________________
શારદા સુવાસ :. વિદ્યાધરેએ કહ્યું ભાઈ! અમે જ તમારા મિત્ર અપરાજિતકુમારનું હરણ કર્યું છે. તમે અને રાજકુમાર જે જંગલમાં આવ્યા હતા ત્યાં જ અમારા વિદ્યાધરોના રાજા ભુવનભાનું રહે છે. તેમણે જંગલમાં મહેલ બનાવ્યો છે. તેમને કમલિની અને કુમુદિની નામે બે પુત્રીઓ છે. તેમને કઈ જ્ઞાનીએ કહ્યું હતું કે આ બે કુંવરીને પતિ અપરાજિતકુમાર થશે. હવે તે બંને મેટી થઈ છે એટલે રાજાની આજ્ઞાથી અમે અપરાજિતકુમારની ઘણું વખતથી શોધ કરતા હતા ત્યાં અમે તમને જંગલમાં જોયા. તમે બંને વાતચીત કરતા હતા તે ઉપરથી અમે જાણ્યું કે આ અપરાજિતકુમાર છે, પણ તમે બંને સાથે હતા એટલે અમે લાગ શોધતા હતા. એટલામાં કુંવરને તરસ લાગી અને તમે પાણું શોધવા માટે ગયા. એ તકને લાભ લઈને અમે કુમારને ઉઠાવી ગયા ને અમારા ભુવનભાનુ રાજા પાસે હાજર કર્યા. અમારા મહારાજાએ તેમને ખૂબ આદરસત્કાર કર્યો, અને બંને કુમારીઓ સાથે લગ્ન કરવાનું કહ્યું પણ એ તે કંઈ બોલતા નથી. ઉદાસ થઈ ગયા છે. એ તમને યાદ કરે છે. બીજું કંઈ કહેતા નથી. તેથી અમે તમને શોધવા આવ્યા છીએ. હવે કુમારીઓની સાથે લગ્ન કરવા માટે કુમારને તમારે સમજાવવાના. એ નક્કી છે ને? પ્રધાનપુત્રે કહ્યું–એ કામ મારું, પણ મને જલદી ત્યાં લઈ જાવ, એટલે વિદ્યાધરે ભુવનભાનુ રાજાના મહેલમાં મંત્રી પુત્રને લાવ્યા.
- બંને મિત્રનું મિલન થતાં આવેલાં હર્ષનાં આંસુ મંત્રીપુત્રને આવતે જોઈ કુમાર તેની સામે ગમે તેને ભેટી પડ્યો. બંનેની આંખમાં હર્ષના આવ્યા. બંને એકાંતમાં મળ્યા. એકબીજાના ખબર પૂછયા, પછી મંત્રીપુત્ર કુમારને બંને કુમારીઓ સાથે લગ્ન કરવાની વાત કરી. કુંવરે કહ્યું- ભાઈ! આપણે જંગલમાં ફરવું ને જ્યાં જઈએ ત્યાં આ શી લપ? હું તે કેટલી કન્યાઓને પરણું? ત્યારે મંત્રીપુત્રે કહ્યું–એમને કઈ તિષીએ કહ્યું છે કે અપરાજિતકુમાર એમને પતિ થશે. એટલે અપરાજિતકુમારે હા પાડી. તેથી ત્યાં તેના બંને કન્યાઓ સાથે લગ્ન થયા. થોડા દિવસ ત્યાં રહ્યા પછી પહેલાની માફક નક્કી કરીને રાત્રે છાનામાના ત્યાંર્થી પરદેશ જવા માટે નીકળી ગયા. ત્યાંથી ચાલતાં ચાલતાં તે બંને કુમારે શ્રીમંદિરપુર નગરમાં આવ્યા. કે રાજકુમારે કરેલી પૃચ્છા -નગરમાં પ્રવેશ કર્યો તે ચારે બાજુ ઉદાસીનતા છવાયેલી છે. નગરના લેકે આમથી તેમ દેડી રહ્યા છે. કેઈન મુખ ઉપર આનંદ દેખાતે નથી. આખી નગરીમાં હાહાકાર મચી ગયો છે. આનું કારણ શું હશે? તે વિચાર કરતાં બંને કુમારે આગળ જાય છે. ત્યાં એક કામલતા નામની ગણિકા ગાડીમાં બેસીને જઈ રહી છે, તેને પૂછયું બહેન ! આ નગરીમાં આટલે બધે શેરબકેર કેમ મચી રહ્યો છે? રાધા લેકે શા માટે રડે છે? ગણિકા કહે તમે પરદેશી લાગે છે. કયાંથી આવે છે? ત્યારે બંને કુમારે કહે છે એ વાત જવા દે, પણ આ નગરીમાં શું છે? તે અમને