________________
૧૮
શારા સુવાસ એક અતિથિ આવ્યું છે. પત્ની કહે છે અતિથિ આવ્યા હોય તે એને આદર સત્કાર કરે. આપણા ઘરમાં ઘણું છે. એને જે જોઈએ તે ખુશીથી આપે. પતિ કહે છે મેં બરાબર સારી રીતે તેમને સત્કાર કર્યો છે પણ એની માંગણી જુદા પ્રકારની છે ને હું વચનથી બંધાઈ ગયે છું. તેમાં મારા માથે ધર્મસંકટ આવ્યું છે. તેને દૂર કરવા માટે મારે તારી મદદની જરૂર છે. અરે નાથ ! એમાં આટલા બધા ઢીલા શું થાય છે? આપના માથે આવેલા ધર્મસંકટને દૂર કરવામાં મદદગાર બનવા આ દાસી તૈયાર છે. તે સતી! આજે તારી અગ્નિપરીક્ષા છે. નાથ ! જે હોય તે કહે. આ દાસી સેવા કરવા તૈયાર છે, ત્યારે પતિએ કહ્યું-આપણા એટલે જે સંન્યાસી બેઠો છે તે મારી પાસે તારી ભિક્ષા માંગે છે. આ સાંભળીને પતિવ્રતા સ્ત્રી ઢગલે થઈને જમીન ઉપર ઢળી પડી. થોડી વારે સ્વસ્થ થતાં પતિના ચરણમાં પડીને કહે છે, નાથ! તમે આ શું બોલે છે? શું પતિવ્રતા સ્ત્રી આંખ ઉંચી કરીને અન્ય પુરૂષ સામે દષ્ટિ કરી શકે ખરી ? એ માંગે તે બીજું સર્વસ્વ આપી દઉં. કદાચ આ ઘર માગે તે પહેરેલા કપડે બહાર નીકળી જવા તૈયાર છું પણું આ કાર્ય હું નહિ કરી શકું. આ સાંભળી એને પતિ કહે છે તે સતી ! તારા દિલની વ્યથાને હું સારી રીતે સમજી શકું છું પણ તું એ વાત નથી જાણતી કે તારે પતિ આંગણે આવેલા અતિથિને સત્કાર કર્યા વિના પાછો જવા દેતું નથી. મને વચન આપતી વખતે ખબર ન હતી કે શું માગશે? હવે તે મારા વચન ખાતર પણ ત્યાં જવું પડશે.
“ નયને નારીના દેહને નિરખવા નહિ” -પતિની આજ્ઞાનું પાલન કરવા માટે સુંદરી સારા વ અને અલંકારે પહેરી ઝાંઝરના ઝણકાર સાથે બિલ્વમંગલની સામે આવીને ઉભી રહી. મેહાંધ બિલ્વમંગલ ઘણીવાર સુધી આ સુંદર સ્ત્રીને સામું એકીટશે જઈ રહ્યો પછી બે-બહેન ! બિલ્વમંગલના મુખમાંથી “બહેન” શબ્દ સાંભળીને સતીના હૈયે ટાઢક વળી, બસ, હવે મારા ચારિત્રને આંચ નહિ આવે. બિલ્વમંગલે કહ્યું-બહેન ! હવે મારા નયને તારા રૂપનું પાન કરીને તૃપ્ત થઈ ગયા છે, પણ મને એક ચીજ • આપશે? સતીએ કહ્યું છે, જે કહે તે આપું. ત્યારે કહે છે કે તમારા ઘરમાં બે મેટી
સે છે? હા. ઘણી છે. બહેન! મારે વધારે નથી જોઈતી. ફક્ત બે સે અગ્નિમાં લાલચળ થાય તેની તપાવીને મને લાવી આપે. આ ભેળી બાઈને ખબર ન પડી કે આ સંન્યાસી શા માટે સે માંગતો હશે ! એટલે એણે બે સે લાલઘૂમ તપાવીને આપી. બિલ્વમંગલે
તે બંને બે હાથમાં લઈ પિતાની જાતે જ બંને આંખમાં ભેંકી દીધી અને આંખે ફેડી નાંખી. આ જોઈને સતીના મુખમાંથી ચીસ નીકળી ગઈ. અરેરે..આ શું કર્યું? બહેન ખૂબ પશ્ચાતાપ કરવા લાગી ત્યારે બિલવમંગલે કહ્યું-બહેન! તું રડીશ નહિ. એમાં તારે કઈ દેવું નથી. આ આંખે મને પનારીના રૂપમાં આસક્ત બનાવનારી છે. તેથી મેં તેને શિક્ષા કરી છે. બિહામંગલે આંખે ફેડી નાંખી ત્યારથી તે સૂરદાસ કહેવાય.