________________
- ૨૨
-
શારદા સુવાસ પાસે ચાલી. કેહીનુર છેડીને કંકરને વરવા ક્યાં જઈ રહી છે? કુંવરી બધા રાજાઓને જેતી જેનો જ્યાં કંચનપુરના રાજા જયમંગલ બેઠા હતા. ત્યાં આવી, અને તેમનું રૂપ જોઈને રત્નાવતીએ તેમના ગળામાં વરમાળા પહેરાવી. એટલે સભા હર્ષનાદથી ગાજી ઊડી. મંગલસેન મહારાજાને પણ જયમંગલ રાજાનું લલાટ અને રૂપ જોઈને આનંદ થયે કે મારી પુત્રીએ સારો વર શે આમ તે જયમંગલ રાજાની ખ્યાતિ ખૂબ સાંભળી હતી અને હવે જમાઈ થયા એટલે બાકી રહે !
જયમંગલ રાજા અને રત્નાવતીના લગ્ન - મંગલસેન રાજાએ ખૂબ ધામધૂમથી રત્નાવતીના જયમંગલ રાજા સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા. રાજાએ કરિયાવરમાં અનેક દાસ, દાસી, સોનું, રૂપું, રત્ન, દાગીના, વસ્ત્રો, હાથી, ઘોડા બધું ખૂબ આપ્યું. આજે તમારા જેવા લેકે પણ પિતાની પુત્રીને લાખને કરિયાવર કરે છે તે પછી રાજામહારાજાને ઘેર કંઈ બાકી રહે? ખૂબ કરિયાવર કર્યો અને પિતાની પુત્રીને સાસરે જતી વખતે માતાએ સુંદર હિત શિખામણ આપી કે હે પુત્રી! તું અમને ખૂબ વહાલી છે. હવે તું સાસરે જાય છે, ત્યાં ખૂબ સંપીને રહેજે. પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેજે.. કદી પતિ સાથે સંત પકડીશ નહિ. અમારા કુળની શેભા વધારજે. એમ શિખામણ આપીને સાસરે મોકલી, જયમંગલ રાજા રનવતીને પરણીને પોતાની સેના સાથે કંચનપુર આવ્યા આખા નગરમાં જાણ થઈ કે આપણું મહારાજા સ્વંયવરમાં ગમા હતા ત્યાંથી રનવૃતીને પરણીને આવ્યા. આખા નગરના નર નારીએ જોવા ઉમટયા અહે ! શું રાણીનું રૂપ છે ! આપણું રાજા પણ કેવા રૂપાળા છે! બંનેની જોડી શોભી ઉઠી છે. સૌ નગરજને રાજાને વધાવવા લાગ્યા.
નગરજનોને તે હર્ષ હોય પણ જિનસેન રાણીને પણ એટલે જ હર્ષ છે. અહો! આટલા બધા રાજાએ સ્વયંવરમાં ગયા હતા તેમાં મારા પતિને વિજય થય ને મારે બહેન આવી ! એ તે જેવી આવી તેવી રત્નાવતીને ભેટી પડી. તેને આશીર્વાદ આપતાં કહ્યું –બહેન! તું આવી એટલે મને સહેજે ધર્મારાધના કરવાનો સમય મળશે. આપણે એકથી બે ભલા. જિનસેનાને હર્ષને પાર નથી પણ રત્નાવતીને ખબર ન હતી કે આ રાજા પરણેલા છે. એટલે એના મનમાં થયું કે અહીં તે શકયનું સાલ છે. મને ખબર હેત તે હું જયમંગલ રાજાને વરમાળા ન પહેરાવત. જિનસેના જેટલો હર્ષ વ્યક્ત કરે છે તેટલી રત્નાવતી અંદરથી બળી જાય છે. જિનસેના જેટલી નમ્ર અને સરળ છે તેટલી રત્નાવતી અભિમાની ને વક્ર છે. આ બે પાત્ર ભેગા થયા છે. હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૨૬ શ્રાવણ સુદ ૮ ને શુક્રવાર
તા. ૧૧-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની ભગવંતે ભવ્ય જીના