________________
શારઠા સુવાસ આપી ગયા. છતાં શેઠને કંઈ અસર ન થઈ. જાણે કંઈ બન્યું જ નથી એમ માનીને શેઠ નિરાંતે સુઈ ગયા. હું તમને પૂછું છું કે તમને લહમીદેવી આવું કહી જાય તે શું થાય? કહે તે ખર મારા શ્રાવકે ! આ સાંભળીને તમને તે પરસેવે વળી જાય ને છાતીમાં ધ્રુજારી થાય. હાય હાય...મારી લક્ષ્મી ચાલી જશે? હું ગરીબ બની જઈશ? અરે..આ તે લક્ષમીદેવીએ કહ્યું કે હું જવાની છું. પણ કદાચ એવું સ્વપ્ન આવે કે વહેપારમાં મેટી ખેટ ગઈ. અગર તે કઈ તિષી એમ કહે કે ભાઈ ! જરા સંભાળીને વહેપાર કરજે. બહુ મોટું સાહસ કરશો નહિ. છ મહિનામાં વહેપારમાં તમને મોટું નુકશાન થશે. ત્યાં જ તમારી છાતીના પાટીયા બેસી જાય ને? હસાહસ) છાતીમાં થડક થડક થવા લાગે, ખાવાનું પણ ન ભાવે ને ઉંઘ પણ ન આવે ને કંઈક ધાંધલ મચી જાય.
- આ શેઠ પણ શ્રાવક હતાં ને તમે પણ શ્રાવક જ છે ને? શેઠને સાતમે દિવસે બધી લક્ષ્મી ચાલી જવાની છે તે સાંભળીને બિલકુલ દુઃખ કે ચિંતા ન થઈ. કારણ કે તેમણે વિતરાગવાણી સાંભળીને અંતરમાં ઉતારી હતી. એટલે સમજતા હતાં કે લક્ષ્મી કેવી છે.
अभ्रच्छाया खलः प्रीति, सिद्धमन्नच
किंचित्कालोप भोग्यानि, यौवनानि धनानि च ॥ વાદળની છાયા, દુષ્ટની પ્રીતિ, પકાવેલું (રાંધેલું) અન, સ્ત્રી, યૌવન અને ધન એ છ ચીજોને થોડો સમય જ ઉપભેગ કરી શકાય છે. એટલે કે એ બધું અસ્થિર છે. આ છ ચીજોમાં લક્ષ્મી પણ આવી ગઈ? લક્ષ્મી વહેલી કે મેડી એક દિવસ જવાની છે તેમાં અફસેસ શા માટે કરે? ચંચળ સ્વભાવવાળી સ્ત્રી એકને પતિ તરીકે સ્વીકારતી નથી. એ તે જુદા જુદા પતિ કરતી ફરે છે, તેમ આ લક્ષ્મી પણ ચંચળ સ્વભાવવાળી છે. આજ સુધી તેના અનંતા પતિ થઈ ચૂક્યા છે. એ કેઈની થઈ નથી ને થવાની પણ નથી. તે પછી એને મેહ શા માટે રાખવું જોઈએ? શેઠની ધર્મ શ્રદ્ધાને અને તત્વ સમજવાને આ પ્રભાવ છે.
શેઠને સાંભળવા ઉત્સુક બનેલા પુગે ”– નગરશેઠ તે નિરાંતે સુઈ ગયા. સવારે વહેલા ઉઠીને રોજના નિયમ પ્રમાણે સામાયિક, પ્રતિકમણું, સ્વાધ્યાય વિગેરે કર્યું. તે દિવસે શેઠે એકાસણું કર્યું હતું. એટલે નાહીધેઈને ગામમાં ગુરૂ બિરાજતા હતા તેમના દર્શન કરવા ગયા ને વ્યાખ્યાન સાંભળ્યું. પછી દુકાને ગયા પણ ઘરમાં કઈને કંઈ વાત ન કરી. બપોરે દુકાનેથી ઘેર જમવા માટે આવ્યા, એકાસણું કર્યું. દીકરાઓ બધા જમવા માટે આવ્યા છે ને પુત્રવધૂઓ પણ બધી હાજર છે એટલે શેઠે બધાને કહ્યું કે આજે મારે તમને બધાને એક અગત્યની વાત કરવી છે માટે બધા આ રૂમમાં આવે. બધાના