________________
૨૨
શારદા સુવાસ “પાણીની શોધમાં મિત્ર - આ બંને કુમારે ત્યાંથી ચાલતાં ચાલતાં ઘણે દુર વિકટ વનમાં પહોંચી ગયા. ત્યાં રાજકુમારને ખૂબ તરસ લાગી પાણી વિના કંઠ સૂકાવા લાગ્યો. આંખે અંધારા આવવા લાગ્યા. હવે એક ડગલું પણ ચાલવાની તેનામાં તાકાત નથી, એટલે કુમારે પ્રધાનપુત્રને કહ્યું-મિત્ર ! મને તો ખૂબ તરસ લાગી છે. એક પગલું પણ મારાથી ચાલી શકાય તેમ નથી. પ્રધાનપુત્રે કહ્યું –ભાઈ ! તમે આ વૃક્ષ નીચે બેસે. હું હમણાં જ તમારે માટે પાણી લઈને આવું છું. પ્રધાનપુત્ર રાજકુમારને વૃક્ષ નીચે બેસાડીને પાણી લેવા માટે ગયે. આ પ્રધાનપુત્રને રાજકુમાર પ્રત્યે ઘણે પ્રેમ છે. સગાભાઈ કરતાં વધી જાય. જેમ કૃષ્ણ અને બલભદ્ર, રામ અને લક્ષમણની જોડી જોઈ લે. કૃષ્ણ અને બલભદ્ર દ્વારકા નગરી બળી ગઈ ત્યારે નિર શ થઈને જંગલમાં ગયા. રસ્તામાં કૃષ્ણને તરસ લાગી ત્યારે બલભદ્રજી એમને ઝાડ નીચે બેસાડીને પાણી લેવા ગયા હતા તેમ આ પ્રધાનપુત્ર પણ અપરાજિતકુમારને વૃક્ષ નીચે બેસાડીને પાણી લેવા ગયે. ઘણે દૂર ગયે પણ પાણી કયાંય દેખાતું નથી. એટલે તે ખૂબ નિરાશ થઈ ગયો કે શું હું મારા કુમારને પાણી નહિ પીવડાવી શકું ! છેવટે ઘણે દુર ગયા ત્યાં એક સરેવર જેવું એટલે તે રાજી થઈ ગયા. પાંદડાને પડો બનાવીને સરોવરમાંથી પાણી લીધું.
બંધુઓ ! આ પ્રધાનપુત્રની રાજપુત્ર પ્રત્યે કેટલી ભક્તિ છે! કે પિતે તરસ્ય છે છતાં એક ટીપું પાણી પિતે ન પીધું. આ જગ્યાએ તમે હે તે શું કરે? પાણી પીને આવે કે તરસ્યા આવે? (શ્રોતામાંથી અવાજ – અમે તે પીને જ આવીએ, તળાવે જઈને તરસ્યા કેણુ આવે છે એ તે હું સારી રીતે જાણું છું. આજે એવી લાગણી ને ભક્તિ જ ક્યાં છે? નથી કૃષ્ણ, નથી બલભદ્ર, નથી રામ કે લમણુ. પ્રધાનપુત્ર પાણી પીધા વિના પડીયામાં પાણી લઈને દેડતો આવ્યો. આવીને જુએ છે તે અપરાજિતકુમાર ન મળે. પ્રધાનપુત્રના મનમાં થયું કે તરસથી ખૂબ આકુળ-વ્યાકુળ થઈ ગયા હતા એટલે આટલામાં ક્યાંક ગયાં હશે, તેમ માની પ્રધાનપુત્ર અપરાજિત કુમારની ચારે તરફ તપાસ કરવા લાગે, એના મનમાં થયું કે આ વૃક્ષ નહિ પણ બીજા વૃક્ષ નીચે બેઠા હશે. હું રસ્તે ભૂલી ગયે લાગું છું એમ માનીને ઝાડે ઝાડે ફરવા લાગે. મનમાં થયું કે મારો કુંવર ખાડામાં તે નહિ પડી ગયો હોય ને? એટલે માટેથી અપરાજિત કુમાર...અપરાજિત કુમાર બૂમો પાડતો જાય છે પણ કુમાર હેય તે બેલે ને?
આખું જંગલ ફરી વળ્યું પણ કર્યાય કુંવર મલે નહિ, ત્યારે ઝાડ પાસે જઈને કહે છે વૃક્ષરાજ ! મારા વીરાને હું અહીં જ બેસાડીને ગયા હતા ને એ ક્યાં ગયે ? તમને ખબર હોય તે મને કહે. હે ગગનવિહારી પંખીડાઓ! તમે મારા વીરાને જે છે? તમે જે હેય તે મને સંદેશો આપે. એમ પૂછતે જાય ને રડતે જાય છે. અરેરે વીરા તું મને