________________
શારા રોય
૭.
આજે તે એનાથી ઉલ્ટી ગંગા વહી રહી છે. કેમ બરાબર છે ને ઉમરશીભાઈ? તમારે ઘેર એવું નથી. બાકી મોટા ભાગે પૈસા વધે મેટર આવે, એકાદ મીલ કે ફેકટરી બેલે કે મટી દુકાન કરે, એટલે વ શ્રયમાં આવવાના જ પચ્ચખાણ કરી છે. (હસાહસ) જે માણસ ધર્મના નિયમોને તિલાંજલી આપી દે, પિસે નહોતે ત્યારે કંદમૂળ ખાતે પસે આવતાં કંદમૂળ ખાતા શીખ્યો, રાત્રિભૂજન કરવા લાગે, પહેલાં તેના દર્શન કરવા જત, વ્યાખ્યાન વાણી સાંભળતે તે બધું જ પૈસે આવતા છોડી દીધું. આ પાપાનુબંધી પુણ્યથી લેમી મળી એને પ્રતાપ છે.
આ શેઠ તો પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા હતાં. એટલે એમને મન ધન કરતાં ધર્મની કિંમત વધારે હતી. જિનેશ્વરદેવના વચન ઉપર અતૂટ શ્રદ્ધા હતી. એક રાત્રે શેઠ પિતાના શયનગૃહમાં સુતા હતા. મધરાત થઈ ત્યાં સોળ શણગાર સજેલી સુંદર, તેજ તેજના અંબાર જેવી એક દિવ્ય સુંદરીએ ઝાંઝરના ઝણકાર સાથે રૂમઝુમ કરતી શેડના શયનગૃડમાં પ્રવેશ કર્યો. શેઠના શયનગૃહેમાં પ્રકાશ પ્રકાશ ફેલાઈ ગયે. એટલે શેઠ એકદમ બેબાકળા જાગી ગયા. જુએ છે તે પિતાની સામે રૂપરૂપના અંબાર સમી એક યુવાન સ્ત્રી ઉભેલી છે. શેઠ ક્ષણભર તે વિચારમાં પડી ગયા કે આ સ્ત્રી કેણ હશે? અને મધરાતે મારા શયનગૃહમાં શા માટે આવી હશે? શેઠે પૂછયું–હે સ્ત્રી ! તું કોણ છે અને અત્યારે મારા શયનગૃહમાં શા માટે આવી છે અત્યારે રાત્રિના સમયે પરસ્ત્રીને મારા મહેલમાં અવાય જ કેમ? બહેન ! તું જે હોય તે ભલે હેય. હું પરસ્ત્રીને ત્યાગી શીયળવંત શ્રાવક છું. તું જલદી ચાલી જા, ત્યારે સામે ઉભેલી સ્ત્રીએ કહ્યું. શેઠ! હું કઈ સામાન્ય સ્ત્રી નથી. હું લહમીદેવી છું અને તમને એક અગત્યને સંદેશો પાઠવવા માટે આવી છું. શેઠે કહ્યું તમારે જે કહેવું હોય તે જલ્દી કહીને અહીંથી રસ્તે પડે.
લક્ષ્મીદેવીએ આપેલો સંદેશ :-દેવાનુપ્રિયે ! શેઠને ઘેર લક્ષમીજી હાલી ચાલીને પધાર્યા છે. એ શું કહેવા માટે આવ્યા છે તે વાત તે પછી પણ કદાચ તમારે ત્યાં આવી રીતે લક્ષમીજી પધારે તે તમે શું કરે ? બેલે તે ખરા મૂળચંદભાઈ ! નગીનભાઈ! તમે લક્ષ્મીજીનું સ્વાગત કરે ને કે પધારે..પધારે ભલે પધાર્યા..કહીને લક્ષ્મીનું પૂજન કરવા લાગે કે શેઠની જેમ કહો? (સાહસ) તમે શેઠની જેમ ન કહે કારણ કે તમને લક્ષમી પ્રાણ જેટલી વડાલી છે, ત્યારે શેઠને શીયળ વહાલું હતું. લક્ષ્મી જાય તો ભલે જાય પણ મારું શીયળ ન જવું જોઈએ. લક્ષ્મી કરતાં શીયળની કિંમત વધારે હતી. લક્ષ્મીદેવી શેઠને કહે છે કે શેઠ ! હું તમને એ કહેવા આવી છું કે સાત સાત પેઢીથી તમારા કુટુંબમાં પુણ્યને ઝગમગતે સૂર્ય હતા તે અસ્ત થાય છે. હવે તમારા પાપકર્મને ઉદય થવાને છે એટલે હું તમારા ઘેરથી આજથી સાતમા દિવસે વિદાય થવાની છું. આટલું કહીને લક્ષ્મી દેવી અદ્રશ્ય થઈ ગયા. શેઠ કહે છે ભલે સાક્ષાત્ લક્ષ્મીદેવી આવીને આવા સમાચાર