________________
શા મુંબોસ ધાર્યું હતું. તે જ વખતે શેઠ ફાનસ લઈને કેઈ કામે બહાર આવ્યા. ભિખારીના વેશમાં રહેલા સંન્યાસીના મનમાં થયું કે શેઠ મને ઓળખી જશે. એ બીકે સંન્યાસી જરા પાછા હંડયા. તે જમણવારના એઠવાડનું પાણી ભરવા માટે એક મોટો ખાડે બનાવ્યો હતો તેમાં આ સંત પડી ગયા. એટલે અવાજ થયે. બધાના મનમાં થયું કે કઈ પડી ગયું તેથી બધા દેડ્યા, અને ભિખારીને એંઠવાડનાં પાણીમાંથી બહાર કાઢશે. - સંતને આવેલી લજજાઃ એનું મોઢું જોઈને શેઠ પારખી ગયા ને બોલ્યા ગુરુદેવ! આપ અત્યારે અહીં કયાંથી? મારા ધનભાગ્ય કે આપ અહીં પધાર્યા. આપે મને કહેવડાવ્યું હતું તે હું ભારે ઠાઠમાઠથી સ્વાગત કરીને આપને લઈ આવત. આ સાંભળીને સંત તે શરમાઈ ગયા ને ભાન થઈ ગયું કે એક રસેન્દ્રિયના સ્વાદ ખાતર મીઠાઈ ટુકડા માટે મારી આ દશા થઈ. મને સંતમાંથી ભિખારી બનાવ્યું. સંતે બધાની સમક્ષમાં શેઠને કહ્યું “આ જીભે જ મારી આવી માઠી દશા કરી છે.” મીઠાઈના ટુકડાએ તે મારા સવના ટુકડા કરી નાખ્યા. આટલા માટે અનુભવીઓ પણ કહે છે કે “જીભ જીતી તેણે જગ જીત્યું,” તમે બધા જીભને જીતજે. જીભને નહિ જીતે તે આવી દશા થશે. જીમના સ્વાદ માટે આત્મમસ્તીમાં મસ્ત રહેનાર મને ભિખારીને વેશ પહેરાવે, અને આ એંઠવાડની ખાઈમાં પટકે. સંત તે પાછા ઠેકાણે આવી ગયા ને પિતાને સ્થાને ચાલ્યા ગયા.
બંધુઓ! તમે સાંભળ્યું છે કે હેજ સ્વાદ કરવા ગયા તે કેવી દશા થઈ! તે જે પાંચે પાંચ ઈન્દ્રિયના વિષયમાં ભાન ભૂલે છે તેની કેવી દશા થશે? આવું સાંભળીને પણ તમે વિષને છેડે. તમે ભેગને ત્યાગ કરશે તે તમારા સંતાનમાં સારા સંસ્કારે આવશે. માથે કાળા વાળ ફીટીને ધોળા થયા, દીકરા દીકરીઓ મોટા થયા, મુખ ઉપર ઘડપણ દેખાવા લાગ્યું છે છતાં એ વિચાર થાય છે કે અમે આ સંસારમાં પડીને મટી ભૂલ કરી છે? આ સંસારમાં પડવાની ભૂલ ન કરી હોત તે કેટલું બધું સમય મને ધર્મકરણી કરવા માટે મળત! સંસાર ત્યાગીને જે સાધુ બન્યા હેત તે એક પણ પાપ ન કરંવું પડત. અમે તે ભૂલ કરી પણ અમારા સંતાનને આવી ભૂલ ન કરવા માટે સાચી સલાહ આપીએ. તમે કદી તમારા સંતાનને સાચી સલાહ આપે છે ખરા કે દીકરાઓ, તીકરીઓ ! અમે તો સંસારમાં પડીને પસ્તાયા છીએ, પાપના પાતાળકુવામાં પડ્યા છીએ, વિષયોની ગંદી ગટરમાં આળેટીએ છીએ પણ તમે સંસારમાં પડતા નહિ. સંસારમાં સારે નથી. સંસાર કેવળ દુઃખમય અને સ્વાર્થથી ભરેલું છે. સંસારમાં ડગલે ને પગલે પાપ કરવા પડે છે. મનુષ્ય જન્મ અને જૈન ધર્મને આ શ્રેષ્ઠ ગ તમને અનંતકાળે મહાન પુણ્યના ઉદયથી મળ્યો છે. માટે તમે સંસારની માયાજાળમાં ફસાશે નહિ. સંસારની માથારૂપી મૃગજળની પાછળ પડવાથી કંઈ હાથમાં આવવાનું નથી. મહેનત માથે પડશે. ખાલી પાણી લેવાથી માખણ નીકળે ખરું? આવી વૈરાગ્યભરી વાતે તમે તમારા સંતાને