________________
શારદા સુવાસ
કાચ જેવા થઈ ગયા છે. અહો ! આ તે ઝેર ચડ્યું છે. ત્યાં પિતાના લાડવાની પિટલી ન જે. એટલે શેઠ પરિસ્થિતિ સમજી ગયા. નકકી આ લેકે મારા લાડવા ખાઈ ગયા હશે. લાડવામાં મારી પત્નીએ ઝેર નાંખ્યું હશે. મને મારી નાંખવા માટે જ એણે આ કાવત્રુ કર્યું છે. અરેરે...એકલાએ લાડવા ખાધા હતા તે હું એકલે મારી જાત પણ આ બિચારા ચાર ચાર જણ મરી ગયા. મારા નિમિત્તે એમનું મોત થયું ! શેઠ ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યા. ધમષ્ઠ આત્મા કે વિચાર કરે છે! હાશ હું બચી ગયે તેમ ન વિચાર્યું. શેઠને એ પણ ભાન થયું કે મને મારા ધર્મો જ બચાવ્યું છે. હું ત્રણ ત્રણ વખત લાડવા ખાવા બેઠે પણ મને ખાવા ન દીધા. એમાં કોઈ દેવતાઈ સંકેત હે જોઈએ.
ઘણું કહે છે ને કે ધર્મ શું કરવાને? ધર્મનું પ્રત્યક્ષ ફળ અમને બતાવે. ભાઈ! ધર્મનું ફળ પ્રત્યક્ષ ન દેખાય પણ સમય આવ્યે કરેલો ધર્મ આપણું રક્ષણ કરે છે. ચારોના પિટલા પડેલા હતા. અહીં શેઠ સિવાય બીજું કઈ હતું નહિ. શેઠ ધારત તે બધું લઈ લેત પણ તેમ નહિ કરતા ચારેમાંથી થોડા થોડા કિંમતી રત્ન લીધા. તે પણ અનિચ્છાએ લીધા. પિટલા તે ત્યાં જ પડી રહ્યા. શેઠ શેડું ઝવેરાત લઈને ચાલતા થયા. બીજા ધનની સામે દૃષ્ટિ પણ ન કરી. આ સમયે આજને માનવી શું કરે? બધું સહેજે મળ્યું છે તેમ માનત, શેઠે ઝવેરાતમાંથી બે કિંમતી હીરા વેચીને પૈસા મેળવી લીધા. હવે શેઠને પૈસાની જરૂર ન હતી કે એમને ઘેર પણ જવું ન હતું, પણ પત્નીને જાણ કરવી હતી એટલે પૈસામાંથી સારા કપડા, દાગીના બધું લાવ્યા. તે મેટા રસાલા સાથે પિતાના ગામના પાદરે આવ્યા. શેઠે વિચાર કર્યો કે જલ્દી પ્રચાર કરવો હોય તે કુવાને કોઠો સારે. (હસાહસ) ન્યુઝ પેપરની જરૂર ન પડે.
શેઠે બોલાવેલી શેઠાણીની દૃષ્ટિ : શેઠે કૂવાની સામે એક તંબુ તાણે. સુંદર વસ્ત્રો પહેર્યા. શું માણસ અને નોકર ચાકરે શેઠને ખમ્મા ખમ્મા કરે છે. શેડ મખમલની ગાદીએ બેસીને જે કઈ આવે છે તેને છૂટે હાથે દાન આપે છે. કુવે જે બહેને આવે તે બધા જેવા આવે છે કે કેણ રાજા આવ્યા છે? જે આવે છે તેને શેઠ બેબે પૈસા આપે છે. આથી આ વાત શેઠાણીને પહોંચી. લેકે અંદરોઅંદર વાત કરવા લાગ્યા કે આ તે અઠવાડિયા પહેલા કમાવા ગયા હતા તે જ શેઠ છે. શું આઠ દિવસમાં આટલું બધું ધન કમાઈને આવ્યા? શેઠાણી વિચારે છે કે એ આવે તેવું મેં રાખ્યું નથી ને કયાંથી આવ્યા? બધા લકે કહેવા લાગ્યા. તેથી શેઠાણું જોવા માટે આવી અને ચમકી. અહ ! મેં તે એમને ઝેર નાંખીને લાડવા આપ્યા હતા તે શું ખાધા નહિ હોય ! અને આઠ દિવસમાં આટલું બધું કમાઈને આવ્યા? મેં તે બેખું કાઢીને ઘર ચેખું કર્યું હતું ને આ તે પાછું ખેડું આવ્યું. (હસાહસ).
શેઠને ઠાઠમાઠ જોતાં લાગ્યું કે ઘણું લાવ્યા છે. એટલે રડતી રાતી કહે છે નાથ!