________________
શારદા સુરજ નીકળે તે આડા પગે ઘરની બહાર કાઢશે. તેના કરતાં ઉભા પગે સંસારને રાજીનામું આપીને છું થઈ જાઓ તે તમારું કલ્યાણ થઈ જશે.
“ચમના પંથે જવાની તૈયારી કરતું કુટુંબ ” નગરશેઠનું આખું કુટુંબ સંસારને રાજીનામું આપી દીક્ષા લેવા તૈયાર થયું, એટલે શેઠે નગરમાં ઢઢેરે પીટાવ્યું કે નગરશેઠ છૂટા હાથે દાન આપે છે. જેને જોઈએ તે ખુશીથી લઈ જાવ. ગરીબ લેકે દાન લેવા માટે શેઠને ઘેર આવવા લાગ્યા. છ દિવસમાં શેઠે કોડેનું ધન ભાવેલ્લાસથી દાનમાં વાપરી નાખ્યું. દુકાનમાં માલ હતું તે બધે વેચીને દાનમાં આપી દીધું આ જોઈને નગરજને વિચાર કરવા લાગ્યા કે આ શેઠ આટલી બધી લક્ષમી કેમ ઉડાવે છે? પછી શું કરશે? લીમી દાનમાં વાપરીને શેઠનું કુટુંબ તે આનંદવિભોર બની ગયું, ને સવારમાં દીક્ષા લેવાની ઉત્કૃષ્ટ ભાવના સેવતાં સૌ સુઈ ગયા, ત્યાં રાતના બરાબર બાર વાગે રૂમઝુમ કરતાં લક્ષ્મીદેવી પધાર્યા ને બેલ્યા શેઠ ! ઊંઘે છે કે જાગે છે? શેઠ ભર ઉધમાંથી જાગીને દેખે તે લક્ષ્મીજી સામે ઉભા છે. એટલે શેઠે લહમીદેવીને કહ્યું કે તમે જવાના હતા ને વળી પાછા કેમ પધાર્યા? મેં તે હવે તિજોરીમાં કઈ રાખ્યું નથી. છ દિવસમાં બધું જ ધન છૂટા હાથે દાનમાં વાપરી નાંખ્યું છે. લક્ષમીજી કહે-શેઠ! તમે અને તમારા કુટુંબે છ દિવસમાં જે ઉત્કૃષ્ટ ભાવનાથી દાન આપ્યું તેનાથી તમારું પુણ્ય એટલું બધું વધી ગયું છે કે હવે હું તમારા ઘરમાંથી જવાની નથી. એ સિવાય બીજા એક આનંદના સમાચાર આપું છું કે ઘણાં વખત પહેલાં તમારા વહાણે દરિયામાં ડૂબી ગયાના સમાચાર આવ્યા હતા તે વહાણે કરોડની કમાણી કરીને સહીસલામત બંદરે આવી ગયા છે. આ૫ જાવ ને એ બધે માલ ઉતરાવીને વ્યવસ્થા કરે.
- શેઠે લહમીદેવીને કહ્યું, હવે મારે તારી જરૂર નથી. મેં અને મારા કુટુંબે સવારના પ્રહરમાં અમારા ગુરૂદેવ પાસે દીક્ષા લઈને આ મકલ્યાણ કરવાનો નિશ્ચય કર્યો છે. અમારો નિશ્ચય અફર છે. તે ત્રણ કાળમાં ફરવાનું નથી. આ જગ્યાએ તમે હે તે શું કરે? દીક્ષા લેવાનું નક્કી છે કે મુલત્વી રાખે? લક્ષ્મી જવાની હતી ને આપણા ભાગ્યથી પાછી આવી છે તે લડાવે લૂંટી લઈએ. દ લા બે વર્ષ પછી લઈશું, પણ આવી તક ફરીને પાછી ક્યાં મળવાની છે ? આ શેઠ તમારા જેવા ડગમગ મનના ન હતા કે લક્ષ્મીની લાલચ મળતાં પાછા સંસારમાં રોકાઈ જાય. લક્ષમીદેવી કહે છે શેઠ! તમારે સવારે જે કરવું હોય તે કરજે પણ બંદર ઉપર જઈને વહાણેના માલની વ્યવસ્થા કરી આવે. શેઠે ત્યાં જઈને વડામાંથી માલ ઉતરાવીને વેચી નાંખે. તેના જે પૈસા આવ્યા તે બધા દીક્ષામહોત્સવમાં, વષદાનમાં વાપરીને ભવ્ય રીતે દીક્ષા લઈ તપ-ત્યાગ દ્વારા શ્રેષ્ઠ સંયમ પાળીને સદ્ગતિમાં ગયા. નગરશેઠના હૃદયમાં રહેલા ધર્મશ્રદ્ધાના દીપકે શેઠ અને તેમના આખા કુટુંબે આત્મામાં ધર્મને પ્રકાશ પાથરી જીવન ઉજજવળ બનાવ્યું. તમે પણ આ શેડ જેવા બની તમારા આખા કુટુંબને ધર્મ પમાડજે ને માનવભવને સાર્થક બનાવજે.