથા અમૃતમય દેશના સાંભળવાને લાભ લીધે, પછી ત્યાંથી આગળ પ્રયાણ કર્યું, એ બંને ચાલતાં ચાલતાં હવે કયાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર- રત્નાવતી રાણી મીઠું મીઠું બોલીને રાજાને વહાલી બની ગઈ રૂપને ગર્વ કરતી