________________
શારદા સુવાસ તમે મને હરાવીને મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે, અને હું એક સ્ત્રી હત્યાના પાપથી બચી ગયો છું હું આપના જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે, ત્યારે કુમારે કહ્યું –ભાઈ! તું કેણ છે? અને તે આ સ્ત્રીને શા માટે બંધનમાં નાંખી હતી તે હું જાણવા માંગું છું. તું મને કહે.
“પાપને પશ્ચાતાપ કરતા વિદ્યાધર - વિદ્યાધરે કહ્યું-ભાઈ! મારા માથામાં ખૂબ દર્દ થાય છે. માટે તમે એમ કરે. આ મારી કમરે એક દૈવી મણ અને એક મૂળીધું બાંધેલું છે. તેને તમે છોડીને પાણીમાં મણીને ધંઈ નાંખે. મણને ધોયેલા પાણીમાં મૂળીયું ઘસીને મારા માથે લગાડે એટલે મારા માથાને ઘા રૂઝાઈ જશે ને પીડા શાંત થશે. પછી હું આપને બધી વાત કરીશ, તેથી કુમારે એ પ્રમાણે કર્યું, એટલે વિદ્યાધર સ્વસ્થ થયો ને અપરાજિતકુમારને કહ્યું-ભાઈ! હવે હું કેણ છું, આ કુંવરી કેણ છે ને મેં તેને શા માટે બાંધી હતી તે વાત તમે સાંભળે. ' ' શ્રીસેણુ નૃપક મેં સૂત હું, સૂર્યકાન્ત મમ નામ,
- અમૃતસેન રથનૂપુર નૃપકી, કન્યા હૈ અભિરામ. હું શ્રીષેણ વિદ્યાધરને સૂર્યકાંત નામને પુત્ર છું અને આ વૈતાઢ્ય પર્વત ઉપર આવેલા રથનપુર નામના નગરમાં અમૃતસેન નામે વિદ્યાધર રાજા રાજ્ય કરે છે. તેની આ પુત્રી છે. તેનું નામ રત્નમાલા છે. આ રત્નમાલા મટી થઈ ત્યારે તેના પિતાજીએ
તિષીને પૂછ્યું કે મારી પુત્રીને વર કેણુ થશે? ત્યારે જતિષીએ કહ્યું-હરિનંદી રાજાને પુત્ર અપરાજિતકુમાર તમારે જમાઈ બનશે. આ વાતની રત્નમાલાને ખબર પડી ત્યારે તેણે નિશ્ચય કર્યો કે મારે અપરાજિત કુમાર સાથે જ પરણવું. એ જ મારે પતિ છે. એમ મનથી એ અપરાજિતકુમારને વરી ચૂકી હતી. એ ઘણી રૂપવંતી છે એટલે ઘણાં રાજકુમારના માંગા એના માટે આવતા હતા પણ કુંવરી કેઈને પરણવાની હા પાડતી ન હતી. એક વખત ફરવા જતાં મેં તેને જોઈ એટલે મને થયું કે હું આ કન્યાને પરણું. તેથી હું લાગ જોઈને એક દિવસ છાને માનો તેની પાસે ગ ને મેં તેને કહ્યું કે હે રાજકુમારી ! તું મારી સાથે લગ્ન કર, ત્યારે તેણે કહ્યું કે અપરાજિતકુમાર સિવાયના બધા મારે માટે ભાઈ અને બાપ સમાન છે. તેથી હું નિરાશ થઈને પાછો ફર્યો. બીજી વખત હું ઘણું વિદ્યાઓ સાધીને તેની પાસે ગયે ને મારી સાથે લગ્ન કરવા તેને ઘણું સમજાવી પણ રત્નમાલા એકની બે ન થઈ તેણે ગુસ્સે થઈને મને કહ્યું કે હું પરણીશ તે અપરાજિત કુમારને જ, નહિતર અગ્નિમાં બળી મરીશ. માટે હે પાપી ! તું અહીંથી ચાલ્યા જા. તેથી મને તેના ઉપર ગુસ્સે આ ને તેનું અપહરણ કરીને અહીં લઈ આવે ને તેને ખૂબ સમજાવી, કાલાવાલા કર્યા પણ તે મારી ચ્છિાને આધીન ન થઈ એટલે હું તેને બાંધીને આ અનની ભડભડતી ચિતામાં બાળી