________________
શારદા સુવાસ ને કહેતી બહેન ! તું મારાથી બિલકુલ સંકેચ ન રાખીશ. તે આવી હર્ષઘેલી બની જવી પણ એને ખબર નથી કે આ સાચે પ્રેમ નથી પણ માયાજાળ છે. માછીમાર પાણીમાં લેટની ગેળીઓ નાંખે છે તે કંઈ માછલાની દયાથી નથી નાંખતે પણ માછલાને પકડવા માટે નાંખે છે. તેમ આ ભેળી રાણીને ખબર નથી કે રનવતીને પેટમાં શું દળે છે. કારણ કે ભલા માણસ બધાને પિતાના જેવા માને છે. “આપ ભલા તે જગ ભલા.” નવતી અવારનવાર જિનસેનાના મહેલે આવીને પ્રેમથી વાત કરવા લાગી.
જિનસેના માને છે કે મારી બહેનને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે! પણ એ એવી ભલી ને સરળ છે તેથી ખબર પડતી નથી કે આ શા માટે મારી પાસે આટલું બધું આવે છે. આજે તે ઘણી સખીઓ અને દાસીઓને લઈને આવી છે. એટલે જિનસેના, રસ્તવતી, અને તેની સખીએ બધા મહેલમાં બેઠા ને આનંદ વિનોદ કરતાં ધર્મની ચર્ચા શરૂ કરી. જિનસેના તે ધર્મની જાણકાર છે પણ રત્નાવતીને ધર્મનું રસાન નથી. એ ધર્મકર્મ, પુણ્ય-પાપ, જીર–અજીવ કંઈ જ સમજતી નથી. એ તે એના રૂપના અભિમાનથી ફુલાતી ને વિચાર કરતી કે હું હવે તે રાજાની માનીતી છું. મારે કોઈની શી પડી છે! એમ અભિમાનથી અક્કડ થઈને આવી છે. હવે જિનસેનાની સાથે કેવી રીતે ધર્મચર્ચા કરશે ને રાણીને કપટ કરીને કેવી રીતે ફસાવશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૨૭ શ્રાવણ સુદ ૯ ને શનિવાર
તા. ૧૨-૮-૭૮ શાંતિ ચાં? સ્વમાં કે પરમાં?” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, સર્વજ્ઞ ભગવંતેએ જાતના જીવોને અશાંતિની આગમાંથી શાંતિના સદનમાં લાવવા માટે સિદ્ધાંતરૂપ વાણીનું પ્રતિપાદન કરેલું છે. તીર્થંકર પ્રભુના મુખકમળમાંથી ઝરેલી વાણી તેનું નામ સિદ્ધાંત. જે સિદ્ધાંતની વાણીના સહારે અનંત છ સંસાર સમુદ્રને તરીને શાશ્વત શાંતિના સહનમાં (મક્ષમાં) બિરાજી ગયા છે, એવી પ્રભુની વાણી સાંભળવા જેવી છે, અને સાંભળીને આચરણમાં ઉતારવા જેવી છે, પણ ભૌતિક સુખના અનુરાગી જીવોને એમ લાગે છે કે લક્ષ્મી કમાઈ તિજોરી ભરી લેવા જેવી છે. લક્ષમીથી જીવને સાચી શાંતિ મળે છે. આવું માનનારની માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે. કારણ કે અનાર્ય દેશમાં પણ લક્ષ્મી તે લખલૂંટ છે. છતાં ત્યાંના લોકોને શાંતિ મળતી નથી. આજે પશ્ચિમના ધનાઢ્ય ગણતા દેશે પણ અશાંતિની આગમાં સળગી રહ્યા છે.
તમે એમ ન માનતા કે ધનના ઢગલા આપીને શાંતિ ખરીદી શકાય છે. રૂપરમણી એની સાથે સુખ ભોગવવાથી શાંતિ મળે છે. મોટા એરકંડીશન રૂમવાળા બંગલા, ગાડી, ટી વી,