________________
ક
શારદા સુવાસ આગળ કરતા રહે, અને ભાર દઈને કહે કે માનવજીવન પામીને આદરવા લાયક તે એક ચારિત્ર જ છે, ચારિત્ર વિના સિદ્ધિ નથી. માટે તમે જે ચારિત્ર લઈ શકે તે બહુ આનંદની વાત છે. અમારી રાજીખુશીથી આજ્ઞા છે પણ જે ચારિત્ર ન લઈ શકે તે સાયા શ્રાવક તે અવશ્ય બનશે ને શાસનની સેવા કરો.
કુંવરની શોધમાં મિત્રઃ આપણે તેમનાથ પ્રભુ અને રાજેમતીના આગલા ભવન વાત ચાલે છે. અપરાજિતકુમારને વૃક્ષ નીચે બેસાડીને પ્રધાનપુત્ર પાણી લેવા ગયે. પાણી લઈને પાછો આવ્યું ત્યારે કુંવરને જે નહિ તેથી કાળે કપાત કરવા લાગ્યું કે મારા કુંવરસાહેબનું શું થયું હશે? હજારનું રક્ષણ કરનાર, એક હાકે શત્રુને પ્રજાવનાર એવા મારા મિત્રને કેણુ લઈ ગયું? એમ રડો ને ગુરતે જંગલ, પહાડ, નદી, નાળા વગેરે જગ્યાએ તપાસ કરતે કરતે ગામમાં આવ્યું. ત્યાં જે કઈ મળે તેને પૂછે છે કે મારા અપરાજિતકુમારને જોયા? પણ કેઈએ સમાચાર ન આપ્યા ત્યારે નિરાશ થઈને એક ગામથી બીજે ગામ ફરતા ફરતે નંદીપુર નામના નગરમાં આવ્યો. પૂર્વના અણાનુબંધ સંબંધે કેવા છે? મંત્રીપુત્ર વિમલબેધકુમાર અપરાજિતકુમારની પાછળ ભેખ લઈને ફરે છે, મિત્રના વિયેગમાં ખાવું, પીવું બધું છોડી દીધું છે. બસ એક અપરાજિતકુમાર અપરાજિતકુમારનું રટણ કર્યા કરે છે. નંદીપુર નગરની ગલીએ ગલીએ ઘૂમી વળે પણ ત્યાંય કુમારના સમાચાર ન મળ્યા એટલે નિરાશ થઈને ગામ બહાર બગીચામાં જઈને બેઠો ને વિચાર કરવા લાગે કે હવે મારે શું કરવું? ક્યાં જવું? આટલા દિવસથી તપાસ કરું છું પણ કયાંય કુમારને પત્તે મળતું નથી. હવે હું આપઘાત કરીને મરી જાઉં ? એમ અનેક પ્રકારના વિચાર કરી રહ્યો છે.
બે વિદ્યારે એ મંત્રીપુત્રને કરેલી પૃચ્છા : બે વિદ્યારે મંત્રીપુત્રની પાસે આવ્યા. મંત્રીપુત્ર તેમને પૂછવા જાય છે ત્યાં તેમણે સામેથી પૂછયું-ભાઈ! તમે કઈ પરદેશી લાગે છે ને કેઈ ઉંડી ચિંતામાં ઘેરાયેલા હોય તેમ લાગે છે. મંત્રીપુત્રે કહ્યું ભાઈ! તમારું અનુમાન સાચું છે. મારે મિત્ર અપરાજિતકુમાર ઘણા દિવસથી ગુમ થયે છે. તેને શોધું છું પણ ક્યાંય તેને પત્તો લાગતું નથી. તમે એને ક્યાંય જે છે ખ? વિદ્યાધરેએ કહ્યું હા, અમે તેને જે છે. ત્યારે મંત્રીપુત્ર હર્ષઘેલ બનીને કહે છે ભાઈ! કયાં છે એ મારે વહાલે મિત્ર? મને જલ્દી બતાવેને એટલે વિદ્યારે કહે અમે બતાબ્રીએ તે ખરા પણ એક શરત કબૂલ છે? શું તમારી શરત છે? કંઈ બે પાંચ લાખ રૂપિયા લેવાના છે? અત્યારે બાળકને ઉપાડી જનારા એના મા-બાપ પાસે દશ લાખ, પંદર લાખ રૂપિયા માંગે છે ને? એ સમયમાં આવું કંઈ ન હતું. વિદ્યારે કહે છે–અમારે તમારી પાસેથી કંઈ જોઈતું નથી પણ અમારા રાજાની બે રાજકુમારીઓ સાથે તમારા કુમારના લગ્ન કરાવી દેવાના છે. એ શરત મંજુર છે? મંત્રીપુત્રે કહ્યું-ભલા ! તમારા જાની કુંવરીઓને પરણાવવા માટે મારા મિત્રને ગુમ કર્યો? બેલે તે જરા કયાં છે?