________________
શારદા સુમાર છે આપને બહારગામ મોકલ્યા પણ પછી મને બહુ પસ્તા થયે. મેં તે આઠ દિવસ આપના વિયેગમાં ગુરી ગરીને કાયા છે. નાથ ! આઠ દિવસ તે મારા આઠ ભફ જેવા ગયા છે. હસાહસ) નાથ ! ઘેર પધારો. શેઠે કહ્યું–શેઠાણું હું બધું જાણું છું. શેઠે મર્મકારી ભાષામાં કહી દીધું કે તમે તે મને એવી લાંબી વાટે કમાવા મેક હતું કે હું પાછો આવું જ નહિ. સૂતેલે પછી ઉઠું નહિ. તમારે મારા ઉપર કેટલે ને કે પ્રેમ છે તેનું માપ નીકળી ગયું. મને તે મારા ધર્મે બચાવ્યું છે. હવે મારે ઘેર આવવાનું કેઈ પ્રજન નથીહું તે મારા ગુરૂ પાસે જઈને દીક્ષા લેવાને છું. હું તે તને એક વાર ભાન કરાવવા આવ્યો છું કે આ સંસાર દુઃખમય છે, દુઃખનું મૂળ છે ને દુઃખની પરંપરા છે. - “સંસાર વિષય કષાયને અખાડે છે, સ્વાર્થનું સમરાંગણ છે, મતલબનું મેદાન છે, દાવપેચનું કારખાનું છે તે સંજ્ઞાઓનું સામ્રાજ્ય છે.” છે આ વાત મને બરાબર સમજાઈ ગઈ છે, એટલે હું દીક્ષા લેવાને છું. શેઠે દીક્ષાને નિર્ણય કર્યો એટલે ઉઘરાણીવાળા જે પૈસા નહેતા આપતા તેમને સામેથી કાગળ આવ્યો કે શેઠ! તમારી ઉઘરાણુના પૈસા લઈ જાવ. વહાણ ગુમ થયા હતા તેના સમાચાર આવ્યા કે આપના માલથી ભરેલા વહાણ ગુમ થયા હતા તે મળી ગયા છે. આમ સામેથી કહેવા આવ્યા. શેઠે વિચાર કર્યો કે હવે મારે સંસારમાં રહેવું નથી. મારે દીક્ષા લેવી છે. ગમે તેટલી સંપતિ હેય મારે શી જરૂર છે? શેઠે જે સંપત્તિ મળી તેમાંથી શેઠાણ જિંદગીભર ખાય તેટલું રાખીને દીક્ષા મહેત્સવમાં બધી વાપરી. શેઠાણ નિષ્ફર બન્યા પણ શેઠ એવા નિષ્ફર ન બન્યા.
મારા ભાઈઓ ને બહેને! શેઠને સંપત્તિ સામેથી આવી તો પણ વરાગ્યથી પાછા નફર્યા. બેલે તે ખરા કે તમે શું કરે? (હસાહસ) શેઠને સંસારના સ્વરૂપનું બરાબર ભાન થયું હતું કે સંસાર દુઃખમય છે, દુઃખનું મૂળ છે ને દુઃખની પરંપરા છે. જ્યાં દુઃખને દાવાનળ સળગે છે ત્યાં શા માટે રહેવું ? એમ સમજીને નીકળી ગયા, પણ તમને હજુ સંસાર દાવાનળ લાગતું નથી. લાગશે ત્યારે ક્ષણવાર ઉભા નહિ રહો. આત્મસાધનામાં જોડાઈ જશે.
આપણે જેમના પૂર્વભવની વાત ચાલે છે તે આત્માઓ પણ સંસાર છોડીને દીક્ષા લે છે. અપરાજિતકુમાર અને મંત્રીપુત્રે કેશલનરેશના સૈન્યને હરાવી દીધું એટલે કેશલનરેશને ખૂબ કોલ આવ્યો અને પિતે સૈન્ય લઈને લડવા આવે. કેશલનરેશ આવ્યા એટલે અપરાજિતકુમાર એક કૂદકો મારીને હાથી ઉપર ચઢી ગયા ને મહાવતને ભય ફેંકી લો, પછી નિર્ભયપણે રાજા સામે યુદ્ધ કરવા લાગે. આ કુમારને યુદ્ધ કરતે જોઈને એક મંત્રીએ કહ્યું, મહારાજા ! આપે આ કુમારને ઓળખે ? આ તે સિંહપુરના રાજા હરિનંદીને