________________
શારદા સુવાસ વગડામાં એકલે મૂકીને ક્યાં ચાલ્યા ગ? તેના કલ્પાંતથી ઝાડે પંખી રી ઉઠયા પક્ષીઓને ચણ ચણવાનું છોડી દીધું. આપણા અનુભવની વાત છે કે ઉમરશી માઈન પૌત્ર ખોવાઈ ગયે ત્યારે ગામમાં ને સંઘમાં કેટલે હાહાકાર થયે! એવી રીતે આ રાજક કુમારને કયાંય પત્તો પડતું નથી એટલે પ્રધાનપુત્રને જીવ અદ્ધર થઈ ગયે. મન ચગડોળે ચઢી ગયું છે કે મારે વીરા કયાં ગયે? હું એના વિના કેવી રીતે જીવી શકીશ? એનું શું થયું હશે ? એ કયાં ગયા હશે? એમ ચિંતા કરતે કાળે કલ્પાંત કરે છે ને વગડામાં ગાંડાની જેમ ફરે છે હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે હવે શેડી વાર ચરિત્ર લઈએ.
ચરિત્ર : “જયમંગલ રાજાને આમંત્રણ” –કંચનપુરમાં જયમંગલ રાજા ન્યાય-નીતિપૂર્વક રાજ્ય કરે છે. તેમને જિનસેના નામે પટ્ટરાણી હતી. જિનસેના જનધર્મની અત્યંત અનુરાગી હતી જેવા નામ તેવા તેમના ગુણ હતા. આ રાજાને જિનદાસ નામે પ્રધાન હતું. તે ચાર બુદ્ધિને નિધાન હતું ને જૈન ધર્મને અનુરાગી હતે. રાજાના પ્રબળ પુણયને ઉદય હતું એટલે પ્રધાન પણ સારે હતું. જેને પ્રધાન સારે હોય તેના રાજ્યની વ્યવસ્થા સારી સચવાય છે કે રાજ્યમાં શાંતિનું સ્થાપન થાય છે. વહીવટદાર સારે હોય તે રાજાની શોભા વધારે છે તેમ આ રાજાને પ્રધાન રાજાની શોભામાં અભિવૃદ્ધિ કરે તેવું હતું. રાજાને તે કાંઈ માથું મારવું ન પડે તેવી રીતે જિનદાસ પ્રધાન બધે વહીવટ સંભાળતું હતું. એક વખત જયમંગલ રાજા જંગલમાં ફરવા ગયા હતા. ત્યાં એક માણસ દેડ રાજા પાસે આવીને કહે છે સાહેબ! મારે એક સંદેશ સાંભળે, હું ઘણે દૂરથી આપને સંદેશ આપવા માટે આવ્યું છું. એટલે રાજા કહે છે ભાઈ! તું જે સંદેશ આપવા આવ્યા છે તે મને જલ્દી કહે. દૂતે કહ્યું. મહારાજા ! આ ભરતક્ષેત્રમાં પતનપુર નામનું નગર છે. ત્યાં મંગલસેન નામે પવિત્ર અને પ્રજાની રાજા છે. તેમને રત્નસેના નામે પતિવ્રતા પટ્ટરાણી છે. તેમને રત્નાવતી નામની એક કુંવરી છે. મહારાજા ! શું એ કુંવરીનું રૂપ છે ! જાણે સાક્ષાત્ ઈન્દ્રાણી જોઈ લે. તેજસ્વી રન જેવી તે પ્રકાશે છે. એવી તે રૂપવાન અને ગુણવાન છે. હવે એ રત્નાવતી મટી થઈ છે.
રાજાને સ્વંયવર રચવાયા, અપની બાલા કાજ,
દેશ દેશ કે રાજા આવે, આપ ભી પધારો રાજ શ્રોતા - રાજાની કુંવરીના લગ્ન માટે મંગલસેન રાજાએ સ્વયંવર રચ્યું છે. સ્વયંવરમાં ઘણું ઘણું દેશના રાજાઓ ને રાજકુમારે આવવાના છે. તે આપ પણ સ્વયંવરમાં પધારે. મંગલસેન રાજાએ આપને ખાસ આમંત્રણ આપવા માટે મને મેકર્યો છે. આ દિવસે વંયવર છે માટે આપ જરૂરથી પધારજે. રાજા કહે ભલે. આમ કહીને રાજાએ સમાચાર આપવા માટે આવેલા દૂતને સત્કાર કરીને વિદાય કર્યો, અને રાજા સ્વંયવરમાં જવા માટે