________________
ફાઠ
1
.
શારદા સુવાસ પુત્ર છે. કેશલનરેશે કહ્યું-હેં ! મારા મિત્રને પુત્ર મારી સાથે લડે છે? રાજા કુમારનું પાકમ જોઈને ખુશ થયા અને તરત લડાઈ બંધ કરી કુમારને મળવા દેડયા. કુમારને ભેટી પડીને કહે છે, બેટા ! સિંહને પુત્ર સિંહ જેવું જ હોય ! હરિનંદી તે મારા ખાસ મિત્ર છે. તું હરિનંદીને પુત્ર એટલે મારે જ પુત્ર છે. માટે હવે તું મારા મહેલે ચાલ, ત્યારે રાજકુમારે શીર ઝૂકાવીને કહ્યું કે આપ વડીલની આજ્ઞા શિરે માન્ય કરું છું પણ ચેરને માફ કરી દે. હવે તે ચોરી નહિ કરે તેની હું ખાત્રી આપું છું. ચોરે કહ્યું કે હવે હું ચારી નહિ કરું, તેમજ અપરાધની માફી માંગું છું એટલે રાજાએ તેને માફ કર્યો ને કુમાર અને મંત્રીપુત્રને ભવ્ય સ્વાગત કરી રાજ્યમાં લાવ્યા.
અપરાજિત કુમારની બુદ્ધિ અને બાહોશી જોઈને કેશલનરેશે વિચાર કર્યો કે મારી પુત્રી કનકમાલા મટી થઈ છે તે અપરાજિતકુમાર સાથે પરણવું, તેમ વિચારી રાજાએ કહ્યું, હે કુમાર ! તમારે મારી એક માંગણને સ્વીકાર કરે પડશે. ' કુમારે કહ્યું શું? રાજા કહે કે મારી દીકરી સાથે લગ્ન કરે. કુંવરે ના પાડી પણ રાજાને ખૂબ આગ્રહ હતે એટલે લગ્ન કરવા પડ્યા. અપરાજિતકુમારના કનકમાલા સાથે ખૂબ ધામધૂમથી લગ્ન થયા. થડા દિવસ ત્યાં રોકાયા. પછી એક દિવસ કુમારે મંત્રીપુત્રને કહ્યું–ભાઈ! આપણે તે દેશપરદેશ પર્યટન કરવા જવું છે ને અહીં આવીને કેદખાનામાં પૂરાઈ ગયે હોય તેમ લાગે છે હવે આપણે રાજાની પાસે જવાની આજ્ઞા માંગીશું તે કહેશે કે કન્યાને લઈ જાવ. તે સ્ત્રી દેશવિદેશ પર્યટનમાં આપણને બંધનરૂપ થશે. એના કરતાં આપણે કેઈને કહા વિના જ અહીંથી રાત્રે છાનામાના ચાલ્યા જઈએ. મંત્રીપુત્રે કહ્યું, પણ બિચારી કનકમાલાનું શું થશે? કુમારે કહ્યું–થોડા દિવસ રડશે. બીજુ શું થવાનું છે? પણ આપણે હવે અહીં રહેવું નથી. નક્કી કર્યા મુજબ બંને જણે બધાને ઉંઘતા મૂકીને મધરાત્રિએ દૂર ચાલી નીકળ્યા.
“રડતી અબળાને વહારે અપરાજિતકુમાર - અપરાજિતકુમાર અને વિમલ બંધ કુમાર બંને જણ દૂર દૂર જંગલમાં ચાલ્યા જાય છે. ત્યાં દૂર દૂરથી કઈ સ્ત્રી કરૂણ વરે રૂદન કરતી હોય એવો અવાજ સંભળાય. એટલે આ બંને જણ તે તરફ ચાલવા નજીક આવતાં એક મંદિર જોયું. મંદિરમાં કઈ સ્ત્રી રૂદન કરતી બેલતી હતી કે મને કેઈ બાય -બચાવે. આ પાપીના પંજીમાંથી છોડાવે. હે ભગવાન! શું મને છોડાવનાર કેઈ દયાળુ નહિ મળે ! આવી કરૂણ ચીસે સાંભળીને કુમાર અને મંત્રીપુત્ર અને મંદિરમાં ગયા. તે અંદર એક ચિતા સળગે છે તેની સામે એક સ્ત્રીને ગાઢ બંધને બાંધીને ઉભી રાખી છે, અને એક પુરૂષ તીક્ષ્ણ તલવાર લઈને તેની પાસે ઉભે છે. આ જોઈને કુમાર એ પુરૂષની સામે તલવાર ખેંચીને બે –હે દુષ્ટ ! હે નરાધમ! તે આ સ્ત્રીને શા માટે બાંધી છે અને સ્ત્રી ઉપર તું શું બહાદુરી બતાવે છે! જો તું સાચે મરદ હોય તે